gas burner cleaning tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા જાણીયે છીએ કે દરરોજ ઘરની સાફ સફાઈ કરવી જોઈએ અને એ પણ જાણીયે છીએ ઘરના બધા ભાગોમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતું રસોડું, તેને પણ ઘરના બાકીના ભાગની જેમ સ્વચ્છ રાખવું જોઈએ.

પરંતુ જ્યારે રસોડાની સફાઈની વાત આવે છે ત્યારે આપણે માત્ર ફર્શ, રસોડાની દિવાલો અને વાસણોને જ વધારે મહત્વ આપીએ છીએ, પરંતુ રસોડામાં રહેલા તમામ ઉપકરણોને સ્વચ્છ રાખવા એટલા જ મહત્વપૂર્ણ છે. આ ઉપકરણોમાં સૌથી મહત્વપૂર્ણ આવે છે ગેસ સ્ટવ, કારણ કે તેના પર દરરોજ ત્રણ ટાઈમ ખોરાક રાંધવામાં આવે છે.

જો કે લગભગ તમામ ઘરોમાં મહિલાઓ રાત્રે સૂતા પહેલા ગેસ સ્ટવ સાફ કરે છે, પરંતુ આ સફાઈ માત્ર ગેસ સ્ટવની બોડીની જ હોય છે. દરરોજ ગેસ બર્નરને સાફ કરવું એ પણ સરળ કામ નથી. કેટલીકવાર ગૃહિણીઓ ગેસ બર્નરની સાફ સફાઈ પર ધ્યાન આપતી નથી.

આવી સ્થિતિમાં ગેસ બર્નર કાળુ પડી જાય છે અને તેના કાણા એટલે કે છિદ્રોમાં ગંદકી જમા થાય છે અને છિદ્રો બંદ થઇ જાય છે. જેના કારણે ઘણી વખત ગેસ બર્નરમાં આગ પણ બરાબર નીકળી શકતી નથી અને ગેસ લીક ​​થવાની દુર્ગંધ આવવા લાગે છે.

એવામાં મહિલાઓ એજ જ રસ્તો અપનાવે છે કે તેઓ પૈસા ખર્ચીને ગેસ બર્નર ઠીક કરાવે છે અથવા નવું બર્નર લગાવે છે. પરંતુ આજે અમે તમારી કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ તેની મદદથી તમે માત્ર 2 મિનિટમાં જ ગેસ બર્નરને સાફ કરીને નવાની જેમ ચમકાવી શકો છો અને તેમાં જમા થયેલી ગંદકીને પણ બહાર કાઢી શકો છો.

મીઠું અને લીંબુની છાલ : લીંબુથી વાસણો નવાની જેવા ચમકાવી શકાય છે. ખાસ કરીને જો પિત્તળના વાસણો હોય તો તેને લીંબુથી સાફ કરવામાં આવે તો તે નવા જેવા ચમકે છે. એ જ રીતે જો ગેસ બર્નર પિત્તળનું હોય તો તમે તેને લીંબુથી પણ સાફ કરી શકો છો. ચાલો જાણીએ કે કેવી રીતે સાફ કરી શકાય.

સામગ્રી : 1 મોટું લીંબુ અને 1 નાની ચમચી મીઠું. ગેસ બર્નરને સાફ કરવા માટે સૌથી પહેલા તમે રાત્રે સૂતા પહેલા ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને ગેસ બર્નરને રાખો. બીજા દિવસે સવારે ઉઠીને તે જ લીંબુની છાલ પર મીઠું લગાવીને બર્નરને સાફ કરો. ફક્ત 2 મિનિટમાં ગેસ બર્નર ચમકવા લાગશે. આ રીતે તમે દર 15 દિવસે ગેસ બર્નરને સાફ કરી શકો છો.

ઇનો : ઇનોનો ઉપયોગ તમે ઘણી બધી વાનગીઓ બનાવવામાં કરતા જ હશો, પરંતુ તમને જણાવી દઈએ ઈનો વાસણો સાફ કરવા માટે પણ સારો વિકલ્પ છે. તે તમને માર્કેટમાં માત્ર 8 થી 10 રૂપિયામાં મળી જશે. જો તમે ઇનોથી ગેસ બર્નર સાફ કરો છો તો તમારે વધુ મહેનત નહિ કરવી પડે. તો ચાલો તમને જણાવીએ કે ઈનોથી ગેસ બર્નરને કેવી રીતે સાફ કરી શકાય છે.

જરૂરી સામગ્રી : 1/2 કપ ગરમ પાણી, 1 મોટી ચમચી લીંબુનો રસ, 1 પેકેટ ઈનો, 1 નાની ચમચી પ્રવાહી ડીટરજન્ટ અને 1 જૂનું ટૂથબ્રશ. ગેસ બર્નર સાફ કરવા માટે, સૌથી પહેલા તમારે એક બાઉલમાં ગરમ ​​પાણી લેવાનું છે. પછી, તમે પાણીમાં લીંબુનો રસ અને ઈનો બંનેને ઉમેરો. ઇનોને ધીમે ધીમે ઉમેરો અને બાઉલમાં ગેસ બર્નરને ડુબાડીને 15 મિનિટ માટે ઢાંકીને રાખો.

હવે જ્યારે તમે 15 મિનિટ પછી જોશો તો બર્નર લગભગ સાફ થઈ જશે. અને જો થોડો કચરો રહી ગયો હોય તો તમે ટૂથબ્રશ પર લિક્વિડ ડિટર્જન્ટ લગાવીને તેને સાફ કરી શકો છો. જો તમે આ રીતે દર 15 દિવસે તમારા ગેસ બર્નરને સાફ કરશો તો તમારે તેને બ્રશથી સાફ કરવાની પણ જરૂર નહીં પડે.

વિનેગર : વિનેગરનો ઉપયોગ ઘણી બધી ખાવા પીવાની વસ્તુઓમાં થાય છે. પરંતુ તમે તેનો ઉપયોગ સફાઈ માટે પણ કરી શકો છો. ખાસ કરીને વિનેગારથી ગેસ બર્નર ખૂબ જ સારી રીતે સાફ કરી શકાય છે.. ચાલો તો તમને જણાવીએ કે કેવી રીતે સાફ કરી શકાય.

સામગ્રી : 1/2 કપ વિનેગર અને 1 મોટી ચમચી ખાવાનો સોડા. સૌથી પહેલા એક બાઉલમાં વિનેગર નાખો. હવે તેમાં 1 મોટી ચમચી ખાવાનો સોડા ઉમેરો. બેકિંગ સોડામાં એક્સફોલિએટિંગ ગુણ હોય છે જે ગેસ બર્નરની અંદર છુપાયેલી તમામ ગંદકીને બહાર લાવે છે. હવે આ મિશ્રણમાં ગેસ બર્નરને બોળીને આખી રાત રહેવા દો. સવારે તમે તેને ટૂથબ્રશથી 2 મિનિટમાં સાફ કરી લો. ગેસ બર્નર નવાની જેમ ચમકવા લાગશે.

અમને આશા છે આ કિચન ટિપ્સ તમને જરૂર થી ગમી હશે, તો આ કિચન ટિપ્સને બીજી મહિલાઓને પણ જણાવો, જેથી તેમનું રસોડાનું કામ સરળ બની જાય, આવી જ વધુ કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા