આજકાલ મહિલાઓમાં પણ ખોટી ખાવા-પીવાની આદત જોવા મળે છે અને એની સાથે મહિલાઓને ઓછું પાણી પીવાની આદત હોય છે. પરંતુ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે આ આદતના કારણે મોટાભાગની મહિલાઓ કિડનીની સમસ્યાથી પીડાઈ રહી છે.
જી હા, આ ખાવાની ખોટી આદતોને કારણે કિડનીમાં નાના નાના પથ્થર જેવી નાની પથરી બને છે. પથરી એક એવી પીડાદાયક સમસ્યા છે જેમાં દર્દીને અચાનક જ તીક્ષ્ણ દુખાવો શરુ થઇ જાય છે અને જ્યારે પથરી પેશાબની નળીમાં આવી જાય છે ત્યારે દુખાવો એટલો વધી જાય છે કે તે તેમનાથી સહન પણ થતો નથી.
એ દુખાવાને કારણે પેશાબ રોકાઈ રોકાઈને થવો, પેશાબમાં લોહી આવવું, ઉલટી થવી, પેશાબની પાઈપમાં સખત દુખાવો થવો વગેરે લક્ષણો જોવા મળે છે. પથરી ખૂબ જ પીડાદાયક હોય છે તેથી તેનાથી બચવા માટે ઓપરેશન પણ કરાવે છે.
પરંતુ એવી પણ કેટલીક આયુર્વેદિક પદ્ધતિઓ છે જેની મદદથી કિડનીમાંથી પથરીને થતી અટકાવી શકો છો. તમે કદાચ માનશો નહીં પરંતુ તે સાચું છે અને કીડનીની પથરી ના થાય તે માટે કેટલીક જડીબુટ્ટીઓ ડ્રિન્ક વિશે જાણીશું.
કિડની શરીરનું સૌથી સક્રિય અંગ છે : કિડની શરીરના સૌથી સક્રિય અંગોમાંથી એક છે અને તે શરીરને ફિટ રાખવા માટે 24 કલાક કામ કરે છે. જો આપણે તેના કામ પર એકવાર નજર કરીએ તો તે લોહીને શુદ્ધ કરે છે, શરીરમાંથી કચરો અને હાનિકારક તત્વોને દૂર કરે છે.
આ સિવાય તે શરીરમાં પાણીનું જરૂરી સંતુલન જાળવી રાખે છે, બ્લડ પ્રેશર જાળવી રાખે છે, બ્લડ કણોની ઉત્પાદકતામાં વધારો કરે છે. શરીરની બંને કિડની દર મિનિટે લગભગ 1.2 લીટર લોહી સાફ કરે છે અને રેશિયો જોતા 24 કલાકમાં લગભગ 1700 લીટર લોહી સાફ કરે છે.
હળદરની ચા : હળદર રક્ત શુદ્ધિકરણ તરીકે કામ કરે છે અને તેમાં એન્ટિઈફ્લેમેટરી ગુણ હોય છે. હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન નામનું સંયોજન ઘણા પ્રકારના સૂક્ષ્મજીવાણુઓના વિકાસ અને ફેલાવાને અટકાવે છે અને કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એક ગ્લાસ પાણીમાં 1 ચમચી પીસેલી હળદરને 10 મિનિટ સુધી ઉકાળો અને તેમાં થોડા કાળા મરી અને લીંબુ નાખીને તેનું સેવન કરો.
આદુ : આદુ એક શક્તિશાળી આયુર્વેદિક ઔષધિ છે. તે શરીરને ડિટોક્સ કરે છે. આદુમાં એન્ટિ-બેક્ટેરિયલ અને મૂત્રવર્ધક ગુણ હોય છે. આદુમાં જોવા મળતું જીંજરોલ નામનું તત્વ પથરીને નાના ટુકડા કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જેના કારણે કિડનીમાં રહેલી પથરી પેશાબ સાથે સરળતાથી બહાર નીકળી જાય છે.
ઘણા લોકોને આદુની ચા ગમે છે પરંતુ તેને દૂધ વગરની ચા સાથે લેવાથી વધારે ફાયદો થાય છે. આ સિવાય માત્ર આદુને પાણીમાં ઉકાળીને પી શકાય છે. આદુને 5 થી 7 મિનિટ સુધી સાફ કર્યા પછી ઉકાળો અને તેનું સેવન કરો.
લીંબુ પાણી : લીંબુ પાણી પીવામાં સાઇટ્રેટની માત્રા વધારે હોય છે તેથી કિડની સ્વસ્થ રહે છે. સાઇટ્રેટ કેલ્શિયમ ક્રિસ્ટલને બનતું અટકાવે છે જેનાથી કિડનીની સમસ્યા થતી નથી. લીંબુ આખા વર્ષ દરમિયાન સરળતાથી મળી રહેતું ફળ છે અને તેનું સેવન પણ સરળ છે.
બીટનો રસ
બીટ એક ઉત્તમ કંદમૂળ છે, તેનો રસ કિડનીને સાફ રાખે છે અને વધારાનું કેલ્શિયમ પણ દૂર કરે છે, જેનાથી પથરી બનવાની શક્યતાઓ ઓછી થઇ જાય છે. એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર તેનો રસ શરીરને બીજા પણ ઘણા ફાયદાઓ પણ આપે છે.