અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમને સરળ રીતે બાજળી નો રોટલો ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે બતાવીશું. બાજળી  નો રોટલો હાથેે ટીપીને બનાવવો બહુંજ સરળ છે. બાજળી ઘઉં કરતાં વધારે હેલ્થ માટે સારી હોય છે. શિયાળા માં લોકો ઘઉં કરતાં બાજરી વધું ખાવાનું પસંદ કરતાં હોય છે. તો જોઈલો ઘરે સરળ રીતે બાજળી નો રોટલો કેવી રીતે બનાવી શકાય.

સામગ્રી:-

  • ૧ કપ બાજળી નો લોટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી

બનાવાની રીત:-

સૌ પ્રથમ માટીની તવી ગેસ પર ગરમ કરવા મુકી લેવી. બાજળી નો લોટ લઇ તેમાં મીઠું એડ કરવું. હવે થોડું-થોડું પાણી ઉમેરીને લોટ બાંધતા જાઓ. લોટ ને પાણી સાથે થોડો મશરતા જસો તો લોટ એકદમ સારી રીતે બંધાઈ જશે. જેટલો લોટ ને મશરસો એટલા રોટલા સારા બનશે.(બાજળી નો લોટ એકદમ ફ્રેશ જ વાપરવો, જુના લોટ નો ઉપયોગ કરશો તો  રોટલો સારો નહી બને). લોટ એકદમ નરમ કે એકદમ કઠણ ન હોય એ રીતે લોટ બાંધી લો.

Rotla Recipe

  • લોટ બંધાઈ ગયાં પછી હાથ માં લોટ લઈને લુવો બનાવો. હવે બન્ને હાથ વડે તેણે થેપતા જાઓ. ( રોટલાને ધીરે ધીરે ઠેપવાનો છે). રોટલાને પહેલા કિનારી થી ઠેપતા જાઓ. જયારે રોટલો થોડો મોટો થઇ જાય એટલે તેને વચ્ચે થી થોડો થેપી લો.

Rotla Recipe

  • હવે રોટલો થેપાઈ ગયાં પછી તેણે ગરમ થયેલી માટીની તવી પર એડ કરી દો.( તવી ગરમ થયેલી  હોવી જોઇએ). હવે રોટલાને ધીમા ગેસ પર એકબાજુ થી શેકી લો. એકબાજુ થી સારી રીતે રોટલો શેકાઈ જાય પછી તેણે બીજી બાજુથી શેકી લો.

Rotla Recipe

તો રોટલો તૈયાર થઈ ગયો છે, હવે રોટલા પર ધી લગાડીને રોટલાનો સ્વાદ માણી શકો છો.

તો મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો:👉 રસોઈ ની દુનિયા

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “હાથ થી રોટલો કેવી રીતે બનાવી શકાય તેના માટે અહી ક્લિક કરો”