અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે ભીંડાનું છાશ વાળું શાક – Dahi bhinda shak banavani rit

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આજે આપણે જોઇશું અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે ભીંડાનું છાશ વાળું શાક. અહિયાં જોઈશું કે કેવી રીતે એકદમ સરસ ગ્રેવી બનાવવી, સાથે કેટલા પ્રમાણ માં મસાલા નો ઉપયોગ કરવો જેથી શાક બનાવામાં એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. આ શાક જો રોટલી કે પરાઠા સાથે ખાસી તો જમવાનો માં મજા પડી જશે.

સામગ્રી

 • ૨૫૦ ગ્રામ કૂણાં ભીંડા
 • અડધો કપ ગાંઠીયા
 • ૪-૫ કરી લસણ
 • એક ચમચી લાલ મરચું

ગ્રેવી માટે

 • ત્રણ ચમચી તેલ
 • ૫-૬ સુકી મેથીના દાણા
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • ૧/૪ ચમચી હિંગ
 • અડધી ચમચી જીરૂ
 • એક સમારેલી ડુંગળી
 • અડધી ચમચી લાલ કશ્મીરી મરચું
 • અડધી ચમચી હળદળ
 • અડધી ચમચી ધાણાજીરૂ પાઉડર
 • અડધી ચમચી મીઠું
 • એક કપ સહેજ ખાટી છાશ
 • અડધી ચમચી ગરમ મસાલો
 • અડધી ચમચી કસુરી મેથી
 • કોથમીર

ભીંડાનું છાશ વાળું શાક બનાવવાની રીત

4

સૌ પ્રથમ ભીંડાને ધોઈ, કપડાથી શાફ કરી લેવા. ભીંડા નો આગળ નો અને પાછળ નો ભાગ કાપી વચ્ચે થી ૨-૩ ભીંડા નાં ટુકડાં કરી લેવા. તમે તમારી માપના ભીંડા નાં ટુકડાં કરી શકો છો. હવે ગ્રેવીમાં નાખવાનો મસાલો બનાવવા માટે એક મિક્સીંગ બાઉલ માં ગાઠીયા, લસણ અને લાલ મરચાં પાઉડર ને એડ કરી ગ્રાઇન્ડ કરી લો અને પાઉડર તૈયાર કરી લો.

એક પેન મા તેલ એડ કરી તેમાં સુકી મેથીના દાણા, સમારેલા ભીંડા અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ૪-૫ મીનીટ માટે સારી રીતે સાંતળી લો. હવે તૈયાર થયેલા ભીંડા ને એક પ્લેટ મા લઈ લો.

હવે ફરીથી પેન મા ૩ ચમચી તેલ એડ કરી, તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હીંગ અને ડુંગળી નાખો. ૩-૪ મીનીટ સુધી સાંતળી લો. હવે તેમાં જે ગાંઠીયા, લસણ અને મરચાનો ભુક્કો બનાવ્યો છે તે એડ કરો. હવે બરાબર બધું મિક્સ કરી લો.

હવે તેમાં કશ્મીરી લાલ મરચું, હળદળ, ધાણાજીરૂ, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મિક્સ કરી લો.જ્યારે તેલ છૂટું પડે ત્યારે તેમાં એક કપ સહેજ ખાટી છાશ ઉમેરો. અહિયાં ઘ્યાન રાખવાનુ કે તમારે છાશ જ્યાં સુધી ગરમ ન થાય ત્યાં સુધી તેને હલાવતા રહો.

અહિયાં તમારી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં જે ભીંડા પ્લેટ માં રાખેલા છે તે ભીંડા એડ કરો.૨-૩ મીનીટ ભીંડા ને સારી રીતે ગ્રેવી મા હલાવી તેમાં ગરમ મસાલો અને કસુરી મેથી એડ કરો. હવે તેમાં કોથમીર એડ કરી દો.

તો અહિયાં તમારું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે આ શાક સાથે રોટલી કે પરાઠા ખાસો તો ખાવામાં વધુ મજા આવે છે. તો જો તમે ભીંડાનું શાક ખાઈને થાકી ગયા હોય તો આજેજ આ રીતે ભીંડા નું છાશ વાળું શાક ઘરે સરળ રીતે બનાવી એકવાર ટેસ્ટ કરી જુવો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા