આજે આ માહિતીમાં જણાવીશું કે આપણે વધારે પડતું પાણી પીવાથી શરીરને થતા નુકશાન વિશે. પહેલા તો તમને આ સાંભળીને જ નવાઈ લાગશે. પણ માહિતી પુરી જરૂરથી વાંચજો જેથી તમને પુરી માહિતી મળી રહે. જો તમને માહિતી ગમે તો કોમેન્ટ માં જરૂર જણાવજો.
આજકાલ સોશિયલ મીડિયા કે બીજાના મોઢે પાણી પીવાના જાણીને અમુક લોકો કંઈ પણ વિચાર્યા વગર સવારે નરણા કોઠે, તેમજ દિવસ દરમિયાન તરસ ન હોય છતાં 4 થી 5 લીટર પાણી પી જતા હોય છે. સવારે નરણાં કોઠે ચાર થી પાંચ ગ્લાસ પાણી પીતા હોય તેવા ઘણા હશે.
તે લોકો એમ સમજીને પાણી પીવે છે કે તેનાથી રાત્રી દરમિયાન બંધ પડેલું પાચનતંત્ર એક્ટિવ થાય છે અને કિડનીની સફાઈ થાય છે. પણ શું તમે જાણો છો કે માત્ર એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાથી પણ આ ફાયદો મળે છે. કિડની એક કલાકમાં વધુમાં વધુ એક લીટર પાણી ફિલ્ટર કરી શકે છે. તેનાથી વધારે પાણી એક સાથે પીવાથી કિડનીને વધુ મહેનત કરવી પડે છે.
જો હૃદયને લગતી કોઈ બીમારી હોય, તેવા લોકો એકસાથે વધુ પાણી પીવે તો બ્લડમાં પાણીનું પ્રમાણ અચાનક વધી જવાથી હૃદયને ખૂબ વધારે પમ્પીંગ કરવું પડે છે અને ત્યારે જ બીપી અચાનક વધી જવાની શક્યતા રહે છે. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો પાણી જઠરાગ્નિને શાંત કરે છે.
જો વધારે પડતું એક સાથે અથવા વારંવાર તરસ ન હોવા છતાં પાણી પીવામાં આવે તો જઠરાગ્નિ બિલકુલ મંદ પડી જાય છે અને જેના કારણે જમ્યા પછી ખોરાકનું બરાબર પાચન થતું નથી અને ગેસની તકલીફ રહે છે. સાથે સાથે પચ્યા વગરનો ખોરાક હોજરીમાં પડ્યો રહેવાથી સ્નાયુમાં અને સાંધામાં સોજો અને દુખાવો થાય છે.
આમ વધુ પડતું પાણી પીવાથી પાચન તો બગાડે જ છે સાથે સોજો અને દુખાવો પણ વધે છે. સાયન્ટિફિક દ્રષ્ટિએ જોઈએ તો વધુ પડતું પાણી પીવાથી શરીરમાં પાણીનું પણ જરૂરિયાત કરતાં વધી જાય છે. જેથી કિડની વધારાના પાણીને યુરિન મારફતે બહાર કાઢે છે. પણ સાથે શરીર માટે જરૂરી ઇલેક્ટ્રોલાઇટ સોડિયમ પણ દૂર થાય છે જેથી લોહીમાં સોડિયમનું પ્રમાણ અચાનક ઘટી જાય છે.
જેના કારણે મગજની કે કેશિકાઓમાં સોજો આવે છે. આ સાથે માથાનો દુખાવો, આળસ કે થાક લાગવાની તકલીફ થાય છે. વધુ પડતું પાણી પીવાથી પગની પિંડી માં કળતરની ફરિયાદ રહે છે. આ બધું જાણી લીધા પછી એવો પ્રશ્ન થાય કે ખરેખર કેટલું પાણી પીવું જોઈએ જે શરીર માટે ફાયદાકારક બની રહે.
શરીર માટે જરૂરી પાણી નું પ્રમાણ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે. શરીર માટે આવશ્યક પાણીની માત્રા વ્યક્તિની ઉંમર, બાંધો, શારીરિક કાર્ય કે તાસીર ઉપર આધાર રાખે છે. વધુ શારીરિક શ્રમ કરતા લોકો, રમતગમતમાં ભાગ લેતા યુવાનો, જેને તડકામાં વધુ સમય રહેવાનું થતું હોય કે જેને વધુ પ્રમાણમાં પરસેવો વળતો હોય તેમણે દિવસ દરમિયાન જ્યારે તરસ લાગે ત્યારે એક ગ્લાસ પાણી પીવું.
આખા દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવાથી શરીરમાં પાણીની અછત સર્જાતી નથી. પણ જેને તરસ ઓછી લાગે છે તેમણે તરસ ન હોવા છતાં વારંવાર પાણી ન પીવું. તમે પાણીના બદલે પાણીનો ભાગ વધારે હોય તેવા ફ્રૂટ જેવા કે તરબૂચ, મોસંબી, સંતરા, શક્કરટેટી, લીલા નાળીયેરનું પાણી વગેરે લેવું.
જમ્યા પછી પાચક મસાલો ઉમેરીને છાશ પીવી. આ સિવાય દિવસ દરમિયાન ઠંડાપીણા, કોલ્ડ્રિંક્સ ને બદલે લસ્સી, લીંબુ પાણી પીવું. જો શરીરમાં પાણીની જરૂર ઊભી થાય તો કુદરતી રીતે જ તરસ લાગે છે આ સમયે તરફ કરતાં થોડું વધારે પાણી પીવામાં વાંધો નથી.પણ તરસ ન હોય તેમ છતાં થોડા થોડા સમય પછી વધુ પડતું પાણી પીવાથી બ્લડમાં ખનિજ તત્વોનું અસંતુલન ઊભું થાય છે.
જેના કારણે શરીરનું મેટાબોલિઝમ નબળું પડે છે અને વધુ વજન, કે શરીરમાં પાણીનો ભરાવો થાય છે. માટે શરીર ના સંકેતોને સમજીને યોગ્ય માત્રામાં પાણી પીવું. દેખાદેખીમાં વધારે પડતું પાણી પીવાથી ફાયદાને બદલે નુકસાન જ થાય છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.