ઘરે સરળ રીતે લીલી મગ દાળ બનાવાની રીત

0
349
gujarati Moong Dal

આજે આપણે બનાવીશું લીલી મગ દાળ, આ મગ દાળ બનાવવી એકદમ સરળ અને ઝડપી તૈયાર થઈ જાય છે. જો તમે નીચે બતાવ્યા મુજબ મસાલા કરસો તો તમારી મગ દાળ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. તો રેસિપી જોઇલો અને ઘરે બનાવાનો પ્રયત્ન કરજો.

સામગ્રી :

  1. 1 કપ બાફેલા મગ
  2. 1 ટેબલ સ્પુન તેલ
  3. 1 ટી સ્પુન જીરૂ
  4. 1/4 ટી સ્પુન હીંગ
  5. 1 કપ ટામેટા સમારેલા
  6. 1/2 કપ કાંદા સમારેલા
  7. 1/2 ટી સ્પુન લસણ પેસ્ટ
  8. 1/2 ટી સ્પુન આદુ પેસ્ટ
  9. 1 ગ્રીન મરચી
  10. 1/4 ટી સ્પુન હળદર
  11. 1 ટી સ્પુન લાલ મરચી પાવડર
  12. 2 ટી સ્પુન ધાણા પાવડર
  13. 1/4 ટી સ્પુન ગરમ મસાલા
  14. 1 ટી સ્પુન લીંબુ નો રસ
  15. 1 ટેબલ સ્પુન કોથમીર સમારેલી
  16. સ્વાદ મુજબ મીઠું

gujarati Moong Dal

 

રીત :

  1. દાળને ધોઈ આખી રાત અથવા 4 કલાક પલાળી રાખો.
  2. દાળને મીઠું, હળદર નાખી કુકરમાં રાંધો.
  3. પેનમાં તેલ ગરમ કરો. હીંગ,જીરાનો વઘાર કરો
  4. આદુ -લસણની પેસ્ટ, ગ્રીન મરચી સાંતળો.
  5. કાંદા નાખી સોનેરી થાય ત્યાં સુધી રાંધો.
  6. ટામેટા નાખી રાંધો.
  7. લાલ મરચી પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલા, હળદર નાખી મિક્સ કરો.
  8. મીઠું નાખી મસાલા ચડાવો.
  9. દાળ નાખી દો.
    10. પાણી નાખી થોડું દાળને ચડાવો.
  10. લીંબુ, કોથમીર નાખો. દાળ તૈયાર.