protein food list
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આ માહિતીમાં તમને જણાવીશું એવા 5 પ્રોટીન યુક્ત આહાર (protein food list) વિષે જે આહાર લેવાથી તમને આજીવન પ્રોટીનની ઉણપ નહિ સર્જાય. ઇંડા પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે. એટલા માટે જિમ કરતા લોકો ચોક્કસપણે ઇંડા ખાય છે. પણ જે લોકો માંસાહારી ખાતા નથી તેનું શું? કારણ કે બે ઇંડા ખાવાથી જ આખા દિવસ માટેની પ્રોટીનની માત્રા પુરી થઇ જાય છે.

પરંતુ એવું કોઈ વેજ ફૂડ નથી જે આપણને આખા દિવસની પ્રોટીનની સંપૂર્ણ માત્રા પૂરી પડી શકે. તો એવામાં શું કરવું જોઈએ? આવી સ્થિતિમાં તમે પ્રોટીન માટે ઇંડાના જેવા જ ખોરાકને પસંદ કરો અને તમારા દરરોજના આહારમાં કોઈપણ બે કે ત્રણ વસ્તુઓનો સમાવેશ કરો.

પનીર : પનીરને ઇંડાના બદલામાં સારો વિકલ્પ માનવામાં આવે છે. જો તેવું કહેવામાં અતિશયોક્તિ નહીં હોય કે તે ચિકન અને ઇંડામાં જોવા મળતા તમામ પોષક તત્વોનો એક સારો વિકલ્પ પનીર છે. તેની સારી વાત એ છે કે તમે તેનો ઉપયોગ અલગ અલગ રીતે પણ કરી શકો છો.

કોઈ દિવસ પનીર પરાઠા અને કોઈ દિવસ પનીર ખીર પણ બનાવી શકો. પછી ત્રીજા દિવસે પનીરનું શાક બનાવો. ટેસ્ટ પણ બદલાતો રહેશે અને તમે દિવસ માટે જરૂરી માત્રામાં પ્રોટીન પણ લેતા રહેશો.

આ પણ વાંચો :

મસાલેદાર બદામ અને કાજુ : મસાલેદારનું નામ સાંભળતા જ દરેકના મનમાં વિચાર આવ્યો હશે કે તેમાં પ્રોટીન કેવી રીતે હોય. પરંતુ મસાલેદાર બદામ અને કાજુમાં પ્રોટીન સાથે બીજા પણ ઘણા પોષક તત્વો હોય છે. તમે મસાલેદાર બદામ અને કાજુ ઘરે પણ બનાવી શકો છો.

આ માટે એક પેનમાં થોડું ઘી ગરમ કરો અને તેમાં બદામ અને કાજુ ઉમેરો. પછી તેમાં મીઠું, મરી, તજ નાખીને તળી શેકી લો. આ સાથે તમને ખાવાથી કંટાળો પણ નહીં આવે અને તમને ઘણું પ્રોટીન પણ મળશે. 100 ગ્રામ કાજુ અને બદામમાં 20 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે.

લસ્સી : ઉનાળાની ગરમીમાં એક ગ્લાસ લસ્સી જરૂરથી પીવો. આ તમને ગરમીથી રાહત આપશે અને તે સંપૂર્ણ માત્રામાં પ્રોટીન પણ આપશે. લસ્સી દહીંમાંથી બનાવવામાં આવે છે જે એક ડેરી પ્રોડક્ટ હોય છે.

તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેમાં પ્રોબાયોટિક્સ પણ હોય છે જે આપણી પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તમે તેને મીઠી લસ્સી અથવા નમકીન લસ્સી પણ ખાઈ શકો છો. મીઠી લસ્સી પીવું વધારે સારું રહેશે. કારણ કે મીઠી લસ્સીમાં વધારે માત્રામાં કેલરી હોય છે.

શેકેલા ચણા : શેકેલા ચણાને પણ પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. ચણા ઘોડાઓનો પ્રિય ખોરાક માનવામાં આવે છે. તે મગજને વધારવાની સાથે સાથે ઊંચાઈ વધારવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ એટલા માટે કારણ કે તેમાં સૌથી વધારે પ્રોટીન હોય છે.

સૌથી સારી વાત એ છે કે તે સસ્તું પણ છે અને તમે તેને ટિફિનમાં પેક કરી શકો અને જ્યારે ઈચ્છો ત્યારે તેને ખાઈ શકો છો. જો તમે વજન ઘટાડવા અને સ્નાયુને ગેન કરવા માંગતા હોય તો આ એક સારો વિકલ્પ છે. અને તેને ખાવાથી તરત જ પેટ પણ ભરાઈ જાય છે.

નાળિયેર : બહુ ઓછા લોકો જાણે છે કે નાળિયેરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. અને તે પ્રોટીનનો સારો સ્રોત હોય છે. 100 ગ્રામ નારિયેળમાં 3.3 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. આ માટે દરરોજ સવારે બદામ સાથે નાળિયેર ચાવવું અથવા ખોરાકમાં નાળિયેરના ટુકડાને ઉમેરો. આ માટે તમને દિવસની જરૂરીયાત પ્રમાણે પ્રોટીન મળી જશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા