bathroom cleaning tips for winter season
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

શિયાળામાં સાફ સફાઈ કરવું કંટાળાજનક લાગે કારણ કે શિયાળામાં સફાઈ કર્યા પછી પણ બાથરૂમની સફાઈ યોગ્ય રીતે થતી નથી. ઘણી મહિલાઓ આળસના કારણે પણ બાથરૂમની સફાઈ કરતા નથી, તો આ લેખમાં તમે શિયાળામાં બાથરૂમને સરળતાથી સાફ કરવાની રીત જણાવીશું.

1) પહેલા ફક્ત કપડાથી સાફ કરો : સૌથી પહેલા તમારે બાથરૂમને જૂના કપડાથી અથવા પોતું કરીને સાફ કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે જો તમે યોગ્ય રીતે ડસ્ટિંગ કરશો તો મોટાભાગની ધૂળ આ કપડાથી જ સાફ થઈ જશે અને તમારે બાથરૂમની બારીઓ અને દરવાજા અલગથી સાફ કરવાની જરૂર નહીં પડે.

તમે બાથરૂમમાં વોશ બેસિન પરના અરીસાને પણ પહેલા જ કપડાથી સાફ કરી લો, જો તે બરાબર સાફ થઈ જશે તો તમારે અલગથી અરીસો સાફ કરવાની પણ જરૂર નહીં પડે. પહેલા આ રીતે કપડાથી સફાઈ કરવાથી તમારું કામ અડધું થઇ જશે.

2) લીંબુનો ઉપયોગ કરો : શિયાળામાં બાથરૂમને સાફ કરવા માટે તમે લીંબુ અને ગરમ પાણી મિક્સ કરીને બાથરૂમના ફ્લોરને સાફ કરી શકો છો. તમને જણાવી દઈએ કે આનાથી બાથરૂમમાં ફંગસ અને બેક્ટેરિયા પણ દૂર થઈ જાય છે અને તમારે સાફ કરવા માટે ખૂબ મહેનત કરવાની જરૂર પણ નથી.

આ સિવાય તમે સફેદ વિનેગરથી પણ બાથરૂમ સાફ કરી શકો છો. આ માટે તમારે સ્પોન્જમાં થોડું સફેદ વિનેગર રેડવું પડશે અને પછી તમે તેનાથી બાથરૂમ સાફ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે વિનેગરથી સફાઈ કરતી વખતે તમારે હાથમાં મોજા જરૂર પહેરવા જોઈએ.

3) આ રીતે બાથરૂમ સાફ કરો છો : જો તમે અઠવાડિયામાં એક દિવસ બાથરૂમને સાફ કરો છો તો તમને શિયાળામાં તેને સાફ કરવાનો કંટાળો આવશે, જ્યારે જો તમે દરરોજ ફક્ત કપડાથી જ બાથરૂમ સાફ કરશો તો બાથરૂમમાં વધારે ધૂળ નહીં રહે અને બાથરૂમ પણ સહેલાઈથી સાફ થઈ જશે.

જો તમને બાથરૂમના ફ્લોરને સાફ કરવું વધુ મુશ્કેલ લાગે છે, તો તમે થોડા પાણીમાં બ્લીચ ભેળવીને મિશ્રણ તૈયાર કરી શકો છો અને પછી તેને સ્પ્રે બોટલમાં ભરી લો અને તેને બાથરૂમના ફ્લોર પર રેડી શકો છો અને ફક્ત કપડાથી ફ્લોર લૂછી શકો છો.

આ રીતે, બાથરૂમનો ફ્લોર પણ ઝડપથી અને ફટાફટ સાફ થઈ જશે અને તમારે શિયાળામાં વધુ મહેનત કરવી પણ નહીં પડે. તો આ ટિપ્સને અનુસરીને તમે શિયાળામાં બાથરૂમને સરળતાથી સાફ કરી શકો છો. તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા