dhana pani pivana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ધાણા રસોડામાં મળતો સૌથી જૂનો અને સૌથી વધુ વપરાતો મસાલો છે. હજારો વર્ષોથી આ બીજ ઘણી રીતે ઉપયોગમાં લેવાય છે. સુગંધિત ધાણાનો ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ, સૂપ, મસાલેદાર શાક, રાંધેલા શાકભાજી, સ્ટફ્ડ પરાઠા અને સંભારનો સ્વાદ વધારવા માટે થાય છે.

પરંતુ શું તમે જાણો છો કે આ બીજ ખોરાકમાં સ્વાદ તો ઉમેરે જ છે અને સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. દરરોજ ધાણાનું પાણી પીવાથી સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મળે છે, તે શરીરને ફરીથી સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. તો ચાલો જાણીયે કે ધાણામાંથી તૈયાર કરેલું આ પાણીના કેટલાક સ્વાસ્થ્ય લાભો.

ડાયાબિટીસ નિયંત્રણ કરે છે: ધાણા લોહીમાં સુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, જે ટાઇપ 2 ડાયાબિટીસનું મુખ્ય જોખમ પરિબળ છે. આજકાલ ડાયાબિટીસ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં સૌથી ઉપર છે. અયોગ્ય ખાનપાન અથવા આપણી બદલતી જીવનશૈલી ઉપરાંત, તે આનુવંશિક કારણોસર પણ હોઈ શકે છે. ધાણાનું સેવન ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે અને તેમાંથી તૈયાર કરેલા ધાણાનું પાણીનું સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે : ખરાબ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલનું સ્તર એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે જેનો મુખ્યત્વે મહિલાઓ આ દિવસોમાં સામનો કરે છે. હૃદય સંબંધિત કોઈપણ સમસ્યાથી બચવા માટે આપણા શરીરના કોલેસ્ટ્રોલ સ્તરને નિયંત્રણમાં રાખવું ખુબ જરૂરી છે. ધાણા શરીરનું કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ બીજમાં એક સંયોજન હોય છે જે લિપિડ પાચનને નિયંત્રિત કરે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.

ત્વચા ચમકદાર : જ્યારે આપણા આહારમાં આપણે દરરોજ ધાણાનું પાણી નો સમાવેશું કરીયે છીએ, ત્યારે તે ત્વચાને અંદરથી સાફ કરવામાં અને તેને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. ધાણાનું પાણી લોહીને શુદ્ધ કરે છે જેથી ત્વચા સંબંધિત અનેક વિકારોથી છુટકારો મળે છે.

થાઇરોઇડ ને નિયંત્રિત કરે છે : ધાણામાં ખનીજ અને વિટામિન હોય છે જે શરીરમાં સંક્રમણ પેદા કરતા બેક્ટેરિયાને ઘટાડવામાં મદદ કરે છે. ધાણાનું પાણી થાઇરોઇડ માટે ખૂબ ફાયદાકારક છે. ધાણાનું પાણી પીવાથી થાઇરોઇડના લક્ષણોમાં ઘટાડો થઇ શકે છે. ધાણાના જૈવિક પ્રકૃતિના કારણે વધુ સારા પોષણ ઉપરાંત, તમે સ્વસ્થ અને વધુ મહેનતુ મહસૂસ કરશો.

પાચન સુધરે છે : પાચન તંત્ર બરાબર ના હોવાથી ઘણી પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. તમારા નિયમિત આહારમાં ધાણાનું પાણી ઉમેરવાથી પાચન સુધારવામાં મદદ મળી શકે છે. ધાણામાં એન્ટીઓકિસડન્ટ ગુણ અને ડાયટરી ફાઈબર હોય છે જે તમારી પાચન તંત્ર માટે ખૂબ સારા છે.

ધાણાના પાણીનું સેવન કરવાથી શરીરમાંથી કચરાને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. ધાણાનું પીણું પેટમાં દુખાવો, પેટનું ફૂલવું અને અગવડતાને ઘણી હદ સુધી ઘટાડવામાં મદદ કરે છે. ધાણાના ઉપયોગ પરંપરાગત દવાઓમાં ભૂખ વધારવા માટે કરવામાં આવતો હતો.

ધાણાનું પાણી કેવી રીતે બનાવવું : ધાણાનું પાણી બનાવવા માટે, એક ગ્લાસ ગરમ પાણીમાં બે ચમચી ધાણા મિક્સ કરો.
જ્યારે બીજ ગરમ પાણીમાં સંપૂર્ણપણે પલળી જાય છે, ત્યારે પાણીને ગાળી લો અને દરરોજ સવારે ખાલી પેટ પીવો. તમે સ્વાદ વધારવા માટે આ પાણીમાં થોડું મધ પણ ઉમેરી શકો છો.

આ સિવાય તમે ધાણાનું પાણી બીજી રીતે પણ તૈયાર કરી શકો છો. આ માટે લગભગ 2 ગ્લાસ પાણીને ઉકાળવા માટે રાખો અને તેમાં 2 ચમચી ધાણા ઉમેરો. જ્યારે પાણી ઉકળતા અડધું થઇ જાય, પછી તેને ગાળી લો અને દિવસમાં 2-3 વખત તેનો ઉપયોગ કરો. આ પાણીને ખાલી પેટ પીવા માટે તેને હૂંફાળું જ પીવો.

આ રીતે, ધાણાનું પાણી ઘણી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો સ્વાસ્થ્ય સંબંધિત અન્ય કોઈ સમસ્યા હોય તો, તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ ને નિયંત્રિત કરે છે આ પાણી, સવારે ખાલી પેટ પર પીવો”