દૂધી ના મૂઠિયાં: ગુજરાત નું ફૂડ આખી દુનિયા માં પ્રખ્યાત છે. જેમ કે ઢોકળા, ફાફડા, જલેબી. ઢોકળા માં પણ અલગ અલગ પ્રકાર હોય છે. ખાટયા ઢોકળા, ખમણ, મૂઠિયાં, પાત્રા વગેરે આ બધા ઢોકળા ના જ પ્રકાર છે. તો અત્યારે હું લઈને આવી છું દૂધી ના મૂઠિયાં રેસિપિ.
મૂઠિયાં માટે સામગ્રી
- 1 કપ દૂધી છીણેલી
- 1 કપ જાડો ઘઉં નો લોટ(કરકરો)
- 1/2 કપ ઝીણો ઘઉં નો લોટ
- 1/4 કપ ચણા નો લોટ
- 2 tsp આદુ મરચા લસણ ની પેસ્ટ
- 1/4 tsp કસૂરી મેથી
- 1/2 tsp અજમાં
- 1/2 tsp લીંબુ નો રસ
- 1/2 tsp ખાંડ
- 1 tsp હળદર
- 1/2 tsp લાલ મરચું પાવડર
- 1/2 કપ લીલી કોથમીર
- 1 tsp તેલ
- મીઠું સ્વાદ અનુસાર
મુઠીયા ના વઘાર માટે
- 1 tsp સફેદ તલ
- 1 tsp રાય
- 1 tsp તેલ
- 6-7 પાંદ મીઠા લીમડા ના
- 1/2 tsp મરચાં ના બારીક કટકા
- 1/2 tsp ડુંગળીના ના બારીક
- 1/4 tsp આદુ લસણ ની પેસ્ટ
Cooking time : 30 min
દૂધી ના મૂઠિયાં બનાવવાની રીત (dudhi na muthiya banavani rit gujarati)
સૌ પ્રથમ દૂધી ને છીણી લો. પછી એક બાઉલ માં ઘઉં નો જાડો લોટ 1 કપ લો. ઘઉં નો ઝીણો કોટ ૧/૨ કપ લો. અને ચણા નો લોટ ૧/૪ કપ લો. હવે આ લોટ ના મિશ્રણ માં છીણેલી દૂધી, આદુ મરચા લસણ ની પેસ્ટ, કસૂરી મેથી, કોથમીર, ચટણી, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, થોડાક અજમાં અને એક ચમચી જેટલું તેલ ઉમેરો કરો. પછી એક dough બનાવી લો.
આ dough ને 2 મિનિટ રહેવા દો. પછી બેઉ હાથ ઉપર તેલ થોડુંક લગાવી ને મુઠીયા વાળી લો. અને steam કરવા મૂકી દો 20-25 મિનિટ જેટલું. સ્ટ્રીમ થયા બાદ આ મુઠીયા ના કટકા કરી લો નાના નાના. અને પછી વઘાર કરવાનો છે. હવે કડાઈ માં તેલ ગરમ મુકો . પછી તેમાં રાય, મીઠા લીમડા ના પાંદ, સફેદ તલ, આદુ લસણ ની પેસ્ટ, ડુંગળી અને મરચા ના કટકા add કરો. અડધી મીનીટ પછી તેમાં આ મુઠીયા ના કટકા ને એડ કરીને વઘારી લો. તો તૈયાર છે તમારા દૂધી ના મુઠીયા.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.