bathroom door tips gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કોઈપણ વસ્તુનું આયુષ્ય અને તે કેટલી વધારે ચાલશે તે તેના પર આધાર રાખે છે કે તમે તેની કાળજી કેવી રીતે લો છો. આ નિયમ ઘરની દરેક વસ્તુઓ પર લાગુ પડે છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે ઘરની વસ્તુઓમાં સૌથી પહેલા બાથરૂમનો દરવાજો ખરાબ થાય છે.

આવું એટલા માટે થાય છે કારણ કે બાથરૂમનો દરવાજો વારંવાર પાણીના સંપર્કમા આવતો હોય છે અને ત્યાં ભેજ સૌથી વધુ પ્રમાણમાં રહેલો હોય છે. આવી સ્થિતિમાં પાણીના કારણે લાકડા ફૂલી જાય છે અને દરવાજો ખરાબ થઇ જાય છે.

બાથરૂમમાં સતત પાણીનો ઉપયોગ થતો હોવાથી દરવાજાઓનું આયુષ્ય વધારવા માટે તેની યોગ્ય કાળજી લેવી જરૂરી છે, તે માટે તમે કેટલાક ઉપાયો કરી શકો છો. તો આજે આ આર્ટીકલમાં અમે તમને એવી જ કેટલીક રીતો વિશે જણાવીશું જેના દ્વારા બાથરૂમના દરવાજા જલ્દી ખરાબ થતા બચાવી શકાય છે.

1. કોલ્ક ટેપનો ઉપયોગ કરો

આ એક સૌથી સરળ રીત છે, જે લાંબા સમય સુધી તમારા બાથરૂમના દરવાજાને ખરાબ થતા બચાવશે. તે વાસ્તવમાં એક પ્રકારની વોટરપ્રૂફ ટેપ હોય છે. તેને પાણીથી થતા કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવવા માટે બાથરૂમના દરવાજા અથવા લાકડાના દરવાજાની કિનારીઓ પર લગાવીને કિનારીઓને સીલ કરી શકો છો.

આજકાલ, કૌલ્ક ટેપ સિવાય તમે ટ્યુબનો પણ ઉપયોગ કરી શકો છો જે તમને બજારમાં પણ મળી જશે. આ ટેપની ઓનલાઈન કિંમત લગભગ 250 રૂપિયાથી શરૂ થાય છે. જે તમે મંગાવીને બાથરૂમના દરવાજાને સુરક્ષિત રાખી શકો છો

2. એલ્યુમિનિયમનો દરવાજો

બાથરૂમનો દરવાજો લાકડાનો છે તો તેને લાંબા સમય સુધી પાણીથી રક્ષણ કરવું ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં એક ઉપાય એ પણ છે કે તમે બાથરૂમમાં લાકડાના દરવાજાને કાઢીને તેના બદલે એલ્યુમિનિયમના દરવાજા લગાવવા પર વિચાર કરો.

તમને બજારમાં વિવિધ પ્રકારના એલ્યુમિનિયમ દરવાજા મળી જશે, જેને તમે તમારા ઘરના ઈન્ટિરિયર પ્રમાણે પસંદ કરી શકો છો અને લગાવી શકો છો. એલ્યુમિનિયમ દરવાજાની ખાસ વાત એ છે કે તમારા બજેટમાં સરળતાથી આવી શકે છે.

આ પણ વાંચો: બાથરૂમના ખૂણાઓમાં ટાઇલ્સ પર પડેલા જિદ્દી ગંદા ડાઘને દૂર કરવાની સરળ ટિપ્સ

3. તુંગ તેલ

બાથરૂમના દરવાજાને પાણીથી બચાવવા માટે તુંગ તેલ લગાવી શકો છો. તે લાકડાના દરવાજાને સરસ ફિનિશિંગ આપે છે પાણીથી પણ બચાવે છે. જેના કારણે બાથરૂમના દરવાજાને વારંવાર ઓઇલીંગ કરવાથી દરવાજો ઝડપથી બગડતો નથી. તમે તુંગનું તેલ સિવાય અળસીના તેલનો પણ ઉપોયોગ કરી શકો છો. તુંગનું તેલ પણ તમને ઓનલોઈ મળી જશે.

4. પ્લાસ્ટિક પેઇન્ટનો ઉપયોગ કરો

આ એક એવો ઉપાય છે જેનો ઉપયોગ કરવાથી લાકડાના દરવાજાને પાણીથી નુકસાન થવાથી તો બચાવશે જ પરંતુ તમારા ઘરની અંદરની સુંદરતામાપન વધારો કરશે. તમને બજારમાં વિવિધ રંગોના પ્લાસ્ટિક પેઇન્ટ્સ સરળતાથી મળી જશે.

જો તમે ઇચ્છો તો તમે દરવાજાના રંગ સાથે મેળ ખાતા પ્લાસ્ટિક પેઇન્ટ પસંદ કરી શકો છો અથવા કેટલાક અલગ રંગોને પસંદ કરીને પણ તમારા ઘરને એક પોપ લુક આપી શકો છો.

પ્લાસ્ટિક પેઈન્ટની ખાસ વાત એ છે કે તેના પર પાણી ટકતું નથી અને તેથી દરવાજા વારંવાર પાણીના સંપર્કમાં આવવાથી પણ તે ખરાબ થતા નથી. આ રીતે તમે પણ એકવાર પ્લાસ્ટિક પેઇન્ટ કર્યા પછી તમારા દરવાજાને લાંબા સમય સુધી ખરાબ થતા બચાવી શકો છો.

તો હવે તમે પણ આ ટિપ્સનો સહારો લો અને તમારા બાથરૂમના દરવાજાને લાંબા સમય સુધી સુરાખતી રાખવા માટે આ ઉપાયો અજમાવી જુઓ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા