આ માહિતીમાં તમને દહીં નો ઉપયોગ કરીને તમે કેવી રીતે પોતાના ઘરે જ ફેસ પેક બનાવી અને ચહેરાની બધી સમસ્યાઓથી દૂર રહી શકો છો તે વિષે જણાવીશું. તમને જણાવીએ કે દહીંમાં રહેલું લેક્ટિક એસિડ હોય છે જે તમારી નિસ્તેજ અને શુષ્ક ત્વચાને નરમ અને મુલાયમ બનાવે છે. ચાલો જાણીએ કે દહીંને તમારી બ્યુટી રૂટિનમાં કેવી રીતે સામેલ કરવું.
એવું માનવામાં આવે છે કે ક્લિયોપેટ્રા તેની ત્વચાને યુવાન બનાવવા માટે ખાટા દૂધમાં સ્નાન કરતી હતી કારણકે દૂધમાં લેક્ટિક એસિડ હાજર હોય છે. તમને જણાવીએ કે ક્લિયોપેટ્રા એ દુનિયાની સૌથી સુંદર મહિલા હતી. લેક્ટિક એસિડ એ આલ્ફા હાઇડ્રોક્સી એસિડ છે.
તે એક ખૂબ જ લોકપ્રિય ઇન્ગ્રીડિઅન્ટ છે જે આજકાલ ત્વચાની પ્રોડક્ટમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે ત્વચાના છિદ્રોને કડક બનાવવામાં મદદ કરે છે અને ત્વચાને સ્વસ્થ, મુલાયમ અને નરમ બનાવવામાં મદદ કરે છે. તમને જણાવીએ કે લેક્ટિક એસિડ દહીંમાં પણ જોવા મળે છે એટલા માટે દહીં આપણી ત્વચાની સંભાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
દહીં તમારી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. દહીં બળતરા વિરોધી ગુણોથી ભરપૂર હોય છે, જે તમારી ત્વચાની લાલાશને પણ શાંત કરવામાં મદદ કરી શકે છે. જો તમે પણ તમારી બ્યુટી રૂટિંગમાં દહીંનો સમાવેશ કરવા માંગો છો, તો અમે તમને દહીંના કેટલાક ઉપાયો વિષે જણાવીશું જે તમારા માટે ઉપયોગી સાબિત થશે.
એવોકાડો, ઓલિવ તેલ અને દહીં: જો તમારી ત્વચા શુષ્ક રહેતી હોય તો અહીંયા જણાવેલો પેક તમારા માટે ખુબજ ફાયદાકરાક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ ઓલિવ ઓઈલ અને દહીંમાંથી પેક કેવી રીતે બનાવી શકાય છે. સૌ પ્રથમ આ પેક બનાવવા માટે સામગ્રીમાં અડધો પાકો એવોકાડો, એક ચમચી ઓલિવ તેલ અને એક ચમચી દહીંની જરૂર પડશે.
આ પેક બનાવવા માટે એક બાઉલમાં ઓલિવ ઓઈલ, દહીં અને પાકેલા એવોકાડો ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું. ત્યારબાદ આ પેકને તમારા ચહેરા પર લગાવી લો અને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. 10 થી 15 મિનિટ પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. જો તમે આ રીતે આ પેકને અઠવાડિયામાં બે વાર લગાવશો તો તમને સારું પરિણામ મળશે.
ચોકલેટ, મધ અને દહીં : ચોકલેટ, મધ અને દહીં, આ ત્રણ વસ્તુઓ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. ચોકલેટમાં હાજર એન્ટીઑકિસડન્ટો સૂર્યના કિરણોથી ત્વચા પર થતા નુકસાનમાં મદદ કરે છે અને મધ હ્યુમેક્ટન્ટ તરીકે કામ કરે છે. હવે જાણીએ ચોકલેટ, મધ અને દહીંમાંથી પેક કેવી રીતે બનાવી શકાય છે.
સૌ પ્રથમ આ પેક બનાવવા માટે સામગ્રીમાં એક ચમચી ઓગાળેલી ચોકલેટ, એક ચમચી મધ અને એક ચમચી દહીંની જરૂર પડે છે. આ પેક બનાવવા માટે એક બાઉલમાં ચોકલેટ અને મધ મિક્સ કરો અને પછી તેમાં દહીં નાખીને સારી રીતે સ્મૂધ પેસ્ટ બનાવી લો.
જયારે પણ આ પેકનો ઉપયોગ કરો તે પહેલા તમારા ચહેરાને સારી રીતે સાફ કરી લો. ત્યારબાદ આ પેકને તમારા ચહેરા પર લગાવો. 15 થી 20 મિનિટ માટે રાખી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. તમારે આ પેકનો પ્રયોગ અઠવાડિયામાં એકવાર કરવાનો છે.
કેળા, હળદર અને દહીં : આપણે બધા જાણીએ છીએ કે રસોડામાં રહેલા હળદરનો ઉપયોગ સ્વાસ્થ્ય ખુબજ ફાયદાકારક છે પરંતુ તમને જણાવીએ કે હળદળનો ઉપયોગ ત્વચા ની સંભાળમાં પણ કરી શકાય છે કારણકે તેમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ, બળતરા વિરોધી અને વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો રહેલા હોય છે જે આપણી ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે.
હવે જાણીએ કેળા, હળદર અને દહીંમાંથી પેક કેવી રીતે બનાવી શકાય છે. સૌ પ્રથમ આ પેક બનાવવા માટે સામગ્રીમાં અડધા પાકેલા કેળા, એક ચમચી દહીં અને એક ચમચી હળદર પાવડરની જરૂર પડશે.
આ પેક બનાવવા માટે સૌથી પહેલા પાકેલા કેળાને મેશ કરી અને તેમાં દહીં અને હળદર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેને તમારા ચહેરા પર લગાવો અને 10 થી 15 મિનિટ માટે રહેવા દો. 10 થી 15 મિનિટ પછી ચહેરાને નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો. જો તમારો રંગ થોડો જ શ્યામ રંગનો છે, તો આ માસ્કને ફક્ત 5 મિનિટ માટે જ રાખો.
જો તમે ઈચ્છો તો તેમાં 3 થી 4 લીંબુના રસના ટીપા પણ ઉમેરી શકો છો. આશા છે કે તમને આ જાણકારી સારી લાગી હશે અને આવી જ માહિતી જો તમને વાંચવાની ગમતી હોય તો તમે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને યોગા, હેલ્થ સબંધિત માહિતી મળતી રહેશે.