beauty tips for face at home in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પેલી મહિલાને જુઓ કેટલી સુંદર દેખાય છે અને તેની ત્વચા કેટલી ચમકદાર છે. શું મને પણ તેની જેમ ચમકતી ત્વચા ના મળી શકે? શું આવા પ્રકારના વિચારો તમારા મનમાં પણ ઈર્ષ્યા પેદા કરે છે? દરેક મહિલા પોતાની તરફ દરેકનું ધ્યાન આકર્ષિત કરવા માંગતી હોય છે અને તહેવારોની સીઝનમાં તે શ્રેષ્ઠ દેખાવા માંગે છે.

તણાવભર્યું જીવન, ખાવાની ખોટી ટેવો, પ્રદૂષણ અને સૌથી વધારે આળસને કારણે મહિલાઓ તેમની સંભાળ લેવાનની અવગણના કરે છે. હેલ્દી ત્વચા અને ગ્લો દરેક મહિલાની ઈચ્છાની યાદીમાં સૌથું ઉપર હોય છે પછી ભલે તેમની ઉંમર ગમે તેટલી હોય.

પરંતુ તમે ચિંતા કરશો નહીં આ દિવાળીએ અમે તમારા માટે બેસ્ટ ટિપ્સ લઈને આવ્યા છીએ, જેને તમે સરળતાથી ઘરે જ કરીને ત્વચા પર તુરંત ગ્લો મેળવી શકો છો. આ એટલા માટે છે કારણ કે તે ત્વચા માટે અદભુત રીતે કામ કરશે. બ્યુટી એક્સપર્ટ આ ટિપ્સ વિશે જણાવી રહ્યાં છે કે.

ગુલાબજળ : કોટન પેડ્સનો ઉપયોગ કરીને દરરોજ ઠંડા ગુલાબજળથી તમારી સ્કિનને ટોન કરો. એક બાઉલમાં કોટન પેડને ગુલાબજળમાં પલાળીને તેને ફ્રીજમાં રાખો. સૌથી પહેલા તેનો ઉપયોગ ત્વચાને સાફ કરવા માટે કરો. આ પછી ગાલ પર બહાર અને ઉપર સ્ટ્રોક કરો, હળવા દબાણથી લાગુ કરો. કપાળ પર વચ્ચેથી શરૂ કરો અને દરેક બાજુ પર લગાવો. ગોળ ગોળ હાથથી ફેરવીને ઘસ્યા પછી ઠંડા ગુલાબજળથી ભીના કોટન પેડ વડે ત્વચાને થપથપાવો.

ફેસિયલ સ્ક્રબ : ફેશિયલ સ્ક્રબ ત્વચા પર અદભુત રીતે કામ કરી શકે છે. તે ત્વચાના મૃત કોષોને દૂર કરીને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. બે ચમચી અખરોટનો પાવડર અથવા પીસેલી બદામ એક-એક ચમચી મધ અને દહીં અને એક ચપટી હળદરને મિક્સ કરો. ચહેરા પર લગાવો અને ત્વચા પર નાના ગોળાકારમાં સ્ટ્રોક સાથે હળવા હાથે સ્ક્રબ કરો. બે મિનિટ માટે રહેવા દો અને પછી સ્વસ્છ પાણીથી ધોઈ લો.

ત્વચાના ટાઈપ પ્રમાણે ફેસ માસ્ક : ફેસ માસ્ક તમારી ત્વચાને ચમકદાર બનાવી શકે છે. ઈંડાની સફેદીમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો.

ખૂબ ડ્રાય સ્કિન ધરાવતી સ્ત્રીઓ માટે ઇંડા જરદીમાં મધ અને થોડું દૂધ ઉમેરો. લગાવીને 20 મિનિટ માટે રહેવા દો અને પાણીથી ધોઈ લો. જો તમે ઈચ્છો તો અડધી ચમચી મધ, એક ચમચી ગુલાબજળ અને એક ચમચી મિલ્ક પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી તેને ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો.

બધી પ્રકારની સ્કિન માટે કાકડી અને પાકેલા પપૈયાના પલ્પને દહીં અને બે ચમચી ઓટ્સ સાથે મિક્સ કરો. તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. ચહેરા અને ગરદન પર લગાવો. અડધા કલાક પછી તેને પાણીથી ધોઈ લો. આ માસ્ક ટેનને દૂર કરી ત્વચાને તરત જ ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

તમારા માસ્કને દૂર કર્યા પછી થાકને દૂર કરવા અંતે અને ફ્રેશ કરવા, ચમકવા માટે ઠંડા ગુલાબજળ અને કોટન પેડ સાથે ચહેરા પર કોલ્ડ કમ્પ્રેસ લગાવો.

થાકેલી આંખો માટે ટીપ્સ : ડ્રાય અને થાકેલી આંખો માટે ગુલાબજળમાં કોટન પેડ ડુબાડીને બંધ પાંપણોની ઉપર આઈ પેડ તરીકે ઉપયોગ કરો. 10 મિનિટ માટે સુઈ જાઓ અને આરામ કરો. તે થાકને દૂર કરવામાં મદદ કરે છે અને દ્રષ્ટિ સુધારે છે સાથે ગુલાબની સુગંધ મનને શાંત કરે છે.

અહીંયા આપવામાં આવેલી આ ટીપ્સને અનુસરીને તમે પણ દિવાળી દરમિયાન તુરંત ચમક મેળવી શકો છો. જો કે આ ટિપ્સ કુદરતી છે અને તેની કોઈ પણ પ્રકારની આડઅસર નથી. પરંતુ તેમ છતાં, તેનો ઉપયોગ કરતા પહેલા એકવાર નાનો ટેસ્ટ જરૂરથી કરો. આવી જ વધારે બ્યુટી સંબંધિત માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા