1. ડાબી બાજુ સૂવાથી હૃદય પર દબાણ નથી પડતું. એટલા માટે હૃદયની કાર્યશૈલી હંમેશા સારી રહે છે અને સ્વાસ્થ્ય માટે ડાબી બાજુ સૂવાથી ખૂબ જ સારું ગણાય છે. ડાબી બાજુ સૂવાથી રક્તનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે.
2. ડાબી બાજુ સૂવાથી શરીરના બધા અંગો અને મગજને ઓક્સીજન સારી રીતે મળી રહે છે, જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને મગજ પર તેનો સારો એવો પ્રભાવ પડે છે.
3. આયુર્વેદ શાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે જો કોઈ પણ ગર્ભવતી મહિલા ડાબે પડખે ફરીને સુવે છે, તો તેના કારણે તેના બાળકને ગર્ભની અંદર યોગ્ય રીતે વિકાસ થવાની સંભાવના વધી જાય છે અને સાથે-સાથે પેટની અંદર રહેલા બાળક તથા માતા ના સ્વાસ્થ્ય ઉપર તેની સારી અસર રહેશે.
4. ડાબા પડખે સુવાથી ચરબી જમા થતી નથી અને મેદસ્વિતાથી દૂર રહી શકાય છે. આમ ડાબા પડખે સુવાના અનેક લાભો છે આપણે તેને અપનાવીશું તો આપોઆપ અનુભવી શકીશું.
5. ડાબે પડખે સુવાથી કમ,ર પેટ, કરોડરજ્જુ પર વધુ દબાણ નથી આવતું. તેમજ પીઠની માંસપેશીઓને પણ આરામ મળે છે, જેથી કમરનો દુખાવો રહેતો નથી તેમ જ એક ખૂબ જ ગાઢ અને લાંબી ઊંઘ આવે છે.
6. સાત ડાબા પડખે ઊંઘવાથી સ્વાદુપિંડ સરળતાથી કાર્ય કરી શકે છે આથી સરવાળે પાચનશક્તિ મજબૂત બને છે.
7. ડાબી બાજુ સૂવાથી આપણું હૃદય, મગજ, વાળ, ત્વચા માટે પણ લાભદાયી નીવડે છે. તેમજ ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ ઝડપી ઉકેલ આવે છે.
8. ડાબી બાજુ સૂવાથી પેટ નું એસિડ ઉપરની તરફ જવાને બદલે નીચેની બાજુ જાય છે, જેનાથી એસીડીટી અને છાતીની બળતરા નથી થતી, ઘણી વાર સાચી રીતે ના સુવાના કારણે પણ એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે.
9. ડાબા પડખે સુવાથી માણસને રાત્રે ડરામણા સપના ઓછા આવે છે અને ઊંઘ પણ સારી આવે છે.