child tips in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ઘણીવાર બાળકો શાળાએ ના જવું પડે તે માટે ઉઠવામાં આનાકાની કરે છે. આવી સ્થિતિમાં બાળકોને વહેલી સવારે ઉઠાડવા, તૈયાર કરવા અને પછી તેમને શાળાએ મોકલવા માતાપિતાને પણ ઘણી મહેનત કરવી પડે છે.

બાળકોના ઉછેર માટે વાલીઓએ ઘણું બધું કરતા હોય છે, પરંતુ તેમના જિદ્દી મિજાજને કારણે બાળકો ઉભા થવામાં અને તૈયાર થવામાં સમય લે છે અને ક્યારેક સ્કૂલ બસ પણ ચૂકી જાય છે. જો તમે પણ લાંબા સમયથી બાળકોની આ સમસ્યાથી પરેશાન છો તો આ લેખમાં જણાવેલી ટિપ્સને ફોલો કરશો તો બાળકો જાતે જ વહેલા ઉઠી જશે.

બાળકોને પાર્કમાં લઈ જાઓ

ગાર્ડનનું નામ સાંભળતા જ બાળકો કોઈપણ કામ કે રમત કે ઊંઘમાં હોય તો પણ આપમેળે જાગે છે. જો તમારા ઘરની નજીક કોઈ પાર્ક છે તો પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ વહેલી સવારે ઉઠીને બાળકોને પાર્કમાં 10 થી 15 મિનિટ સુધી ચાલવા અને યોગ કરવા માટે લઇ જાઓ.

આ સિવાય બાળકો સવારે ઉઠ્યા પછી હોળી વાર માટે સાયકલ પણ ચલાવી શકે છે. જો બાળકોની દિવસની શરૂઆત આ પ્રકારથી થાય છે તો તેઓ આપમેળે વહેલા ઉભા થવાનું શરૂ કરશે. આ ટિપ્સ અપનાવવાથી બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

રાત્રે જલ્દી સુવડાવો

અલગ રહેતા પરિવારોમાં બાળકો વહેલા સૂઈ જાય છે, પરંતુ સંયુક્ત કુટુંબોમાં ઘરના બીજા સભ્યો સાથે સમય ઝડપથી પસાર થાય છે. આવી સ્થિતિમાં, બાળકોને રાત્રે ખવડાવ્યા પછી 9 વાગ્યા સુધી તેમને સૂવાનો પ્રયાસ કરો. જો બાળકો રાત્રે વહેલા સૂઈ જાય છે તો તેઓ સવારે ઉઠવામાં કોઈ આનાકાની ઓછી કરશે.

વાસ્તવમાં બાળકોની ઊંઘ થોડી વધુ અને ગાઢ હોય છે. આવી સ્થિતિમાં તેમના માટે 8-10 કલાકની ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી કરીને તેઓ બીજા દિવસે ફરીથી એનર્જી સાથે રમી શકે અને અભ્યાસમાં પર સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે.

મનપસંદ સંગીત વગાડો

બાળકોને ગુસ્સે થઈને કે ધમકાવીને ઉઠાડવાને બદલે સવારે મ્યુઝિક સિસ્ટમ પર, બાળકોના મનપસંદ ગીતો અને કવિતાઓ વગાડો, તમે જોશો કે બાળકો આપોઆપ વહેલા જાગી જશે. કાર્ટૂન પ્રત્યેની રુચિને કારણે બાળકો તેમને લગતા કાર્ટુનવાળા ગીતો ખૂબ ધ્યાનથી સાંભળે છે.

કેટલાક બાળકોને છોટા ભીમ પસંદ છે, કેટલાકને પાપા પિગ, કેટલાકને એલ્સા આના ના દીવાના છે, કેટલાકને બેબી શાર્કના ગીતો સાંભળવા ગમે છે. બાળકો આ કાર્ટૂનનાં ટાઇટલ ગીતો સાંભળીને બાળકો ખૂબ જ ખુશ થાય છે. અને તેને જોવા માટે જલ્દી ઉઠી જાય છે.

આ પણ વાંચો: બધા જોડે 24 કલાક જ છે તો સવારે વહેલા ઉઠવાનું ચાલુ કરી નાખો, નહીંતર આ લાભો તમને નહિ મળે,

રૂમમાં પ્રકાશ આવવા દો

બાળકોને સવારે ઉઠાડવા માટે બારીઓના પડદા હટાવી દો, જેથી રૂમમાં પ્રકાશ આવી શકે. આ સિવાય જો બાળકોના રૂમમાં બારી ન હોય તો લાઈટ ચાલુ કરો જેના કારણે ધીમે ધીમે બાળકોની આંખ ખૂલી જાય છે અને તેઓ જાગી જાય છે.

બાળકોને આત્મનિર્ભર બનાવો

ઘણીવાર માતાઓને જોયા હશે કે બાળકો પાછળ ક્યારેક તેઓ દૂધનો ગ્લાસ લઈને, તો ક્યારેક મોજાં અને ટાઈ લઈને બાળકોની પાછળ દોડતી જોવા મળે છે. જે ખોટું છે. તમારા બાળકને તેની ઉંમર પ્રમાણે તેનું પોતાનું કામ જાતે કેવી રીતે કરવું તે શીખવો.

બાળકોના રૂમમાં એલાર્મ ઘડિયાળ લગાવો જેથી તેઓ વહેલા ઉઠતા શીખે અને તેમના કપડા નજીકમાં લટકાવો જેથી તેઓ સ્નાન કરીને તેમના તમામ કામ કરી શકે. જો તમે તેમને હંમેશા નાના બાળકની જેમ બોલાવશો અને તેમના કામ કરતા રહેશો તો બાળકો સંપૂર્ણપણે માતાપિતા પર નિર્ભર રહેશે અને તેની અસર તેના વર્તન પણ પણ પડે છે. ક્યારેક તેમને વસ્તુ નહીં આપો તો જલ્દી ગુસ્સે થઇ જશે તેથી તેમને આત્મનિર્ભર બનાવો.

તો આ હતી 5 અસરકારક ટિપ્સ, જે દરેક માતાપિતાએ અપનાવવી જોઈએ. તમે પણ માત્ર 10 દિવસ કરી જુઓ, તમારું બાળક પણ સવારે વહેલા ઉઠી જશે. માહિતી ગમી હોય તો આવી જ જાણકરી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા