આપણા દેશમાં દરેક તહેવારની ઉજવણી સાથે પૂજા-અર્ચના કરીને ઉજવવામાં આવે છે. ભાઈ દૂજનો તહેવાર પણ રક્ષાબંધનની જેમ જ ઉજવવામાં આવે છે. કારતક માસના શુક્લ પક્ષની બીજી તિથિએ ભાઈ દૂજનો તહેવાર મનાવવામાં આવે છે.
આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેનો પ્રેમ દર્શાવે છે. આ દિવસે ભાઈ અને બહેન સાથે મળીને ભાઈ દૂજની કથા સાંભળતા હોય છે. આ પછી, બહેન તેમના ભાઈના કપાળ પર તિલક લગાવે છે અને તેમના ભાઈના લાંબા આયુષ્ય માટે ભગવાન યમને પ્રાર્થના કરતી હોય છે.
પરંતુ શું તમે જાણો છો કે ભાઈ દૂજના દિવસે ભાઈઓના કપાળ પર તિલક કેમ લગાવવામાં આવે છે? આ લેખમાં અમે તમને જણાવીશું કે ભાઈ દૂજના દિવસે ભાઈઓને તિલક કેમ કરવામાં આવે છે.
કેવી રીતે મનાવે છે ભાઈ દૂજ
તમને જણાવી દઈએ કે ભાઈ દૂજના તહેવારની ઉજવણી કરતા પહેલા ભાઈ અને બહેન સ્નાન કરે છે અને પછી તૈયાર થઈને ભાઈ દૂજની ઉજવણી કરવા માટે એક જગ્યાએ બેસી જાય છે.
તિલક લગાવતા પહેલા ભાઈ અને બહેન ભાઈ દૂજની વાર્તા ધ્યાનથી સાંભળે છે અને આ પછી, બહેન ભાઈને તિલક લગાવે છે અને તેના ભાઈના લાંબા આયુષ્ય માટે દેવતા યમને પ્રાર્થના કરે છે. આ પછી ભાઈ તેની બહેનને ભેટ આપે છે.
આ પણ વાંચો: હોળી ની સંપૂર્ણ વ્રત કથા (હોળી ની વાર્તા)
તિલક કરવાનું મહત્વ શું છે
હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, દેવતા યમ અને દેવી યમુના ભાઈ-બહેન હતા અને એકવાર દેવી યમુનાએ તેના ભાઈ યમને પોતાના ઘરે બોલાવીને ભોજન કરવા માટે વિનંતી કરી પરંતુ વર્ષો સુધી યમ તેની બહેનના ઘરે ગયા ન હતા.
ત્યારબાદ કારતક માસના શુક્લ પક્ષની બીજી તારીખે દેવતા યમ પોતાની બહેન યમુનાના ઘરે મળવા ગયા અને ત્યાં તેમને ભોજન પણ લીધું હતું. પોતાના ભાઈ યમને જોઈને યમુના ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે પોતાના ભાઈની સેવા અને સત્કાર કર્યું.
ત્યારે ભગવાન યમ પોતાની બહેનનો આવો પ્રેમ જોઈને ખૂબ પ્રસન્ન થયા અને યમુનાને વરદાન માંગવા માટે કહ્યું. આ પછી યમુનાએ તેના ભાઈ યમને કહ્યું કે ‘દર વર્ષે આ તિથિએ તમે મારા ઘરે આવજો અને આ દિવસે જે પણ બહેન તેના ભાઈને તિલક લગાવીને કામના કરશે તેની ઈચ્છાને તમે પૂરી જરૂર કરજો.
આ પછી દેવ યમે પોતાની બહેનની આ ઈચ્છા પૂરી કરી હતી અને તેથી જ આજે પણ બહેનો તેમના ભાઈઓ સાથે ભાઈ દૂજના દિવસે પૂજા કરે છે અને તિલક કરે છે. એવું માનવામાં આવે છે કે તિલક કરવાથી ભાઈ ક્યારેય યમથી ડરતા નથી અને ભાઈ-બહેનનું જીવન હંમેશા સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે છે.
તો આ હતી માહિતી ભાઈ દૂજના તહેવારની. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને લોકો સુધી પહોંચાડો અને આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો
પૂજામાં ચંદનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? જાણો તેનું મહત્વ
ભોલેનાથની કૃપા તમારા પર હંમેશા રહેશે, મહાશિવરાત્રિના દિવસે આ કામ ભૂલથી પણ ન કરો
હોળી ના તહેવાર પર વધારેલી ધાણી મમરાનો ચેવડો
દિવાળીમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હોય તો ઘરની સફાઈ કરતી વખતે આ વસ્તુઓને ફેંકી દો