car driving tips in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આપણે એવી પેઢીમાંથી આવીએ છીએ જેમના માતા-પિતાએ બાળપણમાં તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખતા હતા. તેઓ મોટા થઈને અમારા સપના સાકાર કરશે. પરંતુ આજે એક માતા-પિતા તરીકે બાળકો પાસેથી આ બધી અપેક્ષાઓ ઓછી થઈ ગઈ છે.

અત્યારની પેઢીના તમામ માતા-પિતાની એક જ ઈચ્છા છે કે અમારા બાળકો સુરક્ષિત રહે. આજના યુવાનો જે રીતે વાહન ચલાવે છે તેનાથી દરેક માતા-પિતા ચિંતિત હોય છે. જો તમે પણ જુવાન દીકરા દીકરીના માતા-પિતા છો અથવા તમારા કોઈ મોટા ભાઈ-બહેન હોય તો તેમને આ લેખ તેમને જરૂર વાંચવા કહો. જો તે વાંચવા નથી માંગતા તો તમે વાંચીને સંભળાવો.

અત્યારે યુવાનોમાં ઝડપથી વાહન ચલાવવાનો શોખ ચાલી રહ્યો છે. તેઓ લોકોને જણાવવા માંગે છે કે તેઓ કેટલી ઝડપથી ગાડી ચલાવી શકે છે અને તેમનામાં કેટલી હિંમત છે અથવા તેમની ભાષામાં કહીએ તો તેમનામાં કેટલી જીગર છે.

તે ફૂલ ઝડપી વાહન ચલાવવા માંગે છે તો ચલાવે પરંતુ તેમના વાહનની સ્પીડ વધારતા પહેલા, તેઓએ પોતાની જાતને કેટલાક પ્રશ્નો જરૂર પૂછવા જોઈએ. જો તેમનો જવાબ સકારાત્મક છે તો તેઓ ફૂલ સ્પીડમાં વાહન ચલાવી શકે છે.

1. પહેલો પ્રશ્ન, શું ખરેખર ઝડપી વાહન ચલાવવાની જરૂર છે? જેમ કે તેમને ક્યાંક ખૂબ જ ઝડપથી પહોંચવાનું છે નહીંતર તેમનું લખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે અથવા કોઈનો જીવ જઈ શકે છે અથવા તેમના વહેલા પહોંચવાથી કોઈનો જીવ બચી શકે છે. જો આવા કામ હોય તો ઝડપથી વાહન ચલાવવામાં તેમનું કોઈ નુકસાન નથી.

2. બીજો પ્રશ્ન, ઝડપી વાહન ચલાવતા પોતાની જાતને પૂછો કે શું તેમનો સમય ખૂબ મૂલ્યવાન છે? ઉદાહરણ તરીકે, શું તેઓ કલાક દીઠ લાખો રૂપિયા કમાઓ છો અથવા વહેલા નહિ પહોંચો તો ઘણું કામ બંધ થઈ જશે અથવા સમયસર નહિ પહોંચીએ તો તેમને ઘણું નુકસાન થશે? ઘણીવાર એવું જોવા મળે છે કે યુવાનો ઘરે નવરા બેઠા હોય છે અને તેમની બાઇકને બહાર કાઢીને રોડ પર ફૂલ સ્પીડે નીકળી જાય છે.

પછી તેમના મિત્રના જોડે પહોંચીને ગપ્પા મારે છે, ત્યાંથી પણ ફૂલ ઝડપે પાછા ઘરે આવે છે અને ઘરે આવીને સૂઈ જાય છે અથવા ટીવી કે મોબાઈલ જોવાનું શરૂ કરે છે. જ્યારે તેમની પાસે આટલો સમય હોય છે તો પછી તેમને આટલી ઝડપથી ગાડી ચલાવવાની શું જરૂર પડે છે?

3. ત્રીજો પ્રશ્ન, શું તમને ખાતરી છે કે તમારું અકસ્માત નહીં થાય? ઝડપી બાઇક ચલાવતા પહેલા ખાતરી કરો કે તમે સંપૂર્ણપણે સુરક્ષિત છો અને ખાતરી છે કે તમને અકસ્માત નહીં જ થાય થાય અને તમારું જીવન અને તમારા અંગો સલામત રહેશે, જ્યાં જઈ રહયા છો ત્યાં સુરક્ષિત પહોંચી જવાની ખાતરી છે તો તમે 100% ફૂલ સ્પીડે ચલાવી શકો છો.

4. ચોથો પ્રશ્ન, શું તમને ખાલી રસ્તો મળશે? પવન સાથે વાત કરતા પહેલા તમે ખાતરી કરો કે રસ્તા પરનો ટ્રાફિક તમને આટલી ફૂલ ઝડપે વાહન ચલાવવામાં મદદ કરશે. કોઈ તમારી ફૂલ સ્પીડની વચ્ચે તો નહિ આવે ને. રોડ પર ચલાવતા બધા ડ્રાઇવરો તમને રસ્તો આપી દેશે.

જો તમને લાગતું હોય કે રસ્તા પરનો ટ્રાફિક તમારા નિયંત્રણમાં નથી અને તે વાસ્તવિકતા છે કે ટ્રાફિક કોઈના પણ નિયંત્રણમાં નથી. આપણે બીજા ડ્રાઇવરોની દયાના લીધે જીવી રહયા છીએ. જો ઝડપથી વાહન ચલાવતી વખતે તમારી સામે બીજું વાહન આવી જાય અથવા ભૂલથી તમારી સાથે અથડાઈ જાય તો તમારું શું થશે એ વિચારીને જ બાઈકની કે ગાડીની સ્પીડ વધારજો.

જો તમારા પરિણામ સહન કરવાની તાકાત છે તો તમારી ઝડપ વધારો. જો તમને ઉપર જણાવેલ પ્રશ્નોના સંતોષકારક જવાબો મળે છે તો તમારે ઝડપી વાહન ચલાવવું જોઈએ અને જો નહીં, તો મારી સલાહ છે કે તમારે એ જ ઝડપે વાહન ચલાવવું જોઈએ જે તમને સલામત સ્થળે પહોંચાડી શકે છે.

આપણું વર્તન અને માનસિક સ્થિતિ, આપણે જે રીતે વાહન ચલાવીએ છીએ તેના પરથી ખબર પડે છે, જો આપણે બેજવાબદારીથી વાહન ચલાવીએ તો વાસ્તવિક જીવનમાં પણ આપણે બેજવાબદાર વ્યક્તિ જ છીએ.

મારી તમને હાથ જોડીને પ્રાથના છે કે તમે સુરક્ષિત રીતે વાહન ચલાવો. જો તમારે અમુક સમયે ઝડપી વાહન ચલાવવાની જરૂર હોય તો એટલી જ સ્પીડમાં ચલાવો જેને તમે નિયંત્રિત કરી છો. અન્યથા તમારા જીવનને અને બીજાની જિંદગીને જોખમમાં ના પાડો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા