અમૃતસરી પીંડી છોલે બનાવવાની સરળ રીત

સામગ્રી

  • છોલે ચણા – 200 ગ્રામ
  • બારીક સમારેલી ડુંગળી – 3 નંગ
  • સરસોનું તેલ – 2 ચમચી
  • સમારેલા ટામેટાં – 3 નંગ
  • લીલા મરચા – 2
  • આદુ – 1 નંગ
  • લસણ – 6, 7 કળીઓ
  • લાલ મરચું પાવડર – 1 ચમચી
  • શેકેલું જીરું પાવડર – 2 ચમચી
  • હળદર પાવડર – 1 ચમચી
  • ગરમ મસાલો – 1 ચમચી
  • બેસન – 1 ચમચી
  • સ્વાદ અનુસાર મીઠું
  • તેજપત્તા 1 નંગ
  • તજ 2 નંગ
  • લવિંગ – 2
  • કાળા મરી 6 થી 7 દાણા

બનાવવાની રીત

સૌપ્રથમ કુકરને ગેસ પર મુકો અને તેમાં પલાળેલા ચણા નાખો અને 2 થી 3 કપ પાણી ઉમેરો અને તેમાં 1 ચમચી મીઠું નાખો અને પછી તેને ચાર સીટી વાગે ત્યાં સુધી બાફી લો. ચણા બફાઈ છે ત્યાં સુધીમાં, મિક્સર જારમાં સમારેલા ટામેટાં અને લસણ, આદુ અને લીલા મરચાંને પીસીને પેસ્ટ બનાવો.

હવે ગેસ પર એક કઢાઈ મુકો અને તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય પછી તેમાં તમાલપત્ર, લવિંગ, તજ , ખાંડ અને કાળા મરી નાખીને સાંતળો અને 1 મિનિટ સાંતળાઈ ગયા પછી તેમાં સમારેલી ડુંગળી નાખીને સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળો.

આ પણ વાંચોઃ ચણાને બાફ્યા વગર પ્રેશર કૂકરમાં આ રીતે બનાવો મસાલા છોલે નું શાક, એટલું સ્વાદિષ્ટ બનશે કે તમે વિચાર્યું પણ નહીં હોય

હવે તેમાં ચણાનો લોટ નાખીને સારી રીતે શેકી લો. ચણાના લોટને શેક્યા પછી તેમાં ગરમ ​​મસાલો, જીરું પાવડર અને હળદર નાખીને સારી રીતે મિક્ષ કરી લો. હવે ટામેટાની પેસ્ટ અને થોડું પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો અને મિક્સ થયા બાદ તેમાં લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરો.

હવે જ્યારે મસાલો સારી રીતે બફાઈ જાય ત્યારે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને મસાલાને ધીમી આંચ પર હલાવતા રહો જ્યાં સુધી તે સુકાઈ ન જાય. હવે બાફેલા ચણાને સૂકા મસાલામાં નાખીને બરાબર મિક્ષ કરી લો ત્યાર બાદ તેમાં એક કપ પાણી ઉમેરો અને મિક્સ થયા બાદ ચણાને ઢાંકીને 10 મિનિટ સુધી પકાવો.

હવે એક તડકા પેનમાં 1 ચમચી તેલ, 1 ચમચી જીરું અને બે લીલાં મરચાં નાખીને તેને ફ્રાય કરો અને ચણાના શાકમાં તડકો રેડો. હવે તમારા છોલે પીરસવા માટે તૈયાર છે. જો તમને રેસિપી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.