ભારતમાં લગભગ દરેકના ઘરે વ્યક્તિ સવારમાં સૌથી પહેલા ગરમ ચા પીવે છે. મોટાભાગની વ્યક્તિઓને સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ ચા પીવી ગમે છે. ઘણા લોકોને સવારની ચા વગર તો દિવસ જ નથી ઉગતો. તો લોકોને ચા એક નશા સમાન હોય છે અને તેના વગર તેમનો દિવસ પણ શરૂ થતો નથી.
આ સિવાય પણ ઘણા લોકોને સવારે ચા પીવાની એવી આદત હોય છે કે જો તેમને ચા ના મળે તો માથું દુખવા લાગે છે. પરંતુ જે ચા ને ગરણી દ્વારા ગાળવામાં આવે છે તે ગરણી થોડા દિવસો પછી ખૂબ ગંદી થઈ જાય છે. જે માત્ર ખરાબ જ દેખાતી નથી પણ તમારા માટે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
પરંતુ મોટાભાગની મહિલાઓ તેને સારી રીતે સાફ કરવાનું ટાળે છે કારણ કે તેને સાફ કરવામાં ઘણી મહેનત લાગે છે. પરંતુ આજે અમે તમને ચાની ગરણીને સાફ કરવાની એક એવી રીત વિશે જણાવીશું, જેના કારણે તમારી ચાની ગરણી થોડીવારમાં સાફ થઈ જશે અને તે એકદમ નવી લાવ્યા હોય એવી દેખાશે.
આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે ચા ની ગરણીને 3 રીતે સાફ કરી શકાય. આ તમારા માટે ખૂબ ફાયદાકારક કિચન ટિપ્સ હોઈ શકે છે.
ટિપ્સ 1 : પ્લાસ્ટિકની ગરણીને સાફ કરવા માટે તમે તમારી ગરણી પર કોઈપણ નહાવાનો સાબુને લગાવીને તેને 15 મિનિટ માટે છોડી દો. આ પછી તેને ટૂથબ્રશથી ઘસીને સાફ કરો. તમારી ગરણી એકદમ નવી જેવી દેખાશે. જો તમારી ગરણી ખૂબ જ ગંદી થઇ ગઈ હોય તો ગરણી પર સાબુ લગાવીને આખી રાત છોડી દો. જો તમે મહિનામાં એકવાર આ રીતે તમારી ગરણીને સાફ કરશો તો તે હંમેશા સાફ રહેશે
ટિપ્સ 2 : સ્ટીલની ગરણીને સાફ કરવા માટે સૌથી પહેલા ગેસ ચાલુ કરો અને આ ગરણીને ગરમ કરો. આમ ગરણીને ગરમ કરવાથી સ્ટીલની ચાળણી પરની બધી ગંદકી બળી જશે. હવે તમે ગરણીને સંપૂર્ણપણે સાફ કરવા માટે જૂના કોઈ પણ ટૂથબ્રશથી થોડું ડીશ વૉશ લગાવીને ચાળણીને સારી રીતે સાફ કરો. આ રીતે સાફ કરવાથી તમારી ચાની ગરણી થોડીવારમાં જ સાફ થઈ જશે.
ટિપ્સ 3 : આ ઉપાય માટે તમારે બેકિંગ પાવડર અને વિનેગરની જરૂર પડશે. આ ઉપાયથી તમે પ્લાસ્ટિક અને સ્ટીલની બંને ગરણીઓને સરળતાથી સાફ કરી શકો છો. આ માટે 1 સ્ટીલ અને કાચની વાટકી લો અને તેમાં બંને ગરણીઓને રાખો.
હવે 2 ચમચી બેકિંગ પાવડર લો અને તેમાં 1 ચમચી પાણી ઉમેરીને એક જાડી પેસ્ટ બનાવો. આ પેસ્ટને જૂના ટૂથબ્રશથી આખી ગરણી પર લગાવો અને જુના ટુથબ્રશથી ગરણીને હળવા હાથે સાફ કરો. એ જ રીતે બંને ગરણી પર બેકિંગ પાવડર લગાવીને થોડીવાર રહેવા દો. તમે બેકિંગ પાવડરથી કોઈપણ ડાઘને સાફ કરી શકો છો.
હવે બાઉલમાં બંને ગરણીઓને મૂકો અને તેની ઉપર સફેદ વિનેગર નાખો. વિનેગર ઉમેરવાથી તેમાં પરપોટા બને છે, જેના કારણે તે ખાવાના સોડા સાથે પ્રતિક્રિયા આપવાથી ગંદકી સાફ કરે છે.
ચાની ગરણી દરેકના ઘરમાં હોય છે અને તમે તેને ગમે તેટલી સાફ કરી લો પણ ધીમે ધીમે તે ફરીથી ગંદી થઇ જ જશે. જ્યારે આપણે નવી ગરણી ખરીદીએ છીએ ત્યારે તે ચમકતી હોય છે. પરંતુ દરરોજ ઉપયોગ કરવાથી તે ધીમે ધીમે ગંદુ થતું જાય છે. ચાની પત્તી ગરણીમાં જામી જાય છે અને ધીમે ધીમે તે સંપૂર્ણપણે કાણા બંધ થઈ જાય છે.
જ્યારે આપણે તેને દરરોજ વાસણની જોડે ઘસીને ધોઈએ છીએ તો પણ તે તેનાથી સાફ થતું નથી. આ 3 સ્ટેપની મદદથી તમે પ્લાસ્ટિક અથવા સ્ટીલની ગરણીને મિનિટોમાં સાફ કરી શકો છો. તો રાહ શેની જુઓ છો, આજે જ અપનાવો આ ઉપાયો અને બનાવો તમારી ગરણીને નવી જેવી.
તો તમને આ લેખ કેવો લાગ્યો એ પણ જણાવો અને આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.