besi rehvthi thata rogo
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ઘણા લોકો લાંબા સમય સુધી બેસી રહેતા હોય અથવા તો તેમનું બેઠાડું જીવન હોય અને બેઠા-બેઠા જ જે લોકોએ પોતાની કામ ની પરિસ્થિતિ સ્વીકારી હોય અને જે રોગ થાય છે અથવા આપણા શરીરમાં રોગ આવે છે એના વિશે કેટલીક વાત કરવા માગું છું.

આજનો માનવી બેઠાડું બની ગયો હોવાથી તે પોતે જ અનેક બિમારીઓને નોંતરે છે. સતત બેસી રહેવામાં વેપારીઓ, પેઢીના માલિકો, નોકરિયાતો નો વર્ગ, અત્યંત શ્રીમંત વર્ગ અને જેને કામ નથી કરવું એ પૈકીના લોકો અંદર ગણતરીમાં આવી શકે, હિસાબ-કિતાબ કરનારાઓ પણ બેઠાડુ જીવનનો આધાર બની જતા હોય છે.

મિત્રો બેઠાડુ લોકોને મોટાભાગે ડાયાબિટિસ, હૃદય સંબંધી વિકારો તથા બીપીના રોગો ઘેરી વળતા હોય છે. સતત બેસી રહેનારાઓ માનસિક સંકુચિતતા નો ભોગ બનતા હોય છે. ત્રણ કલાકથી વધુ બેસનાર માટે જીવન લાલબત્તી સમાન થઈ જતું હોય છે. બેઠાડું લોકોએ હાલચાલ રાખવી બહુ જ જરૂરી છે.

શરીરનું હલનચલન આપણા અંગોની શિથિલતા દૂર કરે છે અને એના કારણે આપણું આરોગ્ય પણ સારું રહે છે. બેઠાડું લોકોએ સીડી, દાદરનો સતત પ્રયોગ કરવો જરૂરી છે. ચડ-ઊતર કરતા રહેવાથી પગ, કમર તથા કરોડરજ્જુને તેમજ ખભા અને હાથ ના અવયવો નિરોગી રહે છે.

શરીરમાં હાડકાની કળતર અને સ્નાયુ ના દુખાવા પણ ઓછા રહે છે. સપ્તાહમાં બેઠાડું લોકોએ એક વખત વન વગડામાં કારણ વગર નીકળી જવું જોઈએ અને કુદરતની સાથે સમય વિતાવવો જોઈએ.

બેઠાડુ લોકોને પેટના કબજિયાતના તેમજ લાંબા ગાળે કિડની સંબંધિત રોગો ઘેરી વળતા હોય છે. આ માટે યોગ્ય ઔષધિઓ તથા પ્રાણાયમ અને હલનચલન બહુ જરૂરી છે. બેઠાડું લોકો અન્ય પરિચિતો માટે મોટાભાગે ઈર્ષાનો ભોગ પણ બનતા હોય છે.

યાદ રાખીએ હંમેશા કામ કરતા લોકો જ સૌને ગમતાં હોય છે અને મિત્રો હાંકલો, હલક અને હાલવા જેવું બીજું કોઈ પણ સુખ નથી એમ માની અને આપણે આપણી જીવનપદ્ધતિ એવી ગોઠવીએ કે આપણા શરીરને શ્રમ રહે, આપણે ઝાઝો સમય બેસવાનું ટાણું ન ભોગવીએ અને  હલનચલન કરતા રહીએ અને એની સાથે બધા કામમાં ઓતપ્રોત રહીયે. ધન્યવાદ.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા