garud puran in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

હિંદુ ધર્મમાં 17 પુરાણોનો ઉલ્લેખ જોવા જોવા મળે છે. દરેક પુરાણમાં જીવનથી લઈને મૃત્યુ અને મૃત્યુ પછી પુનર્જન્મ સુધીની દરેક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. જો કે દરેક પુરાણનું પોતાનું અલગ મહત્વ હોય છે, પરંતુ હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચાલો જાણીએ આ પાછળનું કારણ.

ગરુડ પુરાણ મૃત્યુ સાથે સંબંધિત ઘટનાઓ સાથે સંબંધિત છે. આ જ કારણ છે કે જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે તો મૃત્યુ પછી આખા 13 દિવસ સુધી ઘરમાં ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે. જેથી મૃત્યુ પામેલા વ્યક્તિની આત્માને શાંતિ મળે અને મોક્ષ મળે.

હિંદુ ધર્મમાં ગરુડ પુરાણમાં ઉલ્લેખિત માહિતી સાથે સંબંધિત ઘણા અલગ અલગ ગ્રંથો પણ લખવામાં આવેલા છે. તેમજ ગરુડ પુરાણમાં પહેલા પણ ઘણા સંશોધન કરવામાં આવેલા છે અને હજુ પણ કરવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મહાભારતના લેખક મહર્ષિ વેદ વ્યાસે પુરાણોની રચના કરી હતી. બીજી તરફ જો ગરુડ પુરાણની વાત કરીએ તો તેમાં કુલ 19 હજાર શ્લોક છે જેમાં ભગવાન વિષ્ણુના 24 અવતારો વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે.

ગરુડ પુરાણમાં સૂર્ય સહિત તમામ ગ્રહો અને નવી શક્તિઓ સાથે જોડાયેલા રહસ્યો પણ લખવામાં આવેલા છે. આ સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ગરુડરાજ વચ્ચે થયેલી જીવન-મૃત્યુની વાતો પણ આ પુરાણમાં લખવામાં આવી છે.

ગરુડ પુરાણ હિંદુ ધર્મના અન્ય 18 પુરાણોમાં 7મું છે. જેના કારણે ગરુડ પુરાણમાં અન્ય તમામ પુરાણોનો સાર વર્ણવવામાં આવેલો છે. આ કારણથી ગરુડ પુરાણને અન્ય 17 પુરાણોની તુલનામાં વધુ મહત્વ આપવામાં આવે છે અને તેથી તેને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

અમે તમને હિન્દુ ધર્મના 18 પુરાણોના નામ પણ જણાવી રહયા છીએ. તેમનાં નામો આ પ્રમાણે છેઃ બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, ભાગવત પુરાણ, નારદ પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, લિંડગ પુરાણ, વારાહ પુરાણ, સ્કન્દ પુરાણ, વામન પુરાણ. કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ, બ્રહ્માંડ પુરાણ.

તો આ હતું હિંદુ ધર્મના 17 પુરાણોમાં ગરુડ પુરાણ શ્રેષ્ઠ હોવા પાછળનું કારણ. જો તમને પણ આ માહિતી ઉપયોગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા