કોઈપણ ઘરમાં ગરોળી દેખાય છે ત્યાં મોટી સમસ્યા બની શકે છે. ઘણા લોકો આનાથી ડરતા હોય છે અને ઘરની સ્વચ્છતા મુજબ તે સારું નથી. ઘણા લોકો ઘરમાં ગરોળીની હાજરીને અશુભ માને છે અને તેમને લાગે છે કે ઘરમાં તેની હાજરી ખરાબ નસીબ લાવે છે.
કારણ ગમે તે હોય, ઘરમાં ગરોળી હોવી યોગ્ય નથી લાગતી અને લોકો તેનાથી છુટકારો મેળવવાના ઘણા ઉપાયો પણ કરતા હોય છે. ઘણા લોકો આ માટે મોંઘી દવા પણ લાવે છે, જ્યારે ઘણા લોકો ઝાડુ કે ચપ્પલથી ગરોળીને ભગાડવાનો પ્રયાસ કરે છે.
ઘરમાં આવતી ગરોળીને લઈને અનેક પ્રકારની ટિપ્સ અપનાવી શકાય છે. તો ચાલો આજે તમને તેનાથી સંબંધિત ટિપ્સ વિશે જણાવીએ. ખાસ વાત એ છે કે આ ઉપાયમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી ઘરે સરળતાથી મળી રહે છે અને તમારે તેના માટે 10 રૂપિયા જેટલો ખર્ચ થઇ શકે છે.
1. કાળા મરીનો સ્પ્રે બનાવો : આ માટે તમે કાળા મરી અથવા તેનો પાઉડરનો ઉપયોગ કરી શકો છો. આ માટે માત્ર એક ચમચી કાળામરીની જરૂર પડશે અને તે તમારા ઘરમાં સરળતાથી મળી જશે. આમાં તમારો ખર્ચ એકદમ ઓછો થશે.
જો તમે કાળા મરી લેતા હોવ તો તેને ક્રશ કરો અને જો તમે પાવડરનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેને પાણીમાં મિક્સ કરો. તેને ખાલી સ્પ્રે બોટલમાં મિક્સને કરીને ભરી લો. તેને 1 દિવસ સુધી બોટલમાં ભરીને રાખો અને પછી જ્યાં પણ ગરોળી દેખાય ત્યાં તેનો છંટકાવ કરો. આનાથી ગરોળી આવતી ઓછી થઇ જશે.
2. ગરોળીને ભગાડવા માટે ડુંગળી અને લસણ : તમને જણાવી દઈએ કે આ પદ્ધતિમાં તમારે પણ થોડા સમય માટે ડુંગળી અને લસણની તીવ્ર ગંધ સહન કરવી પડશે. આ માટે તમારે ફક્ત કરવાનું છે કે જ્યાં ઘણી બધી ગરોળી હોય ત્યાં કાચા લસણની કળીઓ અને સમારેલી ડુંગળી તે જગ્યાએ રાખવાનું છે.
આની ગંધ તમને થોડી પરેશાન જરૂર કરશે, પરંતુ તેનાથી ગરોળીને વધુ પરેશાની થશે. ડુંગળી અને લસણ 1-2 દિવસમાં સુકાઈ જશે પરંતુ તમે તેને દૂર કરશો નહીં. ગરોળીની ઇન્દ્રિયો ખૂબ જ ગજબની હોય છે અને આવી સ્થિતિમાં સૂકું લસણ-ડુંગળી પણ તેમને ઘણા દિવસો સુધી ઘરથી દૂર રાખવામાં કારગર સાબિત થશે.
3. ઈંડાના છાલથી ગરોળી ભગાડો : ઈંડા લગભગ 10 રૂપિયામાં સરળતાથી આવી જશે અને તમે તેનો ઉપયોગ ઘરે ખાવા માટે પણ કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે ગરોળીથી છુટકારો મેળવવા માટે ઈંડાના છાલ ખૂબ જ અસરકારક રીત સાબિત થઈ શકે છે.
ઈંડાના છાલમાંથી એક પ્રકારની ગંધ નીકળે છે, જે ગરોળીને ભગાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. હવે જ્યાં પણ ઘરમાં ગરોળી દેખાય છે ત્યાં ઈંડાની છાલને મૂકી દો. ગરોળી ત્યાં આવશે પણ નહીં.
4. મોરના પીંછા : આ કુદરતનો ખેલ છે મોરના પીછાની ગંધથી ગરોળીને ભાગી જાય છે. જો કે, કેટલાક લોકો માને છે કે આ ઉપાય લાંબા સમય સુધી કામ નથી કરતો, પરંતુ તેમ છતાં, જો તમે ગરોળીને નુકસાન પહોંચાડ્યા વગર ભગાડવા માંગતા હોય તો આ ઉપાય કરી શકો છો. જો ગરોળી વધારે હશે તો આ ઉપાય અસરકારક સાબિત થશે નહીં.
5. નેપ્થલિન બોલ્સનો ઉપયોગ : નેપ્થલિન બોલ પેકેટની કિંમત 50 થી 200 રૂપિયા હોઈ શકે છે, પરંતુ ગરોળીથી છુટકારો મેળવવા માટે તમારે ફક્ત 1-2 બોલની જરૂર પડશે અને તમારું આ કામ 10 રૂપિયામાં થઈ જશે. તમારે ફક્ત, જ્યાંથી ગરોળી આવે છે ત્યાં મુકવાનું છે.
ધ્યાનમાં રાખો કે ગરોળી ઘરની ભેજવાળી અને ગરમ જગ્યાઓ જેમ કે રસોડાના સિંકની નીચે, કબાટ વગેરેમાં સરળતાથી પ્રજનન કરી શકે છે કારણ કે આ તેમના માટે સારી જગ્યા છે. તમારે હંમેશા તેને સાફ કરતા રહેવું પડશે.
જો તમારા ઘરમાં ગરોળી છે અને છુટાકરો મેળવવા માંગતા હોય તો આ ઉપાયો કરી શકો છો. આવી વધુ માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.