pani puri nu pani banavani recipe gujarati ma
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે જોઇશું ઘર માં રહેલી વસ્તુ માંથી એકદમ બજાર કરતા પણ ટેસ્ટી અને સ્વાદિષ્ટ પાણીપૂરી નું પાણી ઘરે કેવી રીતે બનાવી શકાય. આ પાણી બનાવવામાં એકદમ સરળ છે અને નાનાથી લઈને મોટાં લોકોનું મનપસંદ પાણીપૂરીનાં પાણી નો ટેસ્ટ તમે ઘરે જાતે બનાવીને લઈ શકો છો. તો જોઈલો ઘરે પાણીપૂરી નું પાણી બનાવવાની રીત.

બટાકા નો મસાલો ભરવા માટે

  • ૪  બાફીને છુંદેલા બટાકા
  • ૧/૪ કપ બાફેલા ચણા
  • એક ઝીણી સમારેલી ડુંગળી
  • એક સમારેલું લીલું મરચું
  • સમારેલી કોથમીર ના પાન
  • એક ચમચી શેકેલું જીરુ પાઉડર
  • ચમચી સંચળ
  • અડધી ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક ચમચી લીંબુનો રસ.

હાજમા હજમ પાણી બનાવવાની રીત

  • અડધો કપ આંબલીનો પલ્પ
  • અડધો કપ દરેલી ખાંડ
  • એક ચમચી ખમણેલું આદું
  • બે ચમચી શેકેલું જીરું
  • એક ચમચી જીરું
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક ચમચી લાલ મરચું પાવડર
  • એક ચમચી હિંગ
  • ત્રણ કપ પાણી
  • ત્રણ ચમચી તળેલી બુંદી

લસણ નું પાણી

  • એક ચમચી લસણ નાં ટુકડા
  • એક ચમચી લાલ મરચું પાઉડર
  • એક ચમચી સંચળ
  • અડધી ચમચી જીરું
  • અડધી ચમચી ચાટ મસાલા
  • ૪ કપ પાણી
  • ત્રણ ચમચી તળેલી બુંદી

આમલી નું પાણી બનાવવા

  • દોઢ લિટર પાણી
  • ૨૫૦ ગ્રામ આમલી
  • ૪૦૦ ગ્રામ ગોળ
  • એક ચમચી લાલ મરચું પાવડર
  • એક ચમચી સૂંઠ
  • એક ચમચી જીરા પાવડર
  • સ્વાદ માટે મીઠું
  • ત્રણ કપ પાણી
  • ત્રણ ચમચી તરબૂચ બીજ
  • ત્રણ ચમચી તળેલી બુંદી

પુરીમાં ભરવા બટાકાનો મસાલો બનાવવાની રીત

એક બાઉલમાં બાફેલા અને છૂંદેલા બટાકા, બાફેલા ચણા, સમારેલા ડુંગળી, સમારેલા લીલા મરચા, કોથમીર, શેકેલા જીરું પાવડર, કાળા મીઠું, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ નાખો. બધું સારી રીતે ચમચી વડે મિક્સ કરી દો. તો અહિયાં તમારો પાણીપૂરી ની પુરીમાં ભરવા માટે મસાલો તૈયાર છે.

હાજમાં હજમ પાણી બનાવવાની રીત

એક મિક્સિંગ બાઉલમાં આંબલીનો પલ્પ , ખમણેલું આદુ, શેેેેેકેલું જીરૂ, સંંચળ, મીઠું, લાલ મરચું પાવડર અને હિંગ નાંખો. બધું સારી રીતે મિક્સ કરી દો. હવે પાણી બનાવવા તેમાં બે કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ દો.હવે ૨-૩ કલાક સુુધી ફ્રીઝ માં મૂકી રાખો. ૨-૩ કલાક પછી તેમાં બૂંદી એડ કરી સર્વ કરો. તો અહિયાં તમારું હજમાં હજમ પાણી બનીને તૈયાર છે.

લસણ નું પાણી બનાવવાની રીત:

એક મિક્સર બાઉલ માં લસણ નાં ટુકડાં, લાલ મરચું, હીંગ, જીરૂ અને ચમચી, ચાટ મસાલો અને પાણી એડ કરી સારી રીતે ગ્રાઇન્ડ કરી લો. હવે તેને ૪-૫ કલાક ફ્રીઝ મા મુકો દો. ૨ કલાક ફિઝ માં મૂકી દો. ૨ કલાક પછી તેમ બુંદી નાખી દો. તો અહિયાં તમારું ચટપટું લસણ નું પાણી બનીને તૈયાર છે.

આમલી નું પાણી બનાવવાની રીત:

એક પેન મા દોઢ કો પાણી એડ કરી, ગરમ થવા દો. પાણી ગરમ થાય એટલે તેમાં આંબલી, ગોળ નાખી સારી રીતે ધીમા ગેસ પર થવા દો. હવે આંબલી અને પાણીને સારી રીતે મિક્સ કરી દો. હવે તેમાં લાલ મરચું, સુંઠ પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, અને મીઠું નાખી ૨૦-૨૫ મીનીટ થવા દો.

હવે તેને નીચે ઉતારી ૧૦ મીનીટ ઠંડું થવા દો. મિશ્રણ થાય એટલે એક ગરણી વડે તેને ગાળી લો. હવે તેમાં પાણી એડ કરી લો. તો અહિયાં તમારું આંબલીનું પાણી બનીને તૈયાર થઈ ગયું છે. સર્વ કરતા પહેલા તેમાં બૂંદી અને મગજતરી નાં બીજ એડ કરી દો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા