દરેક વ્યક્તિને ખાવામાં ઘી ખાવાનું ગમે છે, પછી તે દાળમાં હોય, ખીચડીમાં હોય કે બીજી કોઈ વાનગીમાં હોય. ઘી સ્વાસ્થ્ય માટે પણ સારું છે અને તે ખાવાનો સ્વાદ પણ વધારે છે. બજારમાં મળતું તેલ અથવા રિફાઈન્ડની આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
એટલા માટે આપણે ઘણી વાનગીઓને ઘીમાં રાંધીએ છીએ. રોજેરોજ ઘીમાં રાંધવું મુશ્કેલ છે, તેથી આજે અમે તમને આ લેખમાં કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે ઘીની મદદથી રસોઈને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો છો.
દાળને બાફ્યા પછી ઘીનો છાંટો : જો તમે કોઈપણ દાળ બનાવતા હોય તો સૌથી પહેલા દાળને તેને કુકરમાં બાફી લો. બાફેલી દાળને ઘી નો તડકો કરીને દાળ રાંધવાથી દાળ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. જો તમે ચણાની દાળ બનાવતા હોવ તો તેમાં પણ આ જ રીત અપનાવીને બનાવી શકો છો.
રાંધ્યા પછી ઉપર ઘી રેડવું : જો તમે શરૂઆતમાં ઘી થી તડકો લગાવવા નથી માંગતા તો આ રીત અપનાવી શકો છો. પહેલા તમે દાળ કે શાક બનાવી લો અને છેલ્લે, એક નાની કડાઈમાં ઘી ઉમેરીને તેમાં સૂકા લાલ મરચાં અને હિંગ નાખીને ગરમ કરો અને તેને ખાવાની ઉપર રેડો (ગાર્નિશ કરો). આ ટિપ્સથી ખાવાનો સ્વાદ બે ગણો વધી જાય છે. તમે સીધું પણ ઘી ઉમેરી શકો છો.
દાળને શેકી લો : તમે દાળમાં વધુ સ્વાદ ઉમેરવા માટે આ પદ્ધતિ અપનાવી શકો છો. જો તમે દાળ બનાવતા હોય તો તેને ધોતા પહેલા તેને સારી રીતે સાફ કરી લો. હવે સાફ કરેલી દાળને એક પેનમાં ઘી નાખીને શેકી લો. શેકેલી દાળથી દાળ બનાવવાથી સ્વાદ સારો આવે છે.
ગૂંથેલા કણકમાં ઘી લગાવો : ઘણી વાર, ગૂંથેલી કણકને થોડા સમય રાખવાથી, તેના પર પીળું પડ થવા લાગે છે. આવી સ્થિતિમાં તમે ગૂંથેલી કણક પર ઘી લગાવીને રાખી શકો છો. આમ કરવાથી કણક પર પીળી પોપડી પડતી નથી. રોટલીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે રોટલી પર ઘી લગાવીને પીરસી શકો છો.
અમે તમારા માટે આવી જ મજેદાર રસોઈ સંબંધિત ટિપ્સ લાવતા રહીએ છીએ, તો જો તમને આ કિચન ટિપ્સ પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ માહિતી મળતી રહેશે.