ઉનાળાની ઋતુમાં સૂર્યપ્રકાશને કારણે ત્વચામાં ટેનિંગની સમસ્યા શરૂ થઈ જાય છે અને આ સમસ્યા માત્ર ચહેરા પર જ દેખાતી નથી, પરંતુ શરીરના અન્ય ભાગો જે ખુલ્લા રહે છે અને સૂર્યના સીધા સંપર્કમાં આવે છે ત્યાં પણ ટેનિંગની સમસ્યા શરુ થઇ જાય છે.
ક્યારેક ટેનિંગની અસર હાથની આંગળીઓ પર પણ જોવા મળે છે અને એમાં ખાસ કરીને આંગળીઓના સાંધા કે જેને અંગ્રેજીમાં knuckles કહે છે, તે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી કાળા પડી જાય છે. સૌથી મોટી સમસ્યા એ છે કે જો હાથની આંગળીઓ કાળી થવા લાગે છે તો તેની કાળાશ દૂર કરવી મુશ્કેલી ભર્યું કામ છે.
જો કે ટેનિંગ દૂર કરવા માટે તમને બજારમાં ઘણી બધી પ્રોડક્ટ્સ મળી જશે, પરંતુ તમે કેટલીક કુદરતી ઉપાય અપનાવીને પણ આ સમસ્યાને ઓછી કરી શકો છો. સામાન્ય રીતે જોવામાં આવે છે કે આંગળીઓના સાંધાનો ભાગ શરીરના બાકીના ભાગની ત્વચા કરતાં થોડો ઘાટો હોય છે અને આનું કારણ એ છે કે અહીંની ત્વચા ખૂબ જ પાતળી છે અને તે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી બળી જાય છે.
1. બેકિંગ પાઉડર : બેકિંગ પાઉડર માં એક્સફોલિએટિંગ ગુણ રહેલો છે. તે તમને મૃત ત્વચા દૂર કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો તમને ટેનિંગ થઈ રહ્યું છે તો તમે તેના માટે બેકિંગ પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો. સામગ્રી : 1 ચમચી બેકિંગ પાઉડર અને 1 ચમચી ગુલાબજળ
વિધિ : બેકિંગ પાવડરમાં ગુલાબજળ મિક્સને સારી રીતે કરો. હવે આ મિશ્રણને આંગળીઓના સાંધા પર લગાવો અને સ્ક્રબ કરો. 2 મિનિટ સુધી સ્ક્રબ કર્યા બાદ આંગળીઓને પાણીથી ધોઈ લો.
ટીપ – જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો તમારે આ મિશ્રણનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. વધુ માત્રામાં ત્વચા પર બેકિંગ પાવડર ના લગાવવો જોઈએ. તમારે ત્વચા પર બેકિંગ પાવડરને લગાવીને છોડવાની જરૂર નથી કારણ કે તેનાથી ખંજવાળ આવી શકે છે.
2. હળદર : જો તમે હળદર અને કાચું દૂધ મિક્સ કરો અને તેની પેસ્ટથી તમારી આંગળીઓ પર લગાવીને થોડીવાર રાખીને સાફ કરો તો પણ તમને ફાયદો થશે. હળદર ત્વચાને બ્લીચ કરે છે અને કાચું દૂધ ત્વચાને એક્સ્ફોલિયેટ અને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે.
સામગ્રી : 1 નાની ચમચી કાચું દૂધ, એક ચપટી હળદર અને 1 કોટન બોલ.
વિધિ : દૂધમાં હળદર મિક્સ કરો, હવે આ મિશ્રણમાં એક કોટન બોલ ડુબોળીને તેને આંગળીઓ પર લગાવો. તમારે આ મિશ્રણનો ઉપયોગ ક્લીન્ઝિંગ લોશનની જેમ આંગળીઓ પર કરવાનો છે અને સારું પરિણામ માટે દિવસમાં ઓછામાં ઓછા બે વાર આ ઘરેલું ઉપાય અજમાવો.
ટીપ- તમે હળદર સાથે કેસરના 1-2 દોરા પણ ઉમેરી શકો છો. કેસર ત્વચાના રંગને બ્લીચ કરે છે અને આંગળીઓની કાળાશને પણ ઓછી કરે છે.
3. લીંબુ પાણી : નિષ્ણાતો મુજબ લીંબુનો ઉપયોગ સીધો ત્વચા પર ન કરવો જોઈએ કારણ કે તેમાં રહેલું એસિડ ત્વચાની છાલ ઉતારી દે છે, જેનાથી ત્વચા કાળી થઈ જાય છે. બીજી બાજુ જો તમે લીંબુના રસને પાણીમાં મિક્સ કરો છો તો તે તમને ટેનિંગ ઘટાડવામાં મદદ કરી શકે છે.
સામગ્રી : 1 બાઉલમાં થોડું ગરમ પાણી, 1 મોટી ચમચી મીઠું અને 1 મોટી ચમચી લીંબુનો રસ.
વિધિ : એક બાઉલમાં ગરમ પાણીમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો. હવે આ પાણીમાં તમારા હાથને ડુબાડો. 10 મિનિટ સુધી પાણીમાં હાથને ડુબાડીને રાખો. પછી તમારા હાથને ટુવાલથી સાફ કરો અને હેન્ડ ક્રીમ લગાવો. જો તમારા હાથની આંગળીઓ પણ કાળી પડી રહી છે તો તમારે પણ ઉપરોક્ત નુસખાઓ એકવાર અજમાવી જુઓ. જો તમને આ લેખ ગમ્યો હોય અને આવી માહિતી જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો .