how to be fresh in summer
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની ઋતુ શરુરત થતાની સાથે જ ખાવાનું બગડવાનું શરૂ થઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે તમે ફ્રીજ વગર પણ તમે ઉનાળામાં ખોરાકને બગડતા બચાવી શકો છો. જો કણક વધારે હોય અથવા શાક વધ્યું હોય અથવા ઉકાળેલું દૂધ હોય વગેરેને ફ્રિજ વગર કેવી રીતે રાખવું જેથી તે બગડે નહીં. તેના વિષે તમારે અવશ્ય જાણવું જોઈએ જે, જેથી કરીને તમે બગડતા બચાવી શકો છો.

ઉનાળામાં ઘણીવાર એવું બને છે કે ક્યારેક વીજળી નથી હોતી, ત્યારે ફ્રિજ બંદ થઇ જાય છે અને ક્યારેક ફ્રીજ ખરાબ થઈ જાય છે પરંતુ તેના કારણે તમારું ભોજન બગડવું જોઈએ નહીં, તો તો આજે અમને તમને ફ્રીજ વગર ખાવાનું તાજું રાખવાની કેટલીક સરળ ટિપ્સ વિશે જણાવીશું.

ફ્રિજ વગર શાકભાજીને બગડતા બચાવો : જો તમે ફ્રિજ વગર તમારા ઘરમાં શાકભાજીને લાંબા સમય સુધી તાજી રાખવા માંગતા હોય તો તમે તેને ઠંડા પાણીથી ભરેલા બાઉલમાં રાખી શકો છો. પાણીની ઠંડકને કારણે શાકભાજી લાંબા સમય સુધી તાજી રહશે.

રાતના ભોજનને બગડવાથી બચાવવા માટે : કેટલીકવાર ઘરમાં એવું બને છે કે રસોઈ વધારે બનાવવામાં આવે છે અથવા જ્યારે જમવા બેસો ત્યારે ભૂખ ઓછી લાગે છે તો પછી ખાવાનું વધે છે અને ઉનાળામાં બચેલો ખોરાક સવાર સુધીમાં બગડે છે, તેથી તમે તે વધેલા ખોરાકને બાઉલમાં ભરીને તેને બારી સામે હવામાં રાખવાથી ખોરાક બગડતો નથી.

જો ઘરમાં બરફ હોય તો એક મોટા વાસણમાં બરફ ભરીને વધેલા ખોરાકને બીજા વાસણમાં કાઢીને તેને બરફના વાસણ માં રાખો, આમ કરવાથી પણ ખોરાક બગડશે નહીં. પરંતુ ધ્યાનમાં રાખો કે ખોરાકને સંપૂર્ણપણે ઠંડુ થયા પછી જ બરફ પર રાખો, નહીં તો ખૂબ ઠંડામાં ગરમ ખોરાક મુકવાથી ખોરાક બગડી જશે.

તડકામાં સૂકવીને ખાવાનું સુરક્ષિત રાખો : ઘણા પ્રકારની ખાવાની વસ્તુઓ હોય કે જેમ કે ફળો અને શાકભાજી એવા હોય છે કે જો તમે તેને તડકામાં સારી રીતે સૂકવી દો, તો તમે તેનો ઉપયોગ ઘણા દિવસો સુધી કરી શકો છો. આવી સ્થિતિમાં શાકભાજી અને ફળોને પાણીથી સારી રીતે ધોઈને તડકામાં મલમલના કપડાથી ઢાંકીને રાખો.

આ રીતે ઉકાળેલું દૂધ તાજું રાખો : ભાગ્યેજ એવી કોઈ મહિલા હશે જે ઉનાળામાં વારંવાર દૂધ બગાડવાથી પરેશાન નહિ હોય, કારણ કે કેટલીકવાર દૂધને ફ્રીજમાં રાખ્યા પછી પણ બગડી જાય છે તેથી તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે.

જો તમે ફ્રિજ વગર પણ દૂધ ખરાબ થતું બચાવવા માંગતા હોય તો દૂધને ઉકાળ્યા પછી તેમાં એક ચમચી મધને ઉમેરો. આ રીતે ઉનાળામાં દૂધને બગડતું અટકાવી શકાય છે, પરંતુ ખાસ ધ્યાન રાખો કે મધ શુદ્ધ હોવું જોઈએ નહીં તો ભેળસેળવાળું મધ હશે તો દૂધ બગડી જશે.

અમને આશા છે કે આ કેટલીક ટિપ્સ પસંદ આવી હશે અને આવી જ માહિતી જો તમને વાંચવાની ગમતી હોય તો તમે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, કારણ કે અહીંયા તમને કિચન ટિપ્સ, યોગાસન સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા