અઠવાડિયામાં બે વાર ખાઓ પલાળેલા ચણા, થશે એટલા બધા ફાયદા

ચણા ખાવાના ફાયદા
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચણા ખાવાના ફાયદા: આજ જોઈશું પલાળેલા ચણા ખાવાના ફાયદા. પલાળેલા ચણા ખાવા એક કાજુ બદામ પિસ્તા જેવી મોંઘી વસ્તુઓ ખાવા કરતાં પણ ખૂબ જ વધારે ફાયદાકારક છે. કારણ કે પલાળેલા ચણા માં પ્રોટીન ફાઇબર અને વિટામિન્સ જેવા તત્વો ખૂબ જ વધારે માત્રામાં રહેલાં છે. પલાળેલા ચણા ખાવા ની સાચી રીત અને પલાળેલા ચણા ખાવાથી થતા ફાયદાઓ વિશે જોઈએ.

પલાળેલા ચણા શરીરને તાકાત અને એનર્જી આપે છે જેથી વર્ષો જૂની કમજોરી ની સમસ્યા દૂર થઈ જાય છે. પલાળેલા ચણા ની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જેથી પેટને લગતી ઘણી બીમારીઓ મટી જાય છે. પેટ એકદમ સાફ થઈ જાય છે અને કબજિયાત દૂર થઈ જાય છે.

રોજ પલાળેલા ચણા ખાવાથી પુરુષના સ્પર્મ કાઉન્ટમાં વધારો થાય છે. આ ચણા માં થોડો ગોળ ભેળવીને ખાવાથી વારંવાર પેશાબ જવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે. આ ઉપરાંત રોજ સવારે પલાળેલા ચણા ખાવાથી આપણી સ્કિન એકદમ હેલ્ધી રહે છે અને ચહેરા પર ચમક આવી જાય છે. આ પ્રયોગથી વર્ષો જુના મસા પણ રાહત થાય છે અને મટી જાય છે.

આયુર્વેદ મુજબ પલાળેલા ચણા વજન વધારવામાં પણ ઉપયોગી છે. શરદી અને તાવ જેવી બીમારીઓ પણ આપણાથી દૂર રહે છે. પલાળેલા ચણા ની અંદર પર ફોસ્ફરસ જેવું તત્વ રહેલું છે. જે શરીરમાં હિમોગ્લોબીન વધારે છે અને કિડનીને સ્વસ્થ રાખે છે. પલાળેલા ચણા ખાવાથી હાર્ટ એકદમ હેલ્ધી બને છે અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી જાય છે.

આ ઉપરાંત પલાળેલા ચણા ડાયાબિટીસ મટે છે અને શરીરમાં સુગર લેવલને કંટ્રોલ કરે છે. પલાળેલા ચણા ના ફાયદાઓ વિષે જાણ્યા બાદ હવે જોઈએ કે પલાળેલા ચણા ખાવા ની સાચી રીત કઈ છે અને ક્યારે ખાવા જોઈએ. તો તાજા સાફ કરેલાં ચણાને મુઠ્ઠી ભરી કોઈ વાસણમાં નાખી દેવા.

પછી તેમાં થોડું ચોખ્ખું પાણી નાખવું અને પછી તે વાસણને ઉપરથી ઢાંકી દેવું. આખી રાત ચણાને તેમાં રાખવા અને સવારે તેમાંથી ચણા કાઢીને સારી રીતના ચાવી-ચાવીને ચણા ખાવા. જેથી ચણાના ખૂબ જ વધારે ફાયદાઓ થાય છે. સવાર સવારમાં ચણા ખાવાથી અને તેનું પાણી પીવાથી તેના ફાયદાઓ બે ગણા વધી જાય છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

Comments are closed.