ઉનાળામાં ત્વચા સૌથી વધારે ટોન દેખાય છે. આવું ઘણી સ્ત્રીઓ સાથે થાય છે. હવે આવા પ્રદૂષિત વાતાવરણમાં બહાર નીકળતાની સાથે જ ચહેરાનો રંગ ફિક્કો પડી જાય છે. ઉનાળામાં તીવ્ર ગરમીને કારણે, ત્વચાનો રંગ ધીમે ધીમે ફિક્કો થવા લાગે છે.
આ માટે સ્ત્રીઓ બ્યુટી પાર્લરમાં ઘણો ખર્ચ કરે છે. મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સ પણ કોઈ કામ નથી કરતી અને તેમાં રહેલા કેમિકલ્સને કારણે ત્વચામાં બીજી સમસ્યાઓ થવા લાગે છે. તો હવે તમે વિચારતા હશો કે ચહેરાના રંગને કેવી રીતે સુધારી શકાય? ગ્લોઇંગ સ્કિન પાછી મેળવવા શું કરું? તો તમારા રસોડામાં જે મોંઘી ટ્રીટમેન્ટ રહેલી છે.
તમે આ નુસ્ખાને સરળતાથી બનાવી શકો છો અને તે સંપૂર્ણપણે કુદરતી છે. ત્વચામાં કુદરતી ચમક મેળવવા માટે, માત્ર 4 સામગ્રીથી બનેલો ફેસ પેક માત્ર 15 મિનિટમાં જબરદસ્ત ગ્લો પણ આપશે. તો ચાલો જાણીએ કયો છે આ નુશખો.
ચણાનો લોટ, દહીં અને મધથી બનેલો ફેસ પેક જાદુનું કામ કરશે, તો આ માટે જરૂરી સામગ્રી : 2 ચમચી બેસન, 2 ચમચી દહીં, 1 ચમચી મધ અને 1 ચમચી ગુલાબજળ. આ રીતે બનાવો ફેસ પેક : સૌથી પહેલા ચણાના લોટને એક બાઉલમાં ચાળી લો. પછી તેમાં દહીં, મધ અને ગુલાબજળ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તો ઘરેલુ નુશખો તૈયાર છે.
કેવી રીતે લગાવવો : આ પેકને તમે તમારા ચહેરાની સાથે તમારા આખા શરીર પર લગાવી શકો છો. તમારા ચહેરાને પહેલા ક્લીંઝરથી સાફ કરી લો અને પછી તેને તમારા ચહેરા અને ગરદન પર લગાવો.
તેને 15 મિનિટ માટે રહેવા દો અને પછી 5-7 મિનિટ માટે હળવા હાથથી સ્ક્રબ કરો. પછી ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો અને સૂકવી લો. તમને તરત જ સારું પરિણામ જોવા મળશે. તમે અઠવાડિયામાં બે વાર આ ફેસ પેક લગાવી શકો છો.
ફાયદા : આ પેકમાં હાજર 4 સામગ્રી આપણી ત્વચાને એક્સ્ફોલિએટ કરવામાં મદદ કરે છે. 4 સામગ્રીના ગુણો મળીને ચહેરા પર ચમક અને તાજગી લાવે છે. ચણાનો લોટ : તે માત્ર ચહેરાના ટેનિંગ દૂર કરવાની સાથે ત્વચાને ટાઈટ પણ કરે છે. તે વૃદ્ધત્વના ચિહ્નો, ફાઇન લાઇન્સ અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે અને ખીલને કારણે થતી લાલાશને પણ દૂર કરે છે. તે ત્વચાના મૃત કોષોને દૂર કરીને ત્વચામાં ચમક લાવે છે.
દહીં : તેનું ક્રીમી ટેક્સચર ત્વચામાં રહેલી નમી ને લોક કરે છે અને ઘણા સંશોધનોમાં પણ જાણવા મળ્યું છે કે દહીં ત્વચાને ચમકદાર બનાવે છે. તે અસમાન ત્વચા ટોન માટે ખૂબ અસરકારક છે અને વૃદ્ધત્વના સંકેતોને ઘટાડવામાં મદદ કરે છે.
મધ: મધના એન્ટિમાઇક્રોબિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ અસમાન ત્વચા ટોનને સુધારવામાં મદદ કરી શકે છે. તેમાં રહેલા પોષક તત્વો ડાઘ, ખીલ અને કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચાના છિદ્રોમાં સંચિત અશુદ્ધિઓને બહાર કાઢે છે. તે મૃત ત્વચાને દૂર કરવા માટે ત્વચા એક્સ્ફોલિયેટરની જેમ કામ કરે છે.
ગુલાબ જળ: તેના એન્ટી ઈફ્લેમેટરી ગુણોને લીધે, તે ત્વચાની ઇરિટેશન ઘટાડવામાં મદદ કરે છે. હજારો વર્ષોથી ગુલાબ જળનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટમાં કરવામાં આવે છે, તેથી તે તમારા રંગને સુધારી શકે છે અને ત્વચાની લાલાશ ઘટાડી શકે છે તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણ ખીલ ઘટાડે છે. છે.
હવે જો તમને ચહેરા પર ચમક લાવવા માટે કોઈ ઈન્સ્ટન્ટ નુશખો શોધી રહયા હોય તો આ ચોક્કસ ટ્રાય કરો. તેના નિયમિત ઉપયોગ કરવાથી તમે જલ્દી જ ફરક અનુભવશો. અમને આશા છે કે તમને આ માહિતી ચોક્કસ ગમી હશે. જો તમે પણ આવા ઘરગથ્થુ ઉપાયો જાણવા માંગતા હોય તો રસોનીદુનિયા સાથે જોડાયેલા રહો.