વજન ઘટાડવા માટે આપણે ઘણું બધું કરીયે છીએ પણ આજે અમે તમને 5 યોગા વિશે જણાવીશું જે તમે દરોજ 5 મિનિટ કરીને સરળતાથી વજન ઓછું કરી શકો છો. નિયમિત યોગ કરવાથી વજન ઘટાડવાની સાથે ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે. તો આવો જાણીયે કેટલાક યોગા વિશે.
પશ્ચિમોત્તનાસન : આ આસનમાં તમારા શરીરના તમામ સ્નાયુઓ ખેંચાય છે. તેને કરવા માટે, તમારા પગને આગળ ફેલાવીને બેસો, પછી હથેળીઓને તમારા ઘૂંટણ પર રાખો.તમારા હાથને ઉપરની તરફ લઇ જાઓ. કમર સીધી રાખો. હવે આગળની તરફ ઝૂકીને તમારા હાથથી પગના અંગૂઠાને પકડો. કપાળને ઘૂંટણ સ્પર્શ કરો, આ રીતે આસન કરો.
સૂર્ય નમસ્કાર : આ આસન કરીને તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. 12 યોગ મુદ્રાઓનું આ એક આસન આખા શરીરને સ્વસ્થ રાખે છે. તે માત્ર 10 મિનિટ કરીને તમે તમારું વજન ઝડપથી ઘટાડી શકો છો.
ત્રિકોણાસન : બંને પગને ફેલાવો, હાથને બહારની તરફ ખોલો. હવે હાથને ધીમે ધીમે સીધા પગ તરફ નીચે લાવો. ત્યાર બાદ કમરને નીચેની તરફ કરીને હથેળીને જમીન પર રાખો અને બીજા હાથને ઉપરની તરફ લઈ જાઓ. તમે બીજી હાથથી આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો.
ધનુરાસન અથવા ધનુષ મુદ્રા : આ આસન કરવાથી તમારી પીઠ અને પેટના સ્નાયુઓ મજબૂત થાય છે. આ આસન કરીને તમે પીઠ સંબંધિત ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકો છો.
બાલાસન : બાલાસન કરવા માટે જમીન પર એડીઓ પર બેસો. હવે હાથને ઉપરની તરફ ઉઠાવો અને શ્વાસ બહાર કાઢો અને કપાળને જમીન પર સ્પર્શ કરો. 1 મિનિટ સુધી આ મુદ્રામાં રહો. પછી ધીરે ધીરે 2 મિનિટ સુધી સમય વધારો.
વજનને તમારા પર હાવી થવા ન દો કારણ કે સ્થૂળતા શરીરમાં અનેક રોગોનું ઉદ્ભવ સ્થાન બની શકે છે. તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરો, વધુ પાણી પીવો અને વજનનને નિયંત્રિત કરો. પ્રાણાયામ કરીને તમે વજન ઘટાડવાની સાથે શરીરને લવચીક અને સ્વસ્થ બનાવી શકો છો.