ચીકુ એક મીઠું અને સ્વાદિષ્ટ ફળ છે. ચીકુમાં ઘણાં ફાયબર હોય છે, જેનો રેચક પ્રભાવ પડે છે. ચીકુમાં ઘણા બધા પ્રકારના વિટામિન મળી આવે છે. ચીકુ માં વિટામીન એ, વિટામીન બી, વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં પ્રોટીન, ફોસ્ફરસ, ફાઇબર અને આયર્ન પણ જોવા મળે છે.
ચીકુ કુદરતી એન્ટીઓક્સીડેન્ટ પણ છે. ચીકુમાં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે જે શરીરની ઘણી બધી જરૂરિયાત ને પૂરી કરે છે. માટે ચીકુનું સેવન કરવું આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જાણીલો ચીકુનાં ફાયદા વિશે.
તમે ચીકુ પર થોડું કાળા મીઠું એટલે કે સિંધવ મીઠું લગાવી શકો છો, તે તમારા કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે અને તેની સાથે તે તમારું વજન અને મેદસ્વીતા ઘટાડવામાં પણ મદદ કરે છે, પરંતુ જો તમે વજન ઓછું કરવા માટે ચીકુની મદદ લઈ રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે તમે દિવસમાં માત્ર એક કે બે ચીકુ ખાવાના છે કારણ કે વધારે ચીકુ ખાવાથી અથવા તમારા વજનમાં વધારો કરી શકે છે.
જો તમારે કેન્સર જેવી ગંભીર બિમારીથી બચવું છે તો ચીકુનું સેવન કરવું. કેમકે તેમાં વધુ પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ ફાઇબર અને બીજા પોષક તત્વોની સાથે વિટામિન એ અને સી પણ મળી આવે છે. વિટામિન એ ફેંફસા અને મોઢાના કેન્સરથી બચાવે છે. તો ચીકુ ખાવાનુ શરૂ કરો અને કેન્સરથી બચો.
ચીકુ હાડકા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ચીકૂમાં વધુ પ્રમાણમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન મળી આવે છે. જે હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે. માટે ચીકુ ખાવાથી આપણા શરીરના હાડકા મજબૂત બને છે. તમારા બાળકને ચીકુ ખવડાવો અને તેના હાડકાને મજબૂત બનાવો.
ચીકુ ગર્ભાવસ્થા દરમિયાન ખાવાથી ફાયદો થાય છે. તેનાથી તે સમયે ખાવાથી નબળાઈ અને ઉલટી કે પછી ચક્કર જેવી તકલીફો ઉત્પન્ન થતી નથી. કારણકે તેમાં વધુ પ્રમાણમાં પોષક તત્વ અને કાર્બોહાઇડ્રેટ મળી આવે છે, જેથી ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
ચીક માં વધુ પ્રમાણમાં વિટામીન એ મળી આવે છે. જે આપણી આંખ માટે ફાયદાકારક છે. ચીકુ ખાવાથી આંખોની તકલીફમાંથી છુટકારો મળી જાય છે. તમારા બાળકને શીખવતો ચશ્મા થી બચાવી શકો છો.
ચીકુ શરીરના ચેપ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. તેમાં એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. એન્ટીઓક્સિડેન્ટ હોવાને કારણે તે શરીરમાં બેક્ટેરિયાને આવતા અટકાવે છે. વિટામીન સી નુકસાનકારક મુક્તક એટલે કે ફ્રી રેડિકલ્સ નો નાશ કરે છે. જેથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.
ચીકુ તમારી ચામડી માટે ખૂબ ફાયદાકારક છે કેમકે તેમાં વિટામિન ઇ મળી આવે છે જે તમારી ત્વચાને નમી આપે છે. જેથી ત્વચા સ્વસ્થ અને સુંદર થઈ જાય છે. સાથે જ તે તમારા વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે.તેનાં બીજનું તેલ માથાની ચામડી ને સ્વસ્થ બનાવે છે અને વાળને વધારવામાં પણ મદદ કરે છે. ચીકુના બીજને એરંડિયા સાથે ભેળવીને માથાની સ્કૅલ્પ એટલે કે તારામાં લગાવવાથી વાળ ચમકદાર અને ડેન્ડ્રફ ફ્રી થઇ જાય છે. વાળ અને ચામડીને તંદુરસ્તી માટે ચીકુ ખાવું હિતાવહ છે.
ચીકુમાં હેમો સ્ટેટિક પ્રોપર્ટીઝના ગુણ પણ મળી આવે છે એટલે કે શરીરમાં થતાં લોહીના નુકસાનથી પણ ચીકુ બચાવે છે. તેથી જ ઇજા થી પણ જલદીથી સારા કરી દે છે. ચીકુમાં બીજને વાટીને કીડા કરડવાની જગ્યાએ પણ લગાવી શકાય છે. તેનાથી તમને ઘણી રાહત મળે છે. હરસ મસા થી બચવા માટે પણ ચીકુ ખાવું જોઈએ.
જો તમને કફની તકલીફ છે તો ચીકુ તમારા માટે ઘણા ફાયદાકારક રહેશે. ચીકૂમાં એક પ્રકારનું ખાસ તત્વ મળી આવે છે જેનાથી શ્વસનતંત્ર માંથી કફ અને બલગમ કાઢીને તે જૂની ખાંસીમાં રાહત આપે છે. આ રીતે આ શરદી અને ખાંસી થી બચાવે છે. શ્વસનતંત્ર નાં રોગોથી બચવા માટે ચીકુ ખાવું જોઈએ.
ચીકુમાં એન્ટીઓક્સિડેન્ટ સારા પ્રમાણમાં મળી આવે છે, તેથી તે ઉંમર વધવાની પ્રક્રિયાને અટકાવવામાં ઉપયોગી છે. એટલે કે તે એન્ટી એજિંગ છે. કેમકે તે ફ્રી રેડિકલ્સને ખલાસ કરી નાખે છે અને તે કરચલી પણ ઓછી કરી દે છે. યુવાન દેખાવું હોય તો તમારે નિયમિત ચીકુ ખાવું જોઈએ.
પથરીના દર્દીઓ માટે જે ઘણાં સારા રહે છે. સાથે જ તેમાં તમારા વજનમાં પણ ઘણો ફાયદો થશે. તે મગજનાં તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. ચીકુ ખાવાથી આપણા શરીરમાં વાયરલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયા દૂર થાય છે. ચીકુ , આપણા શરીરમાં તે કફ અને શરદી માટે પણ સારું છે. અને તે એક દવા જેવું કામ કરે છે.
તમને અમારી માહીતી પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.