coca cola gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ઘણી વખત આપણે કોલ્ડ ડ્રિંક ઘરે લાવીએ છીએ અને અડધું પીધા પછી તેને ફ્રીજમાં રાખીએ છીએ. ઘણી વખત આમ કરવાથી કોલ્ડ ડ્રિંક પણ બગડી જાય છે અને ફિઝ પણ દૂર થઈ જાય છે. એવામાં તમે કોલ્ડ ડ્રિન્ક ફેંકી દો છો તો ઠંડા પીણાની મદદથી તમે તમારા ઘરના નાના કામોને ખૂબ જ સરળતાથી કરી શકો છો.

હકીકતમાં ઠંડા પીણાંનો ઉપયોગ માત્ર પીવા માટે જ નહીં પરંતુ બળી ગયેલા વાસણોને સાફ કરવા અને જીવજંતુઓને ભગાડવા કેવા બીજા કામો માટે પણ કરી શકાય છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે કોલ્ડ ડ્રિંક્સની મદદથી કયા કામ કરી શકો છો.

1. કાટ દૂર કરવા માટે : કોકા કોલાનો ઉપયોગ કોઈ વસ્તુ પર લાગેલા કાટને દૂર કરવા માટે કરી શકાય છે. તમે કાટ લાગેલી વસ્તુને કોક કોલમ ડુબાડો અથવા કોક કોળાને કાટવાળી વસ્તુ પર જગ્યા પર થોડીવાર માટે રેડો અને પછી તેને સ્ક્રબ કરી લો. કાટ દૂર થઇ જશે.

2. ફ્લોર પર પડેલા તેલના ડાઘ દૂર કરવા માટે : તમારા ફ્લોર પર પડેલા તેલના ડાઘને દૂર કરવા માટે કોલ્ડ ડ્રિંકનો ઉપયોગ કરી શકાય છે. તે જગ્યા પર થોડીવાર માટે કોલ્ડ ડ્રિંક રેડો અને પછી સાફ કરી લો, ડાઘ સરળતાથી સાફ થઈ જશે.

3. વાસણો ધોવા માટે : જો તમારા રસોડાના વાસણો વધારે બળી ગયા હોય તો તેને સાફ કરવા માટે તમે ઠંડા પીણાનો ઉપયોગ કરી શકો છો. તમે રાત્રે બળી ગયેલા વાસણમાં કોલ્ડ ડ્રિન્ક ભરી દો અને સવારે ઉઠીને તેને સાફ કરો. તમે સમજી જશો કે વાસણો ધોવા માટે પણ ઠંડા પીણાનો ઉપયોગ કરી શકાય છે.

4. જીવજંતુઓથી છુટકારો મેળવવા : જો ફળની આસપાસ ઘણાં જીવજંતુઓ અને નાની માખીઓ આવતી હોય તો તેને દૂર કરવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ફળોની બાજુમાં કોલ્ડ ડ્રિન્કનો એક નાનો બાઉલ રાખો. આ બાઉલ રાખવાથી ફાયદો થશે કે તેની મીઠી સુગંધ કીડીઓ અને અન્ય જંતુઓને આકર્ષિત થશે.

5. ચપ્પલમાં ચ્યુઇંગમ દૂર કરવા : જો ચ્યુઇંગમ જૂતાના તળિયે ચોંટી ગઈ હોય તો તેને સરળતાથી દૂર કરવું મુશ્કેલ હોય છે. આ સ્થિતિમાં ઠંડા પીણાની મદદ લઈ શકો છો. ફક્ત તે ચ્યુઇંગમ પર કોલ્ડ ડ્રિંક રેડો, તે ચ્યુઇંગમ સરળતાથી જૂતામાંથી નીકળી જશે.

6. વાળમાંથી ચ્યુઇંગમ દૂર કરવા માટે : વાળમાંથી ચ્યુઇંગમ ચોંટી ગયા પછી દૂર કરવું મુશ્કેલ બની જાય છે અને આમાં કોકા કોલા તમારી મદદ કરી શકે છે. તમારે ફક્ત તમારે વાળમાં જ્યાં ચ્યુઇંગમ ચોંટી હોય તે ભાગને 20 સેકન્ડ માટે ડુબાડો. ચ્યુઇંગમ સરળતાથી બહાર આવશે.

7. ચશ્મા સાફ કરવા માટે : આપણા ચશ્માને સાફ કરવા માટે તેને કપડાથી લૂછીએ છીએ, પરંતુ તમારે એ પણ જાણવાની જરૂર છે કે તેનાથી ધૂળના કણોના લીધે ચશ્માના લેન્સ પર સ્ક્રેચ પડી જાય છે તો કોલ્ડ ડ્રિન્ક ગ્લાસ ક્લીનર તરીકે કામ કરી શકે છે. તેને ફક્ત ચશ્માના લેન્સ પર નાખીને તેને પાણીથી ધોઈ લો અને સુકવી લો.

8. બગીચામાં રહેલા જંતુ નિયંત્રણ માટે : તમે કોકા-કોલાનો ઉપયોગ બિલકુલ તેવી જ રીતે કરો જેમ ઘરની અંદર ગાર્ડનમાં રહેલા જીવજંતુઓ માટે કરો છો. કોકા-કોલાનોને છોડની નજીકના બાઉલમાં ભરી રાખો અને તમને ઘણા જીવજંતુઓ આ બાઉલમાં મરેલા જોવા મળશે.

9. જૂના સિક્કા સાફ કરવા માટે : જો તમે જુના સિક્કા ભેગા કરવાના શોખીન છો તો તેને સ્વચ્છ અને સુરક્ષિત રાખવું પણ જરૂરી છે. તો આવી સ્થિતિમાં જુના સિક્કાઓને સાફ કરવા માટે કોલ્ડ ડ્રિન્કમાં ડૂબાવો. થોડીવાર પછી તેને સામાન્ય રીતે ઘસીને સાફ કરી લો, સિક્કાઓ ચમકવા લાગશે.

જો તમને આ માહિતી પસંદ આવી હોય તો, આવી જ કિચન ટિપ્સ અને રેસિપી જેવી વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા