dry skin tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળો આવતાની સાથે તે હવામાનની સૂકાપણું પણ લાવે છે જે લગભગ દરેક માણસની ત્વચાને પરેશાન કરે છે. આ એવો સમય હોય છે જ્યારે દરેક વ્યક્તિને લાગે છે કે તેની ત્વચા વધારે સંવેદનશીલ થઇ ગઈ છે અને તે ઇરીટેટ રહે છે. ત્વચા લાલાશ પડી જવી, ત્વચા પર તિરાડો દેખાવા લગાવી, ખંજવાળ આવવી આ બધું સામાન્ય છે અને આ સ્થિતિમાં તમારે તમારી ત્વચાની સંભાળ રાખવા માટે કેટલાક અલગ પ્રકારની ટિપ્સને ફોલો કરવી જોઈએ.

શિયાળો શરુ થતા જ શરદી થવા લાગે છે સાથે આપણી ત્વચાને પણ પરેશાન કરે છે. ત્વચામાં ખંજવાળ શરૂ થઈ શકે છે, લાલ થઈ શકે છે, બળી શકે છે. આ બધું આપણી આસપાસની ઠંડી અને સૂકી હવાનું કારણ છે. તમારી ત્વચાને તેના કુદરતી રીતે સાચવવા માટે તમારે આ 5 ટિપ્સ અનુસરવી જોઈએ.

1. મોઇશ્ચરાઇઝર ક્યારે લગાવવું જોઈએ ? અહીંયા તે લાઈટ મોઈશ્ચરાઈઝરની વાત નથી કરી રહ્યા જે તમે અત્યાર સુધી લગાવતા હતા. શિયાળા માટે ઘણા લોકોને અલગથી મોઈશ્ચરાઈઝરની જરૂર પડતી હોય છે અને કેટલાક લોકોની ત્વચા પર ફક્ત ગ્લિસરીન, વિટામિન-ઈ અને કોલ્ડ ક્રીમ જેવી વસ્તુઓ જ કામ કરે છે.

મોઇશ્ચરાઇઝ કરવાની સાચી રીત જાણો : સ્નાન કર્યા પછી તરત તમારી હલકી ભીની ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવો. જો તમે તેને સંપૂર્ણપણે સૂકી ત્વચા પર લગાવો છો તો તે સારી રીતે શોષી શકશે નહીં અને ના તે સ્કિન સેલ્સમાં મોઇશ્ચરાઇઝ બંધ થશે.

તમારા ચહેરા માટે તેલ અને શરીર માટે તેલ બંને સારી રીતે સંશોધન કરીને જ લો. આ બંને એક પણ હોઈ શકે છે. તમારે કુદરતી અને કોલ્ડ પ્રેસ્ડ ઓઇલ પસંદ કરવા પડશે જે સૌથી સારા હોય છે.

2. સ્નાન કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો : શિયાળામાં વધારે ઠંડી પાડવાના કારણે આપણને ખૂબ ગરમ પાણીથી નહાવાનું મન થાય છે પરંતુ આ સારું નથી. જો આપણે ખૂબ જ ગરમ પાણીમાં લાંબા સમય સુધી સ્નાન કરીએ તો તમારી ત્વચા વધારે શુષ્ક થઈ જશે.

આ રીતે તમારી ત્વચામાંથી જરૂરી ઓઇલ નીકળી જાય છે. આથી તમારી ત્વચા બળવા લાગશે અને ખંજવાળ આવશે. વધારે ગરમ પાણીથી સ્નાન કરવાને બદલે હૂંફાળા પાણીથી સ્નાન કરવું વધુ સારું છે.

3. યોગ્ય હાઇડ્રેશન ના ઓછું કે ના વધારે : મોટાભાગના લોકોને શિયાળામાં તરસ ઓછી લાગે છે. ઉનાળાની સરખામણીએ શિયાળામાં આપણે ઓછું પાણી પીએ છીએ, પણ તેનો અર્થ એ નથી કે આપણને હાઈડ્રેશનની જરૂર નથી. શિયાળામાં હવા શુષ્ક થઈ જાય છે અને ત્વચા દ્વારા આપણે મોઇશ્ચર લઈ શકતા નથી. આ સ્થિતિમાં પાણી પીવું જરૂરી બની જાય છે જે આપણા શરીરથી લઈને ત્વચા સુધીની દરેક વસ્તુને ઠીક કરે છે.

4. શિયાળાના કપડાંનું ખાસ ધ્યાન રાખો : ત્વચાની ઈરીટેશન એટલે કે બળતરા માટે એક મહત્વપૂર્ણ કારણ શિયાળુ કપડા હોઈ શકે છે. શિયાળાના કપડાંને કારણે ઘર્ષણ થાય છે અને આ ત્વચા માટે ખરાબ સ્થિતિ ઉભી કરે છે. તમારે તમારા કપડામાંથી એવા કપડાં કાઢી નાખવા જોઈએ જે તમારી સ્કિનને ઇરીટેટ કરતા હોય.

સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ નેચરલ, શ્વાસ લઈ શકાય તેવા કપડાં પહેરવા જોઈએ. જો તમે આવા કપડા પહેરશો તો તમારી ત્વચા વધારે કોમળ બનશે અને સેન્સિટિવિટી ઓછી થશે. ત્વચાને સ્પર્શ કરતા કપડાં હંમેશા નરમ હોવા જોઈએ.

5. વ્યાયામ અને મસાજ : શિયાળામાં સવારે ઉઠીને કસરત કરવું મુશ્કેલ બની જાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે તેને સંપૂર્ણપણે કસરત કરવી ના જ જોઈએ. વ્યાયામ તમારા હૃદયના ધબકારાને સુધારે છે અને રક્ત પ્રવાહમાં વધારો કરે છે. સાથે સાથે આપણી ત્વચાને પણ સારી બનાવે છે.

કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો : ભીના કપડા લાંબા સમય સુધી ના પહેરવા જોઈએ અને જો કપડા પરસેવાથી લથપથ થઇ ગયા હોય તો તેને બદલી નાખો. જો શરીરમાં ડ્રાયનેસ વધારે હોય તો તેલની માલિશ હંમેશા તમને મદદ કરી શકે છે.

જો કોઈ પણ વસ્તુ તમારી ત્વચાને સૂટ નથી કરતી તો તેને બદલી નાખો. શિયાળામાં આપણી ત્વચા વધારે સેન્સિટિવ બની જાય છે અને એવામાં કેમિકલ્સ વાળી વસ્તુઓ સમસ્યાને વધારી શકે છે. જો તમારી ત્વચા સતત બળતી રહે છે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો કારણ કે તે કોઈ એલર્જી પણ હોઈ શકે છે. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા