healthy chutney recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે એક એવી ચટણીની વાત કરીશું કે જે આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.  આ ચટણી એવી છે કે તમને ૭૦-૮૦ વર્ષ સુધી કેલ્શિયમની કમી નહીં થાય સાથે-સાથે હાડકાં મજબૂત થશે. એવું કહેવાય છે કે જેમ જેમ ઉંમર વધે છે એમ કેલ્શિયમની કમી થતી જાય છે.

જો નિયમિત રીતે આ બે ચમચી ચટણી નિયમિત જો તમે સવાર સાંજ સેવન કરશો તો કેલ્શિયમની ગોળી ને કહી દેશો “ટાટા બાય બાય”. આ ચટણી નો ઉપયોગ કરવાથી તમને કમરનો દુખાવો, તમને ક્યારેય સાંધાની તકલીફ અથવા કેલ્શિયમની કમી નહિ થાય એવી આ હેલ્ધી ચટણી છે.

આ ચટણી માત્ર એક જ વસ્તુ ઉમેરવાથી બની જાય છે. તો ચાલો જોઈલો કે કઈ એવી વસ્તુ ઉમેરવાથી આ ચટણી બનાવવામાં આવે છે. તો જોઈલો કેવી રીતે આ ચટણી બનાવી શકાય.

સૌથી પહેલા સફેદ તલ લેવાના છે. તલ ની અંદર કેલ્સિયમ નું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, અને એવું કહેવાય છે કે રોજ સવારે અથવા સાંજે તમે દિવસમાં એકવાર સફેદ તલનું સેવન કરશો અથવા તો કાળા તલનું સેવન કરશો તો તમારા શરીરમાં ૭૦-૮૦ વર્ષ સુધી કેલ્શિયમની કમી નહીં આવે. સાંધાના દુખાવા તો બિલકુલ થશે નહીં.

સાથે-સાથે કમર દુખાવો પણ ઓછો થઈ જતો હોય છે. તો આપણે ખાસ આ જ વસ્તુ નો ઉપયોગ કરીને ચટણી બનાવીશું. સૌ પ્રથમ સફેદ તલ ને ગેસ પર થોડાં શેકી લેવા. એક મીનીટ સુુુધી આ તલ ને ધીમા તાપે શેકવા.

તલ શેકાઈ જાય એટલે તેને એક મિક્સર જાર માં લઇ લો. પછી તેમાં આદુ નાં ટુકડાં ઉમેરો. ચટણીની તીખાશ માટે બે લીલા મરચા નાં ટુકડાં એડ કરો અને સાથે સૌથી વધારે કોથમીર એડ કરો. કોથમીર ઉમેરવી ખુબ જ સારી છે. કોથમીર આંખોની રોશની વધારે છે. કોથમીર ની અંદર ઘણા તત્વો રહેલા છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે.

દાળ-શાકમાં તમને કોથમીર નથી ભાવતી તો આ ચટણી તમે ખાજો, બેસ્ટ છે. એવું કહેવાય છે કે રોજ બે ચમચી કોથમીરનો સેવન પણ તમને ઘણા બધા રોગોમાંથી બચાવી શકે છે. સાથે સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ એડ કરો. લીંબુનો રસ ઉમેરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

લીંબુ અને કોથમીર આ બંનેનું રાસાયણિક પ્રક્રિયા પૂરી થવાથી આપણા શરીરમાં બોડી ડીટોક્ષ થવાનું કામ કરે છે. બે-ત્રણ ચમચી પાણી એડ કરો. હવે સારી રીતે ગ્રાઇન્ડ કરી ને ચટણી બનાવી લો. અહિયાં ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ ચટણી ને એક બાઉલ માં કાઢી લો.

તો તૈયાર છે એકદમ હેલ્થ માટે ઉપયોગી એવી અને કેલ્શિયમની કમી ને દૂર કરનાર, હાડકાને મજબૂત કરનાર એવી સ્વાદિષ્ટ ચટણી. આ ચૂંટણીને આપણે રોજ સવારે અને સાંજે જમતી વખતે આ ચટણીનો ઉપયોગ કરો. સો વર્ષ સુધી કેલ્શિયમની કમી નહીં જણાય, પગના દુખાવા અને સ્નાયુ નાં દુખાવા નહી થાય, સાથે-સાથે હાડકાં પણ મજબૂત થશે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા