રસોડાના કામમાં ઘણા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને બીજી બાજુ જોઈએ તો રસોડાની વસ્તુઓને પણ ઘણી રીતે ઘરના બાકીના કામમાં ઉપયોગમાં લઇ શકાય છે. પણ જ્યારે વાત ફટકડીની આવે છે, ત્યારે ભલે તે રસોડાની વસ્તુ ન હોય પણ તેનો ઉપયોગ રસોડામાં ઘણી રીતે થાય છે.
મજાની વાત તો એ છે કે ફટકડીનો ઉપયોગ રસોડામાં રાંધવા માટે અને સફાઈ માટે પણ થાય છે. તો ચાલો આજે તમને તમને બતાવીએ કે રસોઈમાં ફટાકરીનો ઉપયોગ કેટલી રીતે કરી શકો છો.
પનીર બનાવવા માટે : જો તમે ઘરે જ પનીર બનાવવા માંગતા હોય તો તમે ફટકડીનો ઉપયોગ કરીને આવું કરી શકો છો. આ માટે દૂધને ઉકાળો અને તેમાં એક ચપટી પીસેલી ફટકડી ઉમેરો. આ કામ કરતી વખતે દૂધને ધીમી ફ્લેમ પર જ રાખો અને તેને સતત હલાવતા રહો.
જો તમે ઈચ્છો તો ફટકડીના પાણીથી પણ તમે દૂધ ફાડીને પનીર બનાવી શકો છો. ફટકડીમાંથી તૈયાર કરેલું પનીર ખૂબ જ મુલાયમ હોય છે. તમે આ પનીરમાંથી શાક પણ બનાવી શકો છો અને તેને પણ આ રીતે પણ સીધું ખાઈ શકો છો.
રસોડાના કપડાંની સફાઈ માટે : ગરમ પાણીમાં ફટકડીને નાખો. થોડા સમય પછી તમે તેમાં રસોડાના રહેલા ગંદા કપડાઓને ડૂબાડો. આ કપડાંને 15 મિનિટ સુધી પાણીમાં જ પલાળવા દો. પછી તમારા હાથથી કપડાંને થોડા મેસેડીને ઘસો.
આમ કરવાથી રસોડાના કપડાં પણ ચોખ્ખા થઇ જશે અને બેક્ટેરિયા મુક્ત પણ થઇ જશે. જો કપડાં વધારે જ ગંદા હોય અને તેમાં ડાઘ ધબ્બા પણ વધારે લાગી ગયા હોય તો તમે પાણીમાં ફટકડી સાથે થોડું ડિટર્જન્ટ પાવડરને પણ મિક્સ કરી શકો છો.
શાકભાજી સાફ કરવા માટે : બજારમાં શાકભાજી સાફ કરવા માટે ઘણા બધા પ્રકારના લીકવીડ આવે છે. આ ખુબ જ મોંઘા હોય છે અને તેનો દરરોજ ઉપયોગ કરવાથી ખૂબ જ ઝડપથી પતી પણ જાય છે. આ સ્થિતિમાં, તમે માત્ર થોડી ફટકડીનો ઉપયોગ કરીને એવી લીકવીડ તૈયાર કરી શકો છો, જેમાં શાકભાજીને મૂકીને તેને સારી રીતે સાફ કરી શકાય છે.
તમે પાણી અને ફટકડીના લિકવિડમાં શાકભાજીને 5 મિનિટ માટે ડુબાડીને રાખો અને પછી તેને સાફ કરીને ફ્રિજમાં મુકો. આ શાકભાજીમાં ચોંટી ગયેલી ગંદકીને પણ સાફ કરે છે અને બેક્ટેરિયાને પણ મારી નાખે છે. જો તમે ઈચ્છો તો આ લિકવિડને વધારે પાવરફુલ બનાવવા માટે હળદર અને મીઠું મિક્સ કરી શકો છો.
રસોડાના ફર્શની સફાઈ : રસોડાનું બધું કામ પૂરું થયા પછી તમે તેને સાફ પણ કરતા હશો. સાદા પાણીને બદલે તમારે રસોડાની સફાઈ માટે ફટકડીના પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમે ફટકડીના એક ટુકડાને થોડા સમય માટે પાણીમાં ડુબાડીને રાખો. પછી પાણીમાંથી આ ટુકડાને કાઢીને આ પાનીથી રસોડાના સ્લેબ અને ફ્લોરને સાફ કરો.
તમે આ પાણીની મદદથી ગેસના સ્ટવ ને પણ સાફ કરી શકો છો. જો ફર્શ અથવા વાસણો પર જિદ્દી ડાઘ હોય તો ફટકડી પાવડર, મીઠું અને ખાવાનો સોડા મિક્સ કરીને જાદુ લીકવીડ બનાવી શકો છો અને પછી આ લીકવીડથી ગંદકીને સાફ કરી શકો છો. તમને દરરોજ કરતા ઘણી હદ સુધી સારી સ્વચ્છતા જોવા મળશે.
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક : જો તમને કોઈ પેટ સંબંધિત તકલીફ છે અથવા ઝાડા થઈ ગયા હોય તો પાણીમાં એક ચપટી ફટકડી મિક્સ કરીને તેને પી જાઓ. આમ કરવાથી ચોક્કસ તમને થોડી રાહત મળશે. અમે તમને જણાવી દઈએ કે આ દાદીના જમાનાનો નુસખો છે અને તે જરૂરી નથી કે તમને તેનાથી તાત્કાલિક રાહત મળી જ જાય તેથી તેનો ઉપયોગ કાળજીપૂર્વક કરો.
જો તમને આ રસોડાના કામમાં ફટકડીના અદ્ભુત ઉપયોગ વિશે જાણીને આનંદ થયો હોય તો આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.