aloe vera facial at home in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

Aloe Vera Facial: એલોવેરાને ત્વચા માટે અમૃત માનવામાં આવે છે કારણ કે પ્રાકૃતિક એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોવાથી તે ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે. એલોવેરા ત્વચાને હાઇડ્રેટ કરવામાં, બળતરા, કરચલીઓ, ડાઘને દૂર કરવામાં મદદ કરે છે.

એલોવેરા ત્વચા માટે કુદરતી મોઈશ્ચરાઈઝર છે. તેને ત્વચા પર લગાવવાથી ત્વચામાં મોઈશ્ચર આવે છે અને પોષણ મળે છે. એલોવેરા જેલનો નિયમિતપણે ઉપયોગ કરવાથી તમે લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાઈ શકો છો.

પરંતુ આજે અમે તમને ઘરે એલોવેરા ફેશિયલ કેવી રીતે કરી શકાય તે વિશે જણાવીશું. હવે તમારે દર મહિને ફેશિયલ માટે પાર્લરમાં જવાની જરૂર નહીં પડે અને તમારા પાર્લરના પૈસા પણ બચી જશે. તો આવો જાણીએ ઘરે એલોવેરા ફેશિયલ કરવાના 4 સ્ટેપ્સ વિશે.

એલોવેરા આપણી ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે? એલોવેરામાં રહેલા વિટામીન A , C, E, B-12, ફોલિક એસિડ, કોલિન વગેરે ત્વચાને હાઇડ્રેટ કરે છે. આ તમામ વિટામીન એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે.

સફાઈ

ફેશિયલ માટેનું પહેલું સ્ટેપ ક્લીનિંગ હોય છે. આ માટે તમારે 1 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી લીંબુનો રસ લો. બંનેને સારી રીતે મિક્સ કરીને આખા ચહેરા પર લગાવો અને સારી રીતે મસાજ કરો. માત્ર 5 મિનિટ કરો અને પછી તમારા ચહેરાને કોટનથી સાફ કરો.

સ્ક્રબિંગ

ફેશિયલનું બીજું સ્ટેપ સ્ક્રબિંગ હોય છે. જો તમે તમારી સુંદરતા જાળવી રાખવા માંગતા હોવ તો સ્ક્રબિંગ પર એટલું જ જરૂરી છે. સ્ક્રબ કરવાથી ત્વચાની મૃત ત્વચા દૂર થાય છે અને ચહેરા પરથી એકઠી થયેલી બધી ગંદકી પણ દૂર થાય છે.

સ્ક્રબિંગ કરવા માટે 1 ચમચી ચોખાનો લોટ, 2 ચમચી એલોવેરા જેલ, 1 ચમચી લીંબુનો રસ લો અને બધી સામગ્રીને મિક્સ કરો. હવે તમારા ચહેરા પર સ્ક્રબ લગાવો અને ગોળાકાર ગતિમાં 2 મિનિટ સ્ક્રબ કરીને છોડી દો.

આ પછી તમારા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ચોખાનો લોટ સૂર્યપ્રકાશને કારણે ચહેરા પરના ખીલના નિશાન અને કાળાશ દૂર કરે છે અને આપણો ચહેરાને પણ સાફ કરે છે.

મસાજ

આ માટે તમારે 1 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી મધ લેવાનું છે અને આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને તમારા ચહેરા પર 10 મિનિટ સુધી મસાજ કરો. આ પછી ઠંડા પાણીથી ધોઈ લો. મસાજ કરવાથી રક્ત પરિભ્રમણ સુધારે છે, જે તમારી ત્વચાને વધુ ચમકદાર બનાવે છે.

ફેસ પેક

આ માટે તમારે 1 ચમચી ચંદન પાવડર, 2 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી ગુલાબજળ લેવાનું છે. આ ત્રણેય સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને તમારા ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રાખીને ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

તો તમે પણ આ રીતે કોઈ પ્રસંગ અને તહેવારમાં આ રીતે ફેસિયલ કરીને પૈસા બનાવી ચકો છો. જો તમને આ બ્યુટી ટિપ્સ ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા