ફ્રીજમાં આ વસ્તુઓને બે કલાકથી વધુ ના રાખો, તમારી તબિયત બગાડી શકે છે

fridge tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે ફ્રીજમાં ઘણી બધી વસ્તુઓ રાખતા હશો તેથી તમને આ પ્રશ્ન થોડો અજીબોગરીબ લાગશે, પરંતુ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. સામાન્ય રીતે આપણા ઘરોમાં ફ્રીજને સૌથી જરૂરી વસ્તુ માનવામાં આવે છે, જેમાં આપણે તાજા ખોરાક અને વધેલો ખોરાક રાખીએ છીએ.

ફ્રિજમાં જ્યુસ, સૂપ, શાકભાજી તેમજ રાત્રે વધેલા ભાત, ફાસ્ટ ફૂડ, બે અઠવાડિયા પહેલા લાવેલી બ્રેડ, દસ દિવસના જૂના ઈંડા વગેરે હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ કેટલી સાચી વાત છે? વાસ્તવમાં, ઘણી વાર આપણે સમજી શકતા નથી કે જો ફ્રિજમાં રાખેલી વસ્તુ ખૂબ જૂની થઈ જાય તો તે કેટલું નુકસાનકારક છે.

ચાલો અમે તમને એક પ્રશ્ન પૂછીએ… ફ્રિજમાં એવી કઈ વસ્તુઓ છે જેને તમે ફ્રિજમાં થોડા કલાકોથી વધુ રાખી શકતા નથી? કદાચ તમને ખબર નથી? આવો તમને જણાવીએ કે એવી કઈ વસ્તુઓ છે જેને લાંબા સમય સુધી ફ્રીજમાં ન રાખવી જોઈએ.

1. રાંધેલા ભાત : સૌથી મહત્વની વાત છે જેને ઘણા લોકો નજરઅંદાજ કરે છે ભાતને ફ્રીજમાં રાખવા યોગ્ય નથી. ચોખાની અસર પહેલાથી જ ઠંડી હોય છે અને જો તેને વધુ સમય માટે ફ્રીજમાં રાખવામાં આવે તો તે તમારા તબિયત ખરાબ કરવા માટે પૂરતું છે.

ભાતને ફ્રિજમાં રાખવાથી કઠણ પણ બની જાય છે અને તેથી જો મજબૂરીમાં ભાતને ફ્રીજમાં રાખવા પડે છે તો પણ તેને બે કલાકથી વધુ ફ્રિજમાં ન રાખવા જોઈએ. આ સાથે ફ્રીજમાં રાંધેલા ભાતને બિલકુલ ખુલ્લા ના રાખવા જોઈએ કારણ કે તે વધુ કડક બની જાય છે અને ખાવા માટે યોગ્ય રહેતા નથી.

2. ફાસ્ટ ફૂડ અને મૈદાથી બનેલી વસ્તુઓ : મને એક પ્રશ્નનો જવાબ આપો કે તમારામાંથી કેટલા લોકો એવા છે જેને પિઝા, નૂડલ્સ, બર્ગર વગેરેને ફ્રીજમાં રાખ્યા છે? આ ખોરાક ખુબ જ વધારે નુકસાન પહોંચાડી શકે છે. જો તમને એમ લાગે છે કે દરેક વ્યક્તિ કરે છે તો આપણે પણ કરીએ તો તે ખોટું છે.

વાસ્તવમાં, ફાસ્ટ ફૂડ કોઈપણ રીતે શરીર માટે સારું માનવામાં નથી આવતું અને તે ખૂબ જ ઝડપથી વાસી થઈ જાય છે. આવી સ્થિતિમાં તેને ફ્રિજમાં રાખીને ફરીથી ખાવાથી તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે.

3. કાપેલા ફળો : કાપેલા ફળો ખૂબ જ ઝડપથી પાણી છોડે છે અને આવી સ્થિતિમાં કાપેલા ફળોને ફ્રીજમાં રાખવા બિલકુલ યોગ્ય નથી. કાપેલા ફળો ફ્રિજમાં વધારે જલ્દી ખરાબ થઇ જાય છે. જો તમે ફળો કાપતા હોવ તો તેને તરત જ ખાઈ જાઓ, ફ્રીજમાં બિલકુલ ન રાખો.

4. કોફી બીન્સ : કોફી બીન્સ ખૂબ જ સુગંધિત હોય છે અને જો તમે તેને ફ્રીજમાં રાખો છો તો તે દરેક વસ્તુ પર તેની સુગંધ છોડે છે. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે કોફી બીન્સને ફ્રિજમાં બિલકુલ ન રાખવા જોઈએ.

હવે તમે પણ આ ભૂલો કરવાનું ટાળજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.