મહિલાઓ, બાળકો અથવા પરિવારના અન્ય સભ્યોને ઘણીવાર ઘરની નાની-મોટી ઇજાઓ થાય છે. ખાસ કરીને નાના બાળકોને વધુ ઇજા થતી હોય છે. આ પ્રકારની ઈજામાં અસરગ્રસ્ત ભાગમાં દુખાવો સાથે સોજો પણ આવતો જોવા મળે છે. ઈજા પણ ઘણા પ્રકારે થતી હોય છે. કેટલીક શારીરિક ઈજા બાહ્ય હોય છે અને કેટલીક ઇજા આંતરિક હોય છે.
ઘણી વાર વધુ ઇજા થઇ હોય તો ભાગમાંથી લોહી આવે છે, કાળા ડાઘ થઇ જાય છે. બાહ્ય ઇજાઓ શરીરને નુકસાન પહોંચાડતી નથી, પરંતુ આંતરિક પીડાથી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. રોજબરોજના જીવનમાં જો આપણે કામ પુરી કાળજીથી કરીએ તો ઈજાથી બચી શકાય છે.
પરંતુ કેટલીક વખત બેદરકારીના કારણે ઈજા થઇ જાય છે. જો ઈજા ગંભીર હોય તો સમય પસાર કર્યા વગર ડૉક્ટર પાસે જવું જોઈએ, પરંતુ જો ઈજા વધારે ગંભીર ન હોય તો તમે તમારા ઘરમાં એવી કેટલીક અસરકારક વસ્તુઓ છે, જે ઈજાના દર્દમાં તરત જ રાહત આપે છે. તો ચાલો જાણીએ આવી જ કેટલોક ફાયદાકારક વસ્તુઓ વિશે.
1) બરફ: બરફની ઠંડક તરત જ ઈજામાં પીડાની અસર ઘટાડે છે. ઈજાના કિસ્સામાં અસરગ્રસ્ત વિસ્તારમાં બરફ લગાવવાથી અથવા કપડામાં બરફ બાંધીને અસરગ્રસ્ત વિસ્તારમાં બાંધવાથી ઘણી રાહત મળશે. તેનાથી લોહીનો પ્રવાહ ઓછો થશે અને દુખાવામાં પણ રાહત મળશે.
2) ઘી: કપૂર સાથે સમાન માત્રામાં ઘી ભેળવીને પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટને જે ભાગે ઇજા થઇ હોય તે ભાગ પર લગાવો. આ પેસ્ટ લગાવવાથી ટૂંક જ સમયમાં દુખાવામાં આરામ મળે છે અને જો અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોહી નીકળતું હોય તો આ પેસ્ટથી લોહી નીકળવાનું પણ બંધ થાય છે.
3) લસણ : લસણ કે જેનો આપણે દરરોજ આહારમાં ઉપયોગ કરીએ છીએ. લસણ તમારી ઈજાના દર્દને ઝડપથી દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો શરીરના કોઈપણ ભાગમાં ઈજાના કારણે દુખાવો થતો હોય તો લસણને પીસીને તેની પેસ્ટ લગાવવાથી દુખાવો અને સોજામાં આરામ મળે છે.
4) ગાયનું ઘાસ: ધરો, જે એક પ્રકારનું લીલું ઘાસ છે, તે ઘરની આસપાસ સરળતાથી મળી જાય છે. ઈજા કે કપાઈ જવાના કિસ્સામાં, જ્યારે રક્તસ્રાવ થતો હોય, ત્યારે થોડું ઘાસ લઇ તેનો રસ કાઢી, એક કપડું આ રસમાં ભીનું કરી અથવા તો ડુબાડીને અસરગ્રસ્ત જગ્યા પર બાંધી દો. આમ કરવાથી તમને જલ્દી રાહત મળશે.
5) મીઠું: ખાદ્યપદાર્થોમાં ચોક્કસ ઉપયોગમાં લેવાતું મીઠું ઈજામાં ઘણી રાહત આપે છે. ઇજાના કિસ્સામાં, ગરમ પાણીમાં મીઠું ભેળવીને ઇજાગ્રસ્ત વિસ્તારને પલાળી દો. તેનાથી દુખાવો અને સોજો બંનેમાં જલ્દી રાહત મળે છે.
6) હળદર: રસોડામાં વપરાતી હળદર ગુણોની ખાણ છે. ઈજા પછી અડધી ચમચી હળદર એક ગ્લાસ દૂધમાં ભેળવી પીવાથી દુખાવામાં આરામ મળે છે. તેમજ હળદરની પેસ્ટ બનાવીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવવાથી રક્તસ્ત્રાવ ઓછો થાય છે અને ઘા ઝડપથી રૂઝાય છે. સાથે સાથે સોજો પણ ઉતરી જાય છે.
જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.