હવે તમારું બાળક પણ હોમવર્ક કરવા લાગશે, અપનાવો આ 5 ટિપ્સ

child homework tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બાળકો રમતિયાર હોય છે તેથી મોટાભાગના ઘરોમાં માતાપિતા હોમવર્ક કરવાનું કહે ત્યારે બાળક પણ હોમવર્ક કરવામાં હા ના કરે છે. બાળકો ઘણી વાર હોમવર્ક પૂરું પણ ના થયું હોય તો અર્પણ તમારી સાથે જૂઠું બોલે છે.

ઘણા ના ઘરે બાળક વારંવાર હોમવર્કના નામે બીમાર થવાનું બહાનું બનાવે છે. જ્યારે પણ તમે તમારા બાળકને હોમવર્ક કરવાનું કહો ત્યારે તે તમારી વાતને ટાળે છે તો તેનો સીધો અર્થ એ થાય છે કે બાળક માટે હોમવર્ક એક બોજ છે અને આવી સ્થિતિમાં તે તેનાથી બચવા માંગે છે.

હોમવર્ક ત્યારે જ સફળ થાય છે જ્યારે બાળક તેને પોતાની ખુશીથી કરે છે. આ સાથે તે બાળકને સેલ્ફ સ્ટડી કરવા માટે પણ પ્રેરિત કરે છે. પરંતુ આ માટે માતા-પિતા જાણી લે કે હોમવર્ક બાળક માટે બોજ ના બનવું જોઈએ તેનું ધ્યાન રાખે.

જ્યારે તેને હોમવર્ક કરવું સરળ લાગશે તે દિવસથી તે જાતે જ કરવા માટે પ્રેરિત કરશે. તો આજે આ લેખમાં અમે તમને કેટલીક એવી રીતો જણાવીશું જેને અપનાવીને તમે બાળકને હોમવર્ક કરવા માટે પ્રેરિત કરી શકો છો અને તેને બોજ લાગતું આ કામ કરવા માટે પ્રેરિત કરી શકો છો.

રમત રમતમાં શીખવાડો : રમવાનું દરેક બાળકને ગમે છે. તેથી જો તમે બાળક માટે હોમવર્ક સરળ બનાવવા માંગો છો તો પછી તેને રમત રમતમાં કોઈપણ નવો કોન્સેપટ શીખવવાનો પ્રયાસ કરો. ઉદાહરણ જો બાળક ઉંમરમાં ખૂબ નાનું છે અને તેને રંગોના નામ શીખવવા માંગો છો તો તમે તેની જોડે કલર ગેમ રમી શકો છો . એ જ રીતે તેને ગણિતમાં ઉમેરો કરવાનું શીખવી શકો છો.

જોડે મળીને કામ કરો : આ બાળકોને હોમવર્ક કરવા માટે પ્રોત્સાહિત કરવાની સરળ રીત છે. તમે કોશિશ કરો કે ઓફિસનું કામ એ સસમયે કરો જયારે બાળક હોમવર્ક કરી રહ્યું હોય. તમે એમ પણ કહી શકો કે, આપણે બંને એકસાથે હોમવર્ક કરીયે, જે તેનું કામ પહેલા સારી રીતે કરશે તેને સાંજે ચોકલેટ મળશે. આ રીતે, બાળક તેનું હોમવર્ક ધ્યાન લગાવીને કરશે.

વિડિઓની મદદ લો : જો બાળક ઉંમરમાં મોટું હોય તો તેને કોઈપણ નવા કોન્સેપ્ટનું હોમવર્ક તેને કરવાનું કહેતા પહેલા તેને સંબંધિત વિડીયો બતાવો અને જ્યાં પણ તે મૂંઝવણમાં હોય તો તમે તેને સમજાવો. હકીકતમાં બાળકો હોમવર્કથી કેટલીકવાર એટલે પણ ભાગી જાય છે કારણ કે તેઓ તે concept ને સમજી શકતા નથી.

તો આવી સ્થિતિમાં તે તેને છોડી દેવાનું યોગ્ય માને છે અને રમવા લાગી જાય છે. પરંતુ જો તમે તેમને પહેલા વિડિયો બતાવો તો તે તેમને તે વાત સારી તે સમજાઈ જશે અને પછી તેમના માટે હોમવર્ક કરવાનું સરળ બની જાય છે.

લર્નિંગ એપ્લિકેશનની મદદ લો : આ પણ એક સારો વિકલ્પ છે બાળકના હોમવર્કને સરળ બનાવવાનો. ઘણી વખત બાળકો વિડીયો જુએ છે અને તેમને ખ્યાલ પણ આવી જાય છે, પરંતુ જ્યારે તે હોમવર્ક કરવા બેસે છે ત્યારે તેમને મુશ્કેલ લાગે છે. ત્યાં જ આ લર્નિંગ એપ્સ કામમાં આવે છે.

વીડિયો જોયા પછી તેને જે હોમવર્ક કર્યું છે તે સાચું છે કે ખોટું તે તપાસ કરવાની રીત છે લર્નિંગ એપ્લિકેશન. તેથી તેમાં પણ થોડો સમય પસાર કરવો જોઈએ . જ્યારે તે લર્નિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે ત્યારે તેને તેની ખામીઓ અને ભૂલો વિશે ખબર પડે છે અને પછીથી હોમવર્ક કરવું સરળ બની જાય છે.

ટાઈમર સેટ કરો : મોટાભાગના બાળકોને હોમવર્ક બોજારૂપ બની જાય છે કારણ કે તેઓ પુસ્તક લઈને બેસે તો છે પરંતુ તેમનું મોટાભાગનું ધ્યાન બીજે જ હોય છે. આવી સ્થિતિમાં તેને લાગે છે કે તેને હોમવર્ક કરવામાં કલાકો લાગી જશે અને તે વિચારીને તે તેનાથી દૂર ભાગી જાય છે. આ સમસ્યા માટે શ્રેષ્ઠ ઉપાય છે ફોનમાં ટાઈમર સેટ કરવાનો.

હકીકતમાં જયારે તમે ટાઇમર સેટ કરો છો ત્યારે તેમને હોમવર્ક પૂર્ણ કરવા માટે સમયનો એક લક્ષ્ય મળી જાય છે. જેના કારણે તેમનું તમામ ધ્યાન માત્ર હોમવર્ક પર કેન્દ્રિત થઇ જાય છે. આનાથી હોમવર્ક તો ઝડપી થાય જ છે, પરંતુ તેમના માટે કાળજીપૂર્વક હોમવર્ક કરવું પણ સરળ બનાવે છે.

અમને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે, આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ ટિપ્સ વગેરે માહિતી મળતી રહેશે.