Cause of quarrel between husband and wife
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે ક્યારેક તો લોકોને એવું કહેતા સાંભળ્યા જ હશે કે જ્યાં સૌથી વધુ પ્રેમ હોય છે ત્યાં જગાડો પણ થાય છે. આ એક કેહવત છે જે બે વ્યક્તિઓ વચ્ચેની લડાઈને કેવી હોય તે સમજાવવા માટે પૂરતી છે.

લગ્ન પછી દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે પોતાના પાર્ટનર સાથે ખુશ રહે પરંતુ તેમ છતાં કોઈને કોઈ વાતને લઈને ઝઘડો થઇ જ જાય છે. જો કે તમે પણ કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખીને લડાઈ ઝગડાથી બચી શકો છો. ચાલો જાણીએ સંબંધોમાં કયા કારણોસર લડાઈ થાય છે.

વાતને ના સમજવી : પાર્ટનરની વાત ન સમજવાને કારણે પણ ઝઘડો થવા લાગે છે. 2 લોકો વચ્ચે કોઈપણ વાત માટે અલગ-અલગ વિચારો હોઈ શકે છે પરંતુ બીજાના દૃષ્ટિકોણને દબાવવો ખોટું છે. આવી સ્થિતિમાં તમે તમારી સાથે સાથે સામેની વ્યક્તિની વાતોને પણ સમજવાનો પ્રયત્ન કરો. સમજો પણ ખરા અને તેઓ આવું કેમ બોલી રહ્યા છે તે પણ જાણવું જરૂરી છે.

ખોટું બોલવું : જૂઠું બોલવાથી તમે થોડા સમય માટે બચી શકો છો પરંતુ ક્યારેક તો સાચું બહાર આવી જ જાય છે. ઘણીવાર લોકો વસ્તુઓ કે વાતને છુપાવવા માટે જૂઠું બોલે છે. જેના કારણે થોડા સમય માટે પરીસ્થિતિ નિયંત્રણમાં રહે છે, પરંતુ જ્યારે સત્ય ખબર પડે ત્યારે મામલો સંભાળવો મુશ્કેલ બની જાય છે.

સારું એ જ છે કે તમે હંમેશા તમારા પાર્ટનરને દરેક વાત સાચી કહો. જૂઠું બોલવાને કારણે દંપતી વચ્ચેનો વિશ્વાસ ઓછો થઈ જાય છે અને પછી આગળ જતા તમે સાચું બોલશો તો પણ તમારું પાર્ટનર ખોટું સમજવા લાગે છે.

સ્પેશિયલ ફીલ ન કરાવવું : આપણે બધા ઇચ્છીએ છીએ કે કોઈ આપણને સારું ફીલ કરાવે, પછી તે આપણો જન્મદિવસ હોય કે વેડિંગ એનિવર્સરી (લગ્નની વર્ષગાંઠ) હોય. પરંતુ આવી સ્થિતિમાં ઘણી વખત આપણે આપણા કામમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે સ્પેશિયલ ફીલ કરાવવાનું તો દૂર છે પણ જન્મદિવસની શુભેચ્છા કરવાનું પણ યાદ નથી રહેતું.

આવી નાની-નાની વાતો પાર્ટનરને વધુ ખરાબ લગાડે છે. તેમને લાગે છે કે તેમની માટે અમે મહત્વપૂર્ણ નથી. જો તમે કામમાં વ્યસ્ત હોવ તો પણ થોડા દિવસો પછી પ્લાનિંગ કરીને તમે સ્પેશિયલ ફીલ કરાવી શકો છો.

બીજા લોકોને વધુ મહત્વ આપવું : કોઈના જીવનસાથી તરીકે તામરી ફરજમાં આવે છે કે તેને મહત્વ આપો. તેની સંભાળ રાખો અને હંમેશા તેની સાથે સુખ દુઃખમાં ઉભા રહો. જો તમે મહત્વ નથી આપતા તો તેઓ એકલા અનુભવે છે અને તેના કારણે ઝગડો શરુ થાય છે.

શંકા કરવી : કેટલીકવાર એવી પરિસ્થિતિ પણ આવી જાય છે કે જ્યારે આપણે આપણા પાર્ટનર પર શંકા કરી બેસીએ છીએ. આમ કરવાથી પણ સંબંધોમાં તિરાડ અને ઝઘડા પણ થાય છે. આજકાલ તો છૂટાછેડા થવાનું પણ આ એક મુખ્ય કારણ છે.

તો આ હતા કેટલાક કારણો જેના કારણે કપલ વચ્ચે લડાઈ ઝગડા થાય છે. આ સિવાય પણ કોઈ કારણો હોય તો અમને જણાવજો. તો આ વિષય વિશે શું વિચારો તે પણ જણાવજો?.આવા જ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા