આજે આપણે વાત કરીશું ઘાસ પર ચાલવા થી થતા ફાયદા વિશે. વૃદ્ધોએ હંમેશાથી એવું કહ્યું છે કે જીવનમાં જે આનંદ પ્રકૃતિની છાયામાં રહીને આવે છે તે જ આનંદ પથ્થરથી બનેલ મોંઘા માં મોંઘા મકાનમાં નથી આવતો. આજના યુગમાં દરેક અમીર બનવા માંગે છે, ખૂબ રૂપિયા કમાવા માંગે છે.
જેથી તે આરામથી જીવન ગુજારી શકે, પણ મહેલો અને બંગલામાં રહેતા લોકોને પણ ઘણી વખત સંતોષ નથી મળતો. અહીંયા વાત કરીશું કે ઘાસ વિષે, જે કુદરતે આપેલી ભેટ છે. જે અત્યાર ના મહેલો જેવા બંગલામાં જોવા મળતી નથી. તમે જો ગામડામાં રહેતા હોય તો તમને આ ઘાસ જોવા મળે છે. તો ચાલો હવે જાણીએ આ ઘાસ પર ચાલવાથી થયા ફાયદા વિષે.
સવારે ઉઘાડા પગે ખાસ પર ચાલવાના ફાયદા એક નહીં પણ અનેક છે. એવું કહેવાય છે કે ઘાસ પર ચાલવાથી આંખો તેજ બને છે. જો કોઈની આંખો નબળી હોય તો રોજ સવારે ઘાસ પર ચોક્કસ ચાલવું જોઈએ. વિશેષજ્ઞોનું માનવું છે કે ઘાસ પર ચાલવાથી પગ ના અંગુઠા અને પહેલી બે આંગળી ઉપર પ્રેશર આવવાથી આંખોને ફાયદો થાય છે. તે આપણે શાંતિ આપે છે.
સવાર સવારમાં જે વાતાવરણનો અહેસાસ થાય છે તે તમને આત્મિક શાંતિ પ્રદાન કરે છે. સવારમાં ઘાસની ઠંડક હોય છે જેનાથી આરામની અનૂભુતિ થાય છે અને પગમાં કોઈ પીડા હોય તો તકલીફ ચાલી જાય છે. આ સિવાય સવારે ફ્રેશ ઓક્સિજન મળે છે. સવારના તડકામાં વિટામિન ડીનું ભરપૂર પ્રમાણ હોય છે.
આજના સમયમાં ઓફિસોમાં અને કામ કરનારા લોકોને વિટામીન-ડી બહુ ઓછું મળે છે જે શરીર માટે ખૂબ જરૂરી છે. આ ફાયદો આપણા શરીરમાં મેગ્નેટિક ફિલ્ડ એટલે ચૂંબકીય ક્ષેત્રને મળે છે. ધરતીની અંદર એક પ્રકારનું ચુંબકીય તત્વ હોય છે. જો આપણે ઉઘાડા પગે જમીન પર ચાલીએ તો આ ચુંબકીય તત્વોના સંપર્કમાં આવે છે.
આ ચુંબકીય તત્વોના સંપર્કમાં આવવાથી ઘણી શારીરિક સમસ્યાઓથી મુક્તિ મળે છે. જો તમને પગમાં સોજા ચાંદા કે બળતરા જેવી કોઈપણ સમસ્યા છે તો તમારે ઘાસ પર 10-15 મિનિટ જરૂર ચાલો એવામાં ખુબ આરામ મળશે અને સાથે જ તમારા પગની દરેક સમસ્યા દૂર થશે.
આ પણ વાંચો: પગના તળિયા બળવા ના કારણો: તળિયામાં થતી બળતરાને આજીવન માટે દૂર કરી દેશે આ ઘરેલુ ઉપાયો.
ઘાસ પર ચાલવાથી ડાયાબિટીસના દર્દીઓને પણ ખાસ ઉપયોગી છે. ડાયાબિટીસના દર્દીઓને ખાસ કરીને પગ અને ઘૂંટણમાં દુખાવો રહે છે એવામાં ઘાસ પર ચાલવું ખૂબ જ ફાયદાકારક છે. રોજ ઘાસ પર ચાલવાથી પગ ના તળિયા માં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે જેનાથી લોહી અને શુગર કંટ્રોલમાં રહે છે.
હૃદયરોગ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. નિયમિત રીતે ઘાસ પર ચાલવાથી શરીરમાં લોહીનું પ્રમાણ તેજ થાય છે જે તમને હૃદય રોગની બીમારીથી દૂર રાખવામાં મદદ કરે છે. તે સિવાય તેનાથી લોહી પાતળું રહે છે, જે હૃદયની કોશિકાઓ સુધી સહેલાઈથી પહોંચે છે.
ઘાસ પર ચાલવાથી હાડકા મજબૂત બને છે. આજકાલની ખરાબ આદત ના કારણે લોકોના હાડકા કમજોર થઈ જાય છે. એવામાં ઘાસ પર ચાલુ તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી હાડકામાં કેલ્શિયમ વધે છે, જેનાથી હાડકા મજબૂત થાય છે.
આજકાલ કેટલાક લોકોમાં બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે લોકો કેટલાય પ્રકારની દવાઓનું સેવન કરે છે પરંતુ શુ તમે જાણો છો કે ઘાસ પર ચાલવાથી તમારી આ સમસ્યા પણ દૂર થઈ શકે છે અને બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.
Comments are closed.