આજે જોઈશું પલાળેલા ભીંડાના પાણી પીવાથી થતા ફાયદાઓ વિશે. આ માહિતી ખૂબ જ ઉપયોગી છે એટલા માટે તેને જરૂર થી શેર કરજો. આ માહિતીથી એક નહીં પરંતુ અનેક રોગ દૂર થવાની શક્યતા છે. ઘરે બેઠા જ તમને એક નહીં પરંતુ અનેક રોગોમાંથી ફાયદો થઈ શકે છે એ પણ માત્ર ને માત્ર તમારા ઘરમાં રહેલા ભીંડામાંથી.
તો ચાલો હવે જાણીએ કે કેવી રીતે ભીંડાને પાણીમાં પલાળવાં છે, કેટલો સમય સુધી તેને પાણીમાં પલાળેલા રાખવાના છે. સાથે એ પણ જાણીશું કે ભીંડાનું પલાળેલું પાણી પીવાથી કેટલા ફાયદા થાય છે અને કોને ફાયદાઓ થાય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી.
સૌ પ્રથમ નાના નાના બે થી ત્રણ ભીંડા લેવાના છે. બે થી ત્રણ ભીંડા સાથે એક ગ્લાસ પાણી લેવાનું છે. ત્યારબાદ ભીંડા ને હાથમાં લઇ ચપ્પાની મદદથી ભીંડાના ઉભા બે કટ કરી લેવાના છે. ભીંડાના ઉભા બે કટ કર્યા પછી ભીંડાને પાણીમાં ડુબાડવાનો છે. ભીંડો તમારે ઉભોજ પાણીમાં મુકવાનો છે.
આજ રીતે તમારે બે થી ત્રણ ભીંડા ને કટ કરીને પાણીમાં રાખી દેવાના છે. હવે જાણી લો કે આ ભીંડાને પાણીમાં કેટલો સમય સુધી રાખવાના છે. રાત્રે સૂતી વખતે ભીંડા લેવાના છે ત્યાર બાદ તેને કાચના ગ્લાસમાં પલાળવાના છે. કોઈ બીજા ધાતુનું વાસણ ન હોવું જોઈએ કારણ કે કોઈપણ બીજી ધાતુ અને ભીંડા નું પાણી આ બંને ની રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે જેના કારણે તેનું રિઝલ્ટ સો ટકા જોવા મળતું નથી.
માટે જ કાચનું જ વાસણ લેવાનું છે જેથી કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થાય. હવે આપણે ઉપર થી ગ્લાસ ને ઢાંકી દેવાનો છે અને આખી રાત ભીંડાનું પાણી ઢાંકી રાખવાનું છે અને સવારે વહેલા પાણીને ગાળીને પી જવાનું છે. નિયમિત રીતે આ પાણી પીવાનું છે.
હવે જોઈએ કે નિયમિત રીતે આ પાણી પીવાથી કોને કેટલા લાભ થાય છે: એવું કહેવાય છે કે સ્વસ્થ રહેવા માટે લીલા શાકભાજી જરૂરી છે. તમે ડોક્ટર પાસે બોડી ચેકઅપ કરાવવા માટે જતા હોય તો ડૉક્ટર પણ તમને સલાહ અપતા જ હશે કે લીલા શાકભાજી ખાવાનું રાખો.
લીલા શાકભાજી હેલ્થ માટે, આંખો માટે કે પછી કોઈ પણ પગના સાંધાના દુખાવા માટે ગ્રીન વેજીટેબલ્સ ખૂબ જ ઉપયોગી છે. વારંવાર તમને લીલા શાકભાજી ખાવાની ઘણા બધા લોકો સલાહ આપતા હોય છે. લીલા શાકભાજીમાં આ એક વસ્તુ આવે છે ભીંડા. ભીંડા ની અંદર પ્રોટીન કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સોડિયમ અને તાંબાનું પ્રમાણ વધારે જોવા મળે છે
એટલે જ શાકભાજીમાં ભીડો સૌથી વધારે પૌષ્ટિક ગણાય છે. ભીંડામાં ફાઈબર મોટા પ્રમાણમાં રહેલું હોવાથી ભીંડો ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. જે લોકોને ડાયાબિટીસ છે, ડાયાબીટીસ ના રોગથી પીડાઈ રહ્યા છે એ લોકોએ નિયમિત રીતે 15 – 20 દિવસ સુધી જો આવી રીતે ભીંડાના પાણીનું સેવન કરશે એ પણ સવારે ઊઠીને નરણા કોઠે.
તો 15 – 20 દિવસ બાદ તમે જોઈ શકશો કે એ લોકોને ડાયાબિટીસ એકદમ કન્ટ્રોલમાં રહેશે. ભીંડો તમારા શરીરમાં રહેલા વધારાના સુગર ને કન્ટ્રોલમાં રાખવાનું કામ કરે છે. આ ઉપરાંત ભીંડો લોહીમાં રહેલ સુગરને શોષી લે છે. જેના કારણે જો બીપી ના દર્દી હોય તો એ લોકોનું બીપી એકદમ કન્ટ્રોલમાં રહે છે અને સાથે જ ભીંડો આંતરડાને ફિલ્ટર કરવાનું કામ કરે છે.
ભીંડો પિત્ત અને કોલેસ્ટ્રોલ માં પણ ખૂબ જ ઉપયોગી છે અને એમાં પણ ગેસની સમસ્યા હોય તો ભીંડાના પાણીનું સેવન અથવા તો ભીંડાનું ભોજનમાં સેવન કરવાથી ખૂબ જ સારું અને વરદાનરૂપ ગેસની સમસ્યા માટે સાબિત થશે. તે ઉપરાંત તમારી ઈમ્યૂન સિસ્ટમને એટલે કે રોગપ્રતિકારક શક્તિને ભીંડા નું પાણી અથવા તો ભીંડો સ્ટ્રૉન્ગ બનાવે છે.
માટે આ રીતે ભીંડાનું પાણી તમારે જરૂરથી પીવું જોઈએ. સાથે તમને જણાવી દઈએ કે ભીંડામાં વિટામિનકે થી ભરપૂર માત્રામાં હોવાથી હાડકા મજબૂત બનાવે છે. સાથે અસ્થમાના દર્દીઓએ રોજ રાતે બે ભીંડા પલાળીને તેના પાણીનું સવારે સેવન કરવું જોઈએ જેથી દમની સમસ્યામાં રાહત રહે.
ભીંડાના પાણીનું સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે અને શરીર ને ભરપૂર માત્રામાં ફાઈબર મળી રહે છે. અહીંયા એ પણ સમજવું જોઈએ કે જો ભીંડાના પાણીનું સેવન કરવાથી એટલા બધા ફાયદા થતા હોય તો જે લોકોને ભીંડો ખાવો ગમતો નથી અથવા તો ભીંડાનું શાક નથી ખાતા તે લોકોએ એ ભીંડો ખાવાનું શરુ કરી દેવું જોઈએ.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.