peda banavavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રંગોથી ભરેલો આ હોળીનો તહેવાર આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પૂરા ઉત્સાહથી રંગથી રમે છે અને એકબીજા પર અબીલ ગુલાલ નાખે છે. હોળીમાં રંગોની સાથે સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવવામાં આવે છે.

ખાસ કરીને જો મીઠાઈઓની વાત કરવામાં આવે તો હોળીનો તહેવાર અમુક ખાસ મીઠાઈઓ સાથે જ મનાવવામાં આવે છે. જો કે અત્યારે તો હોળીમાં મીઠાઈઓમાં મુખ્યત્વે ગુજિયા બનાવવાનો અને ખાવાનો ટ્રેન્ડ છે પરંતુ તમે બીજી પણ મીઠાઈઓ બનાવીને આ તહેવારના આંણંદને બમણો કરી શકો છો.

જો તમે પણ મીઠાઈની વાનગીઓમાં કંઈક નવું બનાવવા ઈચ્છતા હોવ તો આજે અમે તમને દિવસની રેસિપીમાં ઈન્સ્ટન્ટ બેસન પેડાની સરળ રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. આ રેસીપી સાથે, તમે મિનિટોમાં બેસન પેડા તૈયાર કરી શકો છો અને તહેવારનો સંપૂર્ણ આનંદ માણી શકો છો.

સામગ્રી : દૂધ 4 કપ લગભગ 1 લિટર જેવું, બેસન 1/2 કપ, ખાંડ 1 થી 1/2 કપ, ઘી 1/2 કપ, ઈલાયચી પાવડર 1 નાની ચમચી, સમારેલી બદામ અને કાજુ 1/2 કપ.

બેસન પેંડા બનાવવાની રીત : સૌથી પહેલા એક નોન સ્ટિક પેન લો. તેમાં ચણાના લોટ નાખીને ત્યાં સુધી શેકો જ્યાં સુધી તેની કાચી સુગંધ અને રંગ ના બદલાય જાય. ચણાના લોટને સારી રીતે શેકી લીધા પછી ગેસ બંધ કરો અને તેને પેનમાંથી બહાર કાઢીને એક પ્લેટમાં બાજુ પર રાખો.

હવે એક અલગ પેનમાં દૂધ રેડો અને ધીમી-મધ્યમ આંચ પર દૂધને ગરમ કરો અને તેને સારી રીતે હલાવતા રહો. દૂધને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધું ના થઈ જાય. હવે આ ઘટ્ટ થયેલા દૂધમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ખાંડ નાખ્યા પછી તે ઓગળી જાય ત્યાં સુધી મિશ્રણને હલાવો.

આ મિશ્રણમાં શેકેલા ચણાનો લોટ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો જેથી કરીને તેમાં કોઈ ગઠ્ઠો અથવા કણી ના રહી જાય. આ પછી મિશ્રણમાં ધીમે ધીમે ઘી ઉમેરો અને હલાવતા રહો. ઘી મિક્સ થઇ જાય એટલે ગેસ બંધ કરો અને આ મિશ્રણને પ્લેટમાં કાઢી લો. આ મિશ્રણને બરાબર ઠંડુ થવા દો અને પછી તેમાં બદામ અને કાજુના નાના ટુકડા કરી તેને મિક્સ કરો.

હવે છેલ્લે, તમારા હાથ પર ઘી લગાવીને તેમને પેડાનો આકાર આપો. જો તમે ઇચ્છો તો તેમને ગોળાકાર આકાર આપીને વચ્ચેથી દબાવો જેથી કરીને પરફેક્ટ પેડાનો આકાર મળી શકે. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ બેસન પેડા, તો તમે પણ હોળીના દિવસે તમારા મહેમાનોને પણ તેનો સ્વાદ ચખાડો.

અમને આશા છે કે તમને આ બેસન પેદા બનાવવાની રીત સારી લાગી હશે અને આવી જ માહિતી જો તમને વાંચવાની ગમતી હોય તો તમે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, અવનવી રેસિપી અને હોમ ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા