tomato facial at home in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જેમ જેમ ઋતુ બદલાઈ છે તેમ તેમ ત્વચાની ઘણી સમસ્યાઓ થવા લાગે છે. તે જ સમયે, બદલાતા હવામાન ચહેરાને ડલ અને ઓઈલી બનાવે છે, આવી સ્થિતિમાં તમારે ત્વચાની વિશેષ કાળજી લેવાની જરૂર પડે છે. આ માટે તમે ઘરે ટામેટાનો ફેશિયલ કરી શકો છો.

ટામેટા આપણા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ એટલા જ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે ટામેટા ત્વચાને ફ્રેશ રાખવાનું કામ કરે છે અને તેને હાઈડ્રેટ રાખે છે. આ સિવાય ટામેટાને ચહેરા પર લગાવવાથી ટેનિંગ પણ ખતમ થાય છે. આવો જાણીએ ફેસિયલ કરવાની રીત.

1. ક્લીંજિંગ (સફાઈ) : કોઈપણ પ્રકારનું ફેશિયલ શરૂ કરતા પહેલા ત્વચાને સાફ કરવાની હોય છે. આ માટે ટામેટાંથી ચહેરો સાફ કરવા માટે, ટામેટાના રસ સાથે દૂધને મિક્સ કરો. હવે તેનાથી 2 મિનિટ સુધી ચહેરા પર મસાજ કરો અને પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.

2. સ્ક્રબિંગ : ફેસિયલમાં બીજું સ્ટેપ આવે છે સ્ક્રબિંગ કરવું. સ્ક્રબિંગ કરવાથી ચહેરા પર રહેલા મૃત ત્વચાના કોષોને દૂર કરી શકાય છે. ડેડ સ્કિનને એક્સફોલિએટ કરવાથી ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે. આ માટે તમારે બે વસ્તુની જરૂર પડશે.

સ્ક્રબ કરવા માટે ટામેટાના પલ્પને કાઢીને તેમાં ખાંડ મિક્સ કરીને ચહેરા પર 2 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી તમારા ચહેરા પર રહેલી બધી ડેડ સ્કિન નીકળી જશે. આ મિશ્રણ ત્વચાને માત્ર શુદ્ધ કરવાની સાથે પોષણ પણ આપશે.

3. ટોનિંગ : સ્ક્રબિંગ કર્યા પછી ત્વચાના છિદ્રો ખુલી જાય છે. ત્વચા પર ટોનરનો ઉપયોગ કરીને ત્વચાનું pH સંતુલન ઠીક કરવામાં આવે છે. ટોનર કરવા માટે તમે ટામેટાંનો રસમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરો અને તેને રૂની મદદથી ચહેરા પર લગાવો. ટોનર પછી ચહેરા પર ગ્લો આવશે.

4. ફેસ પેક : ફેસિયલનું ચોથું સ્ટેપ છે ફેસપેક લગાવવાનું. ફેસ પેક ચહેરાને પોષણ આપે છે અને ત્વચાને ચુસ્ત રાખે છે. ફેસ પેક ત્વચાના રંગને નિખારે છે. ફેસ પેક બનાવવા માટે ટામેટાના રસમાં ચોખાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો.

હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ તેને સામાન્ય પાણીથી ધોઈ લો. તો અહીંયા તમારું ફેસિયલનું કામ થઇ જશે. જો તમારી ત્વચા સેન્સેટિવ હોય તો એકવાર નાનો ટેસ્ટ કરીને પછી જ ફેસિયલ કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા