kela ni barfi banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કેળાના ઘણા ફાયદા છે અને કેળાને લગભગ બધા લોકોએ ખાધું હશે, પરંતુ તમે તેની કેળાની મીઠાઈ કોઈ દિવસ ખાધી છે ખરા ? તમે કેળાની ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્દી બરફી બનાવી શકો છો. જો તમે ઘરમાં પાકેલાં કેળાં હોય તો તેને ફેંકી દો નહીં, તમે પણ આ રેસિપી જોઈને આ મીઠાઈને થોડી સામગ્રીથી ઓછા સમયમાં બનાવી શકો છો.

સામગ્રી : કેળા – 4, ઘી – 5 ચમચી, થોડા ડ્રાયફ્રુટ, ઘઉંનો લોટ – 200 ગ્રામ, સોજી – 1 ચમચી, ગોળ – 150 ગ્રામ.

કેળાની મીઠાઈ બનાવવાની રીત : સૌ પ્રથમ બધા કેળાની છાલ કાઢીને એક વાસણમાં મેશ કરી લો. હવે ગેસ પર પેન મૂકો અને તેમાં બે ચમચી ઘી ઉમેરીને ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ અને બદામ (ડ્રાયફ્રુટ) નાખીને હળવા સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકી લો અને પછી તેને પ્લેટમાં કાઢીને ઠંડુ થવા માટે રાખો.

જાકુ બદામ ઠંડા થયા પછી એક મિક્સર જારમાં કાજુ બદામને બારીક પીસી લો. હવે પેનમાં ત્રણ ચમચી ઘી નાખો અને પછી ઘઉંનો લોટ, સોજી નાખીને ધીમી આંચ પર તે આછા સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકો, જેનાથી લોટમાંથી સારી સુગંધ આવે અને તેમાં કચાશ પણ ના રહે.

લોટ શેક્યા પછી તેને એક પ્લેટમાં કાઢી લો. હવે પેનમાં એક ચમચી ઘી નાખો અને પછી તેમાં છૂંદેલા કેળા નાખી મધ્યમ તાપ પર 3 થી 4 મિનિટ સુધી પકાવો અને પછી તેને પણ અલગ પ્લેટમાં કાઢી લો.

હવે ચાસણી કરવાની છે તો, આ માટે પેનમાં એક ચમચી ઘી નાખો. ત્યાર બાદ તેમાં ગોળ અને સહેજ પાણી ઉમેરીને ગોળને સારી રીતે ઓગાળવા દો અને ચાસણી બનાવો. ગોળ ઓગળી જાય કે તરત જ તેમાં શેકેલા લોટ, કેળા, ડ્રાય ફ્રૂટ્સ નાખો.

આ બધી સામગ્રીને મધ્યમ તાપ પર સારી રીતે મિક્સ કરો. હવે જ્યાં સુધી તે સારી રીતે બફાઈ ન જાય અને બરફી જામવા લાયક ના થઇ જાય ત્યાં સુધી પકાવો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. હવે બરફી સેટ કરવા માટે , જે પ્લેટમાં બરફી સેટ કરવાની છે તે પ્લેટમાં ઘી લગાવો.

હવે બરફીને પ્લેટમાં કાઢી લો અને એક સરખા, થોડા જાડા લેયરમાં સેટ કરો. આ પછી, ઉપર થોડી બદામ પિસ્તાની કતરી નાખીને ગાર્નિશ કરો. ત્યારબાદ બરફીને પંખાની નીચે 1 થી 2 કલાક સેટ થવા માટે રાખો.

જ્યારે બરફી એકદમ ટાઈટ થઈ જાય તો તેને ચપ્પાની મદદથી તમારા હિસાબે નાના ટુકડા કરી લો.
તો તૈયાર છે કેળાની બરફી. હવે આ સોફ્ટ યમ્મી ડેઝર્ટનો તમે પણ ઘરે બનાવીને, તેના સ્વાદનો આનંદ માણો.

સૂચના : લોટને સારી રીતે શેકવો, જેથી કરીને લોટ કાચો ન રહી જાય. જો લોટ સારી રીતે શેકવામાં આવે છે તો મીઠાઈ સ્વાદિષ્ટ બનશે. ચાસણી બનાવતી વખતે ગોળને ઓગાળીને ચાસણીને વધુ સમય સુધી ના રાંધશો, કારણ કે ચાસણીને લાંબા સમય સુધી રાંધવાથી કડક થઈ જશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા