face clean up at home in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે પણ મુલાયમ, હાઇડ્રેટેડ અને ચમકદાર ત્વચા મેળવવા માંગતા હોય તો તમે આ લેખમાં જણાવેલ ક્લીનઅપથી કરી શકો છો. તમારી ત્વચાને સાફ અને ચમકદાર બનાવવાથી લઈને તમને ગ્લોઈંગ સ્કિન મેળવવા સુધી ચહેરાની સફાઈ જાદુની જેમ કામ કરે છે.

ત્વચાને અંદરથી સાફ કરવી તેને ફેસ ક્લીન અપ કહેવાય છે. ક્લીન અપ એ બ્યુટી ટ્રીટમેન્ટનો એક ભાગ છે જે ત્વચાને પોષક તત્વો પ્રદાન કરે છે અને ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવે છે.

આ સિવાય પણ ક્લીન અપના બીજા ફાયદાઓ છે જેમ કે કુદરતી ગ્લો પ્રદાન આપવો અને તમારી ત્વચાને હેલ્દી રાખવી. આ લેખમાં અમે કોરિયન મહિલાઓની જેમ ચમકતી ત્વચા મેળવવા માટે ઘરે કેવી રીતે ચહેરાને સાફ કરવો તે વિશે જણાવીશું. જો તમારી પાસે ફેશિયલ કરવાનો સમય નથી તો માત્ર 10 મિનિટમાં ઘરે ચાર સ્ટેપમાં ક્લિન અપ કરી શકો છો.

સ્ટેપ 1 : ચહેરો સાફ કરવો : તમારી ત્વચાને હાઇડ્રેટેડ, સોફ્ટ અને જુવાન બનાવે છે અને તે ત્વચાના મૃત કોષોને દૂર કરે છે. ચમકતી ત્વચા માટે તમારા ચહેરા પર રક્ત પ્રવાહમાં વધારો કરીને રક્ત પરિભ્રમણને ઉત્તેજિત કરે છે. સામગ્રી : કાચું દૂધ 1 ચમચી, લીંબુનો રસ 1/2 ચમચી અને મધ 1 ચમચી.

વિધિ : આ બધી સામગ્રીને એક બાઉલમાં નાખો. બધી સામગ્રીને સારી રીતે હલાવો, તમારું ક્લીંઝર તૈયાર છે. હવે તેને તમારા આખા ચહેરા પર લગાવો અને 5 મિનિટ હળવા હાથે મસાજ કરો. પછી તમારા ચહેરાને સાદા પાણીથી ધોઈ લો અને ટુવાલથી સૂકવી લો. તેનાથી ચહેરા પરની બધી ગંદકી અને અશુદ્ધિઓ દૂર થઈ જશે.

સ્ટેપ-2 : સ્ટીમિંગ : સ્ટીમિંગ ત્વચામાં ભરાયેલા છિદ્રોથી સુરક્ષિત કરી શકે છે અને તમને સ્વચ્છ ત્વચા આપે છે. ઊંડી સફાઈ માટે સ્ટીમિંગ સારો ઉપાય છે. રોમછિદ્રોને ખોલીને બ્લેકહેડ્સ પણ નરમ પાડે છે, તેને દૂર કરવા સરળ બને છે.

વિધિ : હુંફાળા પાણીથી ભરેલો બાઉલ લો અને તમારા માથાને ટુવાલથી ઢાંકીને ચહેરાને સ્ટીમ કરો. આવું 4 થી 5 મિનિટ સુધી કરો, તમારી ત્વચાના છિદ્રો ખુલી જશે. સારું પરિણામ મેળવવા માટે તમે કોઈપણ એસેન્સિયલ ઓઈલના થોડા ટીપાં પણ ઉમેરી શકો છો. પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો અને ઠંડા પાણીથી ધોઈ લો.

સ્ટેપ 3 સ્ક્રબિંગ : આ કુદરતી સ્ક્રબનો ઉપયોગ કરીને ચહેરા પરથી વધારાનું ઓઇલ અને મૃત ત્વચાના કોષોને દૂર કરી શકાય છે. એક્સ્ફોલિયેશન ત્વચા પરથી મૃત ત્વચાના કોષોને દૂર કરીને ભરાયેલા છિદ્રોને રોકવામાં મદદ કરી શકે છે. નિયમિત સ્ક્રબિંગ પણ કોલેજનના ઉત્પાદનને ઉત્તેજિત કરી શકે છે જે ચમકદાર ત્વચા મેળવવામાં મદદ કરી શકે છે.

સામગ્રી : મધ 1 ચમચી, ચોખાનો લોટ 1 મોટી ચમચી અને ખાંડ 1 ચમચી. વિધિ : ત્રણેય વસ્તુને બાઉલમાં નાખો. બધી સામગ્રીને થોડી સેકંડ માટે સારી રીતે મિક્સ કરો. તમારું સ્ક્રબ તૈયાર છે. હવે થોડું સ્ક્રબ લઈને તમારા આખા ચહેરા પર લગાવો. આ પેસ્ટથી ચહેરાને 3 થી 5 મિનિટ સુધી હળવા હાથે સ્ક્રબ કરો. પછી વહેતા ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો અને ટુવાલ વડે સૂકવી લો.

સ્ટેપ 4 ફેસ પેક : આપણે સફાઈના છેલ્લા સ્ટેપમાં પહોંચી ગયા છીએ. આ ફેસ માસ્ક તમારી ત્વચા માટે રક્ષણાત્મક કવર તરીકે કામ કરે છે અને તેને તમામ પ્રકારના નુકસાનથી બચાવી શકે છે. તો આ ફેસ પેક તૈયાર કરવા માટે રીત જોઈએ. સામગ્રી : લીમડાના પાન થોડા, મધ 1 ચમચી અને ચંદન પાવડર 1 મોટી ચમચી.

વિધિ : થોડા તાજા લીમડાના પાનને પાણીથી સારી રીતે ધોઈ લો અને તેને બ્લેન્ડરમાં નાખો. લીમડાના પાનને ઝીણી પેસ્ટ બને ત્યાં સુધી પીસી લો. હવે એક બાઉલ લો અને તેમાં 1 ચમચી લીમડાની પેસ્ટ અને બીજી વસ્તુઓ ઉમેરો અને સારી રીતે હલાવીને પેસ્ટ બનાવો.

હવે આ પેસ્ટને તમારી આંગળીઓથી ચહેરા પર લગાવો. તેને 10 થી 15 મિનિટ સુકાવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો, તમારો ચહેરો સાફ થઈ ગયો છે. ડ્રાઇનેસને રોકવા માટે તમે કોઈપણ ડ્રોપજ ઉપયોગ કરતા હોય તે મોઈશ્ચરાઈઝર લગાવો, અહીંયા તમારા ચહેરાની ડીપ ક્લિનીંગ પૂર્ણ થાય છે.

તમે પણ આ ક્લીન અપ કરીને કોરિયન મહિલાઓની જેમ અરીસા જેવી ત્વચા મેળવી શકો છો. જો કે, આ બધી વસ્તુઓ કુદરતી છે અને તેની કોઈ આડઅસર નથી. પરંતુ તેમ છતાં તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરો કારણ કે દરેક વ્યક્તિની ત્વચા પર કુદરતી વસ્તુઓ અલગ રીતે પ્રતિક્રિયા આપે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા