આજે આપણે જોઇશું ટોપરાની ચિક્કી બનાવવાની રીત. આ ચિક્કી બનવામાં પાતળી અને એકદમ ક્રિસ્પી બને છે. આ ચિક્કી કેવી રીતે વણવી તેની ટીપ્સ પણ આપીશું જેથી તમને ઘરે બનાવવામાં સરળતા રહે. આ ચિક્કી એકદમ સોફ્ટ અને પાપડ જેવી ઘરે કેવી રીતે બનાવવી તે વિશે જોઈલો લો.
- સામગ્રી:
- ૨૦૦ ગ્રામ સમારેલો ગોળ
- ૨૦૦ ગ્રામ ટોપરાનું છીણ
- એક ચમચી ઘી
- એક ચમચી કુકિંગ સોડા
- અડધી ચમચી ઈલાયચી- ઉમેરવી હોય તો લઈ શકો
ટોપરાની ચિક્કી બનાવવાની રીત:
સૌ પ્રથમ તમારે ટોપરાનું છીણ અને ગોળ નું માપ એક સરખુ જ લેવાનુ છે. હવે એક પેન ને ગેસ પર રાખી પેન ગરમ થાય એટલે તેમાં એક ચમચી ઘી એડ કરી દો. હવે પેનમાં ગોળ એડ કરીને ગોળને સારી રીતે મેલ્ટ કરી દો. ૪-૫ મીનીટ માટે ગોળને હલાવતા જાઓ.
૪-૫ મીનીટ પછી ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો હસે. ગોળ મેલ્ટ થાય પછી પણ તેને એક મીનીટ માટે હલાવો. હવે ગોળ નો પારો બરાબર થયો છે કે નહિ તે ચેક કરવા માટે એક બાઉલમાં થોડું પાણી એડ કરી દો. તેમાં મેલ્ટ થયેલા થોડાં ગોળ ને એડ કરી ૫-૧૦ સેકન્ડ પછી તે ગોળને પાણીમાંથી બહાર કાઢી ચેક કરો કે તમારો ગોળનો પારો બરાબર થયો છે કે નહિ.
જો તમાંરો ગોળ ચોંટીને તૂટતો હોય તો સમજવું કે તમારો ગોળનો પારો હજી કાચો છે અથવા તો ગોળ ને મોઢામાં નાખીને ચાવી જોવો. જો ગોળ દાંત માં ચોંટે તો સમજવું કે તમારો ગોળનો પારો બરાબર થયો નથી. જ્યારે ગોળનો પારો થવા આવે એટલે ગોળ પર તમને બબલ્સ જોવા મળશે. ગોળનો પારો બરાબર થવો એ ચિક્કી બનાવવા માટે સૌથી જરૂરી છે.
ગોળનો પારો બરાબર થઈ જાય એટલે તેમાં એક ચમચી કૂકિંગ સોડા એડ કરો. કુકિગ સોડા એડ કરવાથી તમારી ચિક્કી એકદમ ક્રિસ્પી બનશે અને ચિક્કી નો કલર પણ સારો આવશે.
કૂકિગ સોડા એડ કર્યાં પછી તેને એક મીનીટ માટે મિક્સ કરી દો. હવે તેમાં ટોપરાનું છીણ એડ કરો. હવે આ ટોપરાના છીણને તમારે સારી રીતે ગોળ સાથે મિક્સ કરી દેવાનુ છે. જ્યારે છીણ ગોળ સાથે મિક્સ થઈ જાય એટલે ગેસ ને બંધ કરી બધું સારી રીતે મિક્સ કરી દો.
હવે ફટાફટ તમારેે બનાવેલાં મિશ્રણ ને વણવાનું છે. તો તેના માટે તમારે એક પ્લાસ્ટિક નાં કાગળ પર ઘી લગાવી અથવા તો પ્લેટફોર્મ( ઘરમાં નીચે રહેલા પથ્થર પર) પર ઘી લગાવી બનાવેલાં મિશ્રણ ને પાથળી દો. હવે હાથની મદદ થી તેને ગોળ શેપ આપીને વેલણ ની મદદથી તેને પાતળુ વણી લો.
ચિક્કી વણાઈ ગયા પછી તેને થોડી વાર રહેવા દો. તો અહિયાં તમારી ચિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ચિક્કી બનાવામાં એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બની હશે. તો આ રેસિપી તમે ઘરે જરૂર થી પ્રયત્ન કરજો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.