દાળ ભાતે ભારતભરની અંદર અને દુનિયાભરની અંદર વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ દ્વારા ખાવાથી સૌથી મનપસંદ વાનગી છે. મોટા ભાગના ગુજરાતીઓનાં ઘરમાં દાળ ભાત દરરોજ ખવાતા હોય છે.
આપણે દરરોજ આ દાળ ભાત ખાઈએ છીએ પાન કોઈ દિવસ વિચાર નથી કરતા કે જાણવાનો પ્રયત્ન નથી કરતા ક આ દાળ ભાત ખાવાથી આપણા શરીર ને કઈ રીતે ફાયદો થાય છે. તો આજે આપણે આ દાળ ભાત ખાવાથી થતા ફાયદા વિશે જોઈશું.
દાળ-ભાત ખાવાના ઘણા ફાયદાઓ છે. દાળ-ભાત આપણે બપોરે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ. દાળ ની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઇબર, કોલેસ્ટ્રોલ રહેલા હોય છે. જ્યારે ભાત માં કાર્બોહાઈડ્રેટથી ભરપૂર માત્રામાં મળી આવે છે. આથી દાળ-ભાત આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.
હવે જોઈએ દાળ ભાત ખાવાના ફાયદાઓ વિશે. ૧) પોષક તત્વોની ખામી દૂર કરે છે: દાળ-ભાત આપણા શરીરમાં રહેલ પોષક તત્વોની ખામી દૂર કરે છે. દાળ ની અંદર રહેલ એમિનો એસિડ જેવાં તત્ત્વો અને ભાતમાં રહેલા તત્વોને કારણે શરીરમાં પોષક તત્વોની ખામી દૂર થાય છે, જેથી શરીરનો બાંધો મજબૂત બને છે.
૨) પાચનક્રિયા સુધરે છે અને વજન નિયંત્રિત થાય છે: દાળ અને ભાત બંને ની અંદર ફાઈબર તત્વ રહેલું છે. આ તત્વ પાચનક્રિયાને સારી રાખવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત જો તમે સફેદ રાઈસ ની જગ્યા ઉપર બ્રાઉન રાઈસ નો ઉપયોગ કરો છો, તો તમે તમારા વજનને પણ નિયંત્રિત કરી શકો છો. વધુ વજન ધરાવનાર વ્યક્તિએ દાળ ભાત ખાવા જોઈએ કારણ કે દાળ ભાત ખાવાથી પેટ ભર્યું ભર્યું લાગે છે અને ભૂખ ઓછી લાગે છે.
૩) પ્રોટીનની કમી દૂર કરે છે: તમારા શરીરમાં પ્રોટીનની કમી હોવાના કારણે તમે ઘણા બધા રોગોનો અનેક બીમારીઓનો શિકાર બનો છો. દાળ ની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. જેથી દાળ ભાત ખાવાથી તમારી બોડી સ્ટ્રોંગ બનશે અને તમને ક્યારેય પ્રોટીનની કમી નહીં થાય.
૪) હૃદયને સ્વસ્થ રાખે છે: દાળ ની અંદર ફોલેટ નામનું એક એક તત્ત્વ બારીક માત્રમાં રહેલું હોય છે. જે તમારા હૃદયની નર્સોને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. જેથી હૃદયને દર્દીઓએ દાળ ભાત ખાવા જ જોઈએ.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.