ganesh visarjan gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દેશના ઘણા રાજ્યોમાં ગણેશ ઉત્સવne લોકો ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવે છે. દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની જન્મજયંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકો આ તહેવારને ખુબ જ ભક્તિભાવથી ઉજવે છે.

ગણેશ ચતુર્થી પછી ગણેશજીની 10 દિવસ સુધી વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે, ત્યારબાદ 10 દિવસ પછી ગણેશ વિસર્જન કરવામાં આવે છે પરંતુ તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આખરે ગણેશ વિસર્જન 10 દિવસ પછી જ શા માટે કરવામાં આવે છે? તો આવો જાણીયે તેની પાછળની દંતકથા.

મહાભારત સાથે જોડાયેલ છે ખાસ કારણ : દંતકથા અનુસાર, ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષમાં થયો હતો જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે ઓળખીએ છીએ. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસથી મહાભારત લખવાનું શરૂ થયું હતું.

તમે જાણતા જ હશો કે મહાભારતની રચના મહર્ષિ વેદ વ્યાસે કરી હતી. આ માટે મહર્ષિ વેદ વ્યાસે ભગવાન ગણેશને મહાભારતની રચના માટે તેમને લખવાની પ્રાર્થના કરી હતી. પરંતુ ગણેશજીએ તેમની સમક્ષ એક શરત મૂકી હતી કે જો તેઓ લખવાનું શરૂ કરશે તો તેઓ તેમની કલમ લખવાની બંધ નહીં કરે.

આ સાથે એમ પણ કહ્યું હતું કે જો તેમની કલમ બંધ થઈ જશે તો તેઓ લખવાનું બંધ કરી દેશે. જે પછી મહર્ષિ વેદ વ્યાસે ગણેશજીને કહ્યું કે ‘ભગવાન ગણેશ, તમે વિદ્વાનોમાં સૌથી આગળ છો અને હું એક સામાન્ય ઋષિ છું’. તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘જો મારાથી કોઈ શ્લોકમાં કોઈ ભૂલ પડે છે તો તમે તેને સુધારીને લખશો.

આ પછી મહાભારત લખવાની શરૂઆત થઇ હતી. મહાભારત લખવાનું કામ સતત 10 દિવસ ચાલ્યું અને અનંત ચતુર્થીના દિવસે જ્યારે ગણેશજીએ મહાભારત લખવાનું પૂર્ણ કર્યું ત્યારે તેમના શરીર ધૂળ અને માટીથી ઢંકાયેલું હતું.

ત્યારે ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને પોતાના શરીરની ધૂળ અને માટી સાફ કરી હતી. આ જ કારણ છે કે ગણપતિ સ્થાપના માત્ર 10 દિવસ માટે જ કરવામાં આવે છે. ત્યારબાદ 10 દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.

ગણેશ ઉત્સવમાં મન સાફ થાય છે : એવું કહેવાય છે કે ગણેશ ઉત્સવના 10 દિવસ શાંત મન સાથે રહેવું જોઈએ. એક માન્યતા એવી પણ છે કે જે રીતે ગણેશજીએ શરીર પરથી માટી અને ધૂળ સાફ કર્યું હતું તેવી જ રીતે આપણે આ તહેવારમાં નકારાત્મક વિચારોને દૂર કરીને આપણા મનમાં રહેલા મેલને સાફ કરવાનો સમય આ છે.

દરેક શુભ કામ કરતા પહેલા ગણેશજીને યાદ કરવામાં આવે છે તેથી એવું પણ માનવામાં આવે છે કે ભગવાન ગણેશની સાચી ભક્તિ અને વિધિ-વિધાનથી પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.

તો હવે તમે પણ જાણી ગયા હશો કે ગણેશજીને 10 દિવસ પછી કેમ વિસર્જન કરવામાં આવે છે જો તમને આ લેખ ગમ્યો હોય આવા જ બીજા લેખો માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા