gajar halwa
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

જોતા જ મોંઢા માં પાણી આવી જાય એવો ગાજર નો હલવો આજે આપણે ઘરે બનાવીશું. આ ગાજર ના હલવા માં માવા નો ઉપયોગ કરેલો નથી. ફક્ત દૂધ ઉમેરી ને આ હલવો બનાવેલો છે. આની અંદર એક સિક્રેટ વસ્તુ ઉમેરી લઈશું તો દૂધ માંથી જ કણીદાર માવો તૈયાર થઇ જશે. હવે એક વસ્તુ કઈ છે તે આગળ ખબર પડશે. તો ચાલો જોઈ લઈએ.

સામગ્રી:

  • ૩/૪ ગાજર
  • ફૂલ ફેટ દૂધ (અમૂલ ગોલ્ડ) -૫૦૦ ગ્રામ
  • ૨ ચમચી મલાઈ
  • ખાંડ ૧ કપ ( જરૂર મુજબ)
  • સૂકી દ્રાક્ષ, બદામ, કાજુ
  • અડધી ચમચી જાયફળ,
  • ૧ ચમચી ઇલાયચી
  • ૧ ચમચી ખસખસ, ૧ ચપટી રેડ ફૂડ કલર ( આ બંને ઓપ્શનલ છે.)

બનાવાની રીત:

સૌ પ્રથમ મે અહીંયા ૩/૪ ગાજર લીધા છે. તેણે સારી રીતે ધોઈ ને સાફ કરી લેવા. જ્યારે પણ તમે હલવો બનાવી રહ્યા છો તો ધ્યાન રાખો કે લાલ ગાજર નો જ ઉપયોગ કરવાનો છે. હવે આ ગાજર ને છીણી લઈશું. વચ્ચે રહેલા વ્હાઇટ ભાગ ને નીકળી દેવાનો જો તમે નહી નીકાળો તો હલવો થોડોક કડવો બનશે.

એક કડાઈ લો. અને તેમાં ૧/૩ કપ જેટલું ઘી ઉમેરો. ઘી ને આપડે સારી રીતે ગરમ થવા દઈશું. જ્યારે ઘી ગરમ થઈ જાય ત્યારે એમાં આપણે ગાજર ની છીણ એડ કરીશુ. હવે આપણે આ છીણ ને ૨/૩ મિનિટ માટે ઘી માં શેકી લઈશું (ગેસ ની flame ફૂલ જ રાખવાની છે). શેકી લીધા પછી આપણે હવે તેમાં દૂધ ઉમેરી દઈશું (ગેસ ને flame 🔥 મિડિયમ રાખવાની છે.) અહીંયા અમે ૫૦૦ ગ્રામ ફૂલ ફેટ વાળું દૂધ લીધેલું છે. મે અહીંયા કાચું દૂધ લીધેલું છે (જો તમારી જોડે કાચું દૂધ ન હોય તો ત મે ઉકાળેલું દૂધ પણ લઈ શકો છો).

gajar halwa

 

હવે આપણે ૧ ચમચી ઘર ની મલાઈ એડ કરીશું. આપણે હલવા માં માવા નો ઉપયોગ નથી કરી રહ્યાં એટલે માવાને ટેસ્ટી બનાવવા માટે મલાઈ લીધેલી છે. હવે આપણે સતત હલાવતા રેહવાનું છે. ગેસ ની 🔥 flame ફૂલ કરી દઈશું. હવે આપણે આપણું સિક્રેટ વસ્તુ એડ કરીશું એ છે ફટકડી પાઉડર તો ૨ ચપટી જેટલી ફટકડી પાઉડર એડ કરીશું. (આનાથી હલવાં નો ટેસ્ટ બિલકુલ ખરાબ નહિ થાય). ફટકડી ના લીધે જ આપણો આ ગાજર નો હલવો કણીદાર બનશે. ગેસ ને ફૂલ j રાખવાનો છે અને સતત હલાવતા રહીશું.

હવે આપણે એમાં ૧/૩ કપ જેટલું ખાંડ એડ કરીશું (તમે તમારી રીતે એડ કરી શકો છો.). હવે આ ખાંડ ને આપણે હળવા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ૧૦ મીનીટ માટે ઢાંકણ ને ઢાંકી દઈશું જેથી કરીને દૂધ સારી રીતે ઉકરશે અને ફાટશે તો કણીદાર થશે.

૧૦ મિનિટ પછી ચેક કરી લઈશું તો આપણું દૂધ સરસ રીતે ફાટી ગયું હશે અને માવાની કણીઓ તમને જોવા મળશે. તો તમને જોવા મળશે કે માવા વગર પણ એક સિક્રેટ વસ્તુ એટલે ફટકડી એડ કરીને પણ હલવો સરસ રીતે બનાવી શકાય છે અને એકદમ પરફેક્ટ અને સ્વાદિષ્ટ હલવો બનશે આમાં સ્વાદ માં ક્યાંય પણ ફેર નહિ પડે. આ રીત તમે પણ જરૂર ટ્રાય કરજો. હવે ગેસ મિડીયમ કરીને આમાં તમે સુખી દ્વાક્ષ, બદામ, કાજુ (ડ્રાય ફ્રુટ તમે તમારી મરજી મૂજબ વધારે ઓછું એડ કરી શકો છો).

ત્યારબાદ અડધી ચમચી જાયફળ પાઉડર અને ૧ ચમચી ઇલાયચી પાઉડર એડ કરીશું. ત્યારબાદ ૧ ચમચી ખસખસ ઉમેરિશું (ઓપ્શનલ છે.) છેલ્લે તમે રેડ ફૂડ કલર એડ કરી શકો છો જેથી હલવા નો કલર ખૂબ જ સરસ આવશે (આ પણ ઓપ્શનલ છે). હવે તમે સતત હલાવતા રેહવું જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી હલવાને ઘટ્ટ કરવાનો છે. ૬/૭ મિનિટ પછી તમને ઘી છૂટું પડેલું જોવા મળશે અને સુગંધ પણ આવવા લાગશે. તૈયાર ગયા પછી તમે એના પર કાજુ, પિસ્તા, બદામ થી ગાર્નિશ કરી લઈશું. તો તૈયાર છે ગાજર નો હલવો.

તો મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો:👉 રસોઈ ની દુનિયા

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

3 replies on “એક સિક્રેટ વસ્તુ ઉમેરી માવા વગર કણીદાર માવા જેવો ગાજર નો હલવો બનાવાની રીત”