gas problem solution in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણા લોકોને વારંવાર પાચનની સમસ્યા હોય છે. આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે જેમ કે વધુ તળેલું અને વધારે મસાલેદાર ખોરાક, જંક ફૂડ, અનિયમિત દિનચર્યા વગેરે. આ સિવાય પણ મોટાભાગના લોકોની આદત હોય છે કે તેઓ જમ્યા પછી તરત જ સૂઈ જાય છે, ટીવી, મોબાઈલ અને કોમ્પ્યુટર વગેરે પર બેસીને કામ કરવાનું ચાલુ કરી દેતા હોય છે.

જેના કારણે ખાવાનું બરાબર પછી શકતું નથી. જો તમે પણ પાચનની સમસ્યાથી પરેશાન થઇ ગયા છો અને તમારી જોડે ખોરાક ખાધા પછી ચાલવાનો સમય નથી, તો તમે ભોજન કર્યા પછી 5 થી 10 મિનિટ સુધી આ સરળ યોગ કરીને તમારા પાચનમાં સુધારો કરી શકો છો.

જે આસનનું નામ વજ્રાસન છે. આ આસન કરવાથી પાચન શક્તિ મજબૂત થાય છે પણ સાથે તેના બીજા ઘણા ફાયદા પણ છે. આ યોગને કેવી રીતે કરવું, જાણો તેના ફાયદા અને કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો જાણો.

ખાધા પછી કરો વજ્રાસન

વજ્રાસન એટલે કે તેનું નામ વજ્ર એટલે ગર્જના છે. આ આસન તમારા પાચન શક્તિમાં સુધારો ચોક્કસ કરે છે, પણ સાથે સાથે તમારા શરીરને મજબૂત અને સ્થિર બનાવે છે. આ એકમાત્ર આસન છે જે ખાધા પછી કરી શકાય છે. આ આસન કરવાથી પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે.

તમને ગેસ અને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે. દરરોજ થોડો સમય આ આસન કરવાથી તમારા ખભા અને કરોડરજ્જુ ની સમસ્યા દૂર થાય છે અને સીધી રહે છે. આ સિવાય પગના સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે.

વજ્રાસન કેવી રીતે કરવું

સૌથી પહેલા બંને પગને પાછળની તરફ વાળીને ઘૂંટણને સામે લાવો અને નીચે બેસી જાઓ. તમારા પગની એડીઓ બહારની તરફ હોવી જોઈએ અને તેમની વચ્ચે થોડું અંતર રાખવું જોઈએ, એની સાથે તમારા બંને અંગૂઠા અંદરની બાજુ હોવા જોઈએ, બંને અંગૂઠા એકબીજાની આજુબાજુ હોવા જોઈએ.

હવે તમારા પગ પર એવી રીતે બેસો કે તમારા નિતંબ તમારા પગની વચ્ચે રહે. બંને હાથ ઘૂંટણની ઉપર રાખો અને કરોડરજ્જુ સીધી રાખીને બેસી જાઓ. થોડો વાર માટે આ સ્થિતિમાં બેસો અને ઊંડા શ્વાસ લો.

વજ્રાસન કરતી વખતે ધ્યાનમાં રાખવાની જેવી બાબત

જે લોકોના હાડકાં નબળા, સાંધાનો દુખાવો, સંધિવાની સમસ્યા છે, તેમણે આ આસન ના કરવું જોઈએ. વજ્રાસન કરતી વખતે ધ્યાનમાં રાખો કે શરીરને વધુ પાછળની બાજુ ના ખેંચો, ફક્ત સંતુલન જાળવવા માટે શરીરને સીધું રાખો.

આ આસન કરતી વખતે તમારું પૂરેપૂરું ધ્યાન તમારા શ્વાસ પર રાખવું જોઈએ કારણ કે તે તમારા મનને પણ શાંત કરશે. આ આસન ભોજન કર્યા પછી 5 મિનિટ સુધી કરવું જોઈએ. આ તમારા ખોરાકને પચવામાં મદદ કરે છે. એકવાર પ્રેક્ટિસ થઈ ગયા પછી તમે આ સમયગાળો 5 થી 10 મિનિટ સુધી કરી શકો છો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા